રાજનીતિ કરવા નહીં, અમે સૌરાષ્ટ્રની તસવીર બદલવા આવ્યા છીએઃનડ્ડા

author img

By

Published : Sep 20, 2022, 3:47 PM IST

Updated : Sep 20, 2022, 4:43 PM IST

Etv રાજકોટમાં જે.પી.નડ્ડા બોલ્યા, ભાજપે દરેક શહેરમાં મોટી સફળતા પ્રાપ્ત કરી

રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આવ્યા બાદ પ્રથમ વખત રાજકોટ આવેલા નડ્ડાએ કહ્યું કે, સૌરાષ્ટ્રની (J P Nadda Saurashtra) વાત કરૂ છું ત્યારે એ વાત છે કે, આ સંતોની અને સિંહની (J P Nadda Rajkot visit) ભૂમિ છે. આ ભૂમિને હું નમન કરૂ છું. ઘણા સમયથી મારી ઈચ્છા હતી કે, પ્રતિનિધિઓને મળું. ઘણી વખત ઓનલાઈન જોડાવવાનો ચાન્સ મળ્યો છે. જિલ્લા પંચાયતથી સાંસદ સુધી. ભારતીય જનતા પાર્ટીનું એક લક્ષ્ય માનવ સેવા પણ છે.

રાજકોટઃ રાજકોટની મુલાકાતે આવેલા (J P Nadda Rajkot visit) જે.પી.નડ્ડાએ જન પ્રતિનિધિઓને સંબોધન કરતા ભાજપની સિદ્ધિઓ ગણાવી હતી. રેસકોર્ષમાં (J P Nadda Saurashtra) યોજાયેલા આ સંમેલનમાં તેમણે સર્વત્ર કમળ (Rajkot BJP Function) ખીલી ગયું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે, વિપક્ષનું નામ લીધા વગર મોટા ચાબખા માર્યા હતા. રાજકોટમાં આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં આવવાનો મોકો મળ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરૂ છું ત્યારે એક વાત છે કે, આ સંતોની અને સિંહની ભૂમિ છે.

  • आप सभी को बधाई देता हूं कि कोरोना की महामारी में जब सारे राजनीतिक दल घर में बैठ गए थे, क्वारंटाइन हो गए थे उस समय आप लोगों ने सेवा ही संगठन के माध्यम से करोड़ों लोगों की सेवा की।

    - राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda जी pic.twitter.com/3AcsTeLNLu

    — BJP Gujarat (@BJP4Gujarat) September 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રૂબરૂ થવાનો મોકો મળ્યોઃ આ ભૂમિને હું નમન કરૂ છું. ઘણા સમયથી મારી ઈચ્છા હતી કે, પ્રતિનિધિઓને મળું. ઘણી વખત ઓનલાઈન જોડાવવાનો ચાન્સ મળ્યો છે. જિલ્લા પંચાયતથી સાંસદ સુધી. ભારતીય જનતા પાર્ટીનું એક લક્ષ્ય માનવ સેવા પણ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ માટે પૂરી શક્તિથી મેદાને ઊતર્યા છે. દિવસ રાત જોયા નથી. આ માટે. તમે જોયું હશે કે, વેક્સિનેશન અંગે ઘણા પ્રશ્નો થયા હતા. કેટલુંય બોલાતું હતુ. વડાપ્રધાનના વિચારને તોડી મરોડીને રજૂ કરતા હતા.

વડાપ્રધાનનું લક્ષ્યઃ પણ વડાપ્રધાનનું લક્ષ્ય મજબુત હતું. આ માટે પ્રજાને પણ અભિનંદન આપું છું. ચિકનપોક્સની દવા ભારતમાં આવતા 25 વર્ષ થયા હતા. પણ મોદીએ માત્ર નવ મહિનામાં મોદીજીએ દેશની પ્રજાને બે મહત્ત્વની રસી આપી છે. સ્વદેશી ઔષધી પ્રાપ્ય બનાવી. વેક્સિનેશનમાં પ્રજાનું યોગદાન મોટું છે. ચૂંટાયેલા પ્રતિનિધિને કહેવા માંગુ છું કે, હર ઘર તિરંગા અભિયાનમાં રાષ્ટ્રીયતાની ભાવના જોવા મળે છે. જેનો શ્રેય તમને જાય છે.

મોટી સફળતા ગણાવીઃ નગરપાલિકામાં પણ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. આ ભાજપની સફળતા છે. અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર અને રાજકોટમાં ભાજપે મોટી સંખ્યામાં બેઠક જીતીને સફળતા પ્રાપ્ત કરી છે. આ તમારી મહેનતનું ફળ છે અને પ્રજાના આશીર્વાદ છે. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને પશ્ચિમથી લઈને પૂર્વ સુધી કમળ જ ખીલેલું છે. અમે માત્ર રાજનીતિ કરવા માટે નથી આવ્યા, અમે સૌરાષ્ટ્રની તસવીર બદલવા માટે આવ્યા છીએ. આપણે પારદર્શક કહીને સંપૂર્ણતાથી વિકાસ કરીશું. ભાજપ કાયમ સેવાનું કામ કરતી રહી છે.

Last Updated :Sep 20, 2022, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.