Rajkot Crime News : રાજકોટમાં વૃદ્ધાને વાતોમાં ભોળવી બે ગઠિયા દાગીના ઉતારી ગયાં, CCTVમાં જોવા મળ્યું કારનામું

Rajkot Crime News : રાજકોટમાં વૃદ્ધાને વાતોમાં ભોળવી બે ગઠિયા દાગીના ઉતારી ગયાં, CCTVમાં જોવા મળ્યું કારનામું
રાજકોટમાં વૃદ્ધા સાથે લૂંટની ઘટના (Elderly Woman Jewelry Looted in Rajkot ) સામે આવી છે. શહેરના પારેવડી ચોક નજીક આ ઘટના બની છે. જ્યાં એક વૃદ્ધાને વાતોમાં ભોળવી બે ગઠિયા દાગીના ઉતારી ગયાં હતાં. લૂંટની આ ઘટના સીસીટીવીમાં કેદ (CCTV Found) પણ થઈ છે. ઘટનાને લઇ રાજકોટની બી ડિવિઝન પોલીસે તપાસ (Rajkot Crime News ) શરૂ કરી છે.
રાજકોટઃ રાજકોટમાં જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને ગુન્હાખોરી આચરી રહ્યા છે. એવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના પારેવડી ચોક નજીક આ ઘટના બની છે. જ્યાં એક વૃદ્ધાને વાતોમાં ફોસલાવીને બે ગઠિયાઓ તેમના દાગીના ઉતારી ગયાં હતાં. આ સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલ સીસીટીવીમાં કેદ થઈ છે.
વૃદ્ધા સાથે વાતચીત કરી અને બેશુદ્ધ થતા કરી કળા : સમગ્ર ઘટનાની વાત કરીએ તો શહેરના પારેવડી ચોક નજીક આવેલી સીતારામનગરમાં રહેતા શારદાબેન રાતોજા નામના વૃદ્ધ પારેવડી ચોક ખાતેથી ચાલીને જઈ રહ્યા હતા. એવામાં બે જેટલા ગઠીયાઓ રસ્તામાં તેમને મળ્યા હતાં અને તેમની સાથે વાતચીત કરવા લાગ્યા હતાં. વાતચીત દરમિયાન આ ગઠીયાઓએ વૃદ્ધા પાસે રહેલા પર્સ સહિતની વસ્તુ એક કપડામાં બંધાવ્યા હતાં. ત્યારબાદ વૃદ્ધા સાથે વાતચીત કરતા હતા તે દરમિયાન અચાનક વૃદ્ધા બેશુદ્ધ થઈ ગયા હતા અને આ ગઠિયાઓ કળા કરીને ઘટના સ્થળેથી પલાયન થઈ ગયા હતાં.
આ પણ વાંચો MH Zaveri Bazaar Loot: નકલી ED અધિકારીઓએ ફિલ્મી સ્ટાઈલથી 2 કરોડની લૂંટ કરી
બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી : જ્યારે વૃદ્ધા ભાનમાં આવ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમના સોનાના ઘરેણા આ ગઠિયાઓ ઉપાડીને નાસી છૂટ્યા છે. જ્યારે આ ઘટના મામલે વૃદ્ધાએ રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના રવિવારની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રાજકોટની બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે ઘટનાના સીસીટીવી વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે બંને ઈસમો દ્વારા વૃદ્ધા પાસેથી કેવી રીતના દાગીના પડાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો સુરતના બિલ્ડરનું અપહરણ, લૂંટને 12 કરોડના બિટકોઇન મામલે તમામ આરોપીઓને હાઇકોર્ટ દ્વારા નોટિસ
ગઠિયાઓ કળા કરીને ઘટના સ્થળેથી પલાયન : રાજકોટમાં બેખોફ બનેલા અસામાજિક તત્વો બેફામ કેવી ગુન્હાખોરી આચરી રહ્યા છે તેનું આ ઘટના ઉદાહરણ પૂરું પાડે છે. શહેરના પારેવડી ચોક પાસે એક વૃદ્ધાને લૂંટારુઓએ વાતોમાં ભોળવીને તેમનું ધ્યાન ચૂકાવી દીધું હતું .સમગ્ર ઘટનાની વાત કરીએ તો શહેરના પારેવડી ચોક નજીક આવેલી સીતારામનગરમાં રહેતા શારદાબેન રાતોજા નામના વૃદ્ધ પારેવડી ચોક ખાતેથી ચાલીને જઈ રહ્યા હતા. એવામાં બે જેટલા ગઠીયાઓ રસ્તામાં તેમને મળ્યા હતાં અને તેમની સાથે વાતચીત કરવા લાગ્યા હતાં. વાતચિત દરમિયાન આ ગઠીયાઓએ વૃદ્ધા પાસે રહેલા પર્સ સહિતની વસ્તુ એક કપડામાં બંધાવ્યા હતાં. ત્યારબાદ વૃદ્ધા સાથે વાતચીત કરતા હતા તે દરમિયાન અચાનક વૃદ્ધા બેશુદ્ધ થઈ ગયા હતા અને આ ગઠિયાઓ કળા કરીને ઘટના સ્થળેથી પલાયન થઈ ગયા હતાં. વૃદ્ધા બેધ્યાન બનતાં જ લૂંટારુ એવા બે ગઠિયાઓ તેમના દાગીના ઉતારી લીધાં હતાં. વૃદ્ધા સાથે બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ ઘટનાસ્થળની નજીક રહેલા સીસીટીવીમાં જોવા મળ્યાં છે.
