રાજકોટમાં પશ્ચિમ રેલવેની બેઠક યોજાઈ, અધિકારીઓ અને સાંસદો રહ્યા ઉપસ્થિત

author img

By

Published : Oct 28, 2021, 12:15 PM IST

રાજકોટમાં પશ્ચિમ રેલવેની બેઠક યોજાઈ, અધિકારીઓ અને સાંસદો રહ્યા ઉપસ્થિત

લાંબા સમય બાદ પશ્ચિમ રેલવેની(Western Railway ) બેઠક રાજકોટના સર્કિટ હાઉસમાં(Circuit House in Rajkot) મળી હતી.આ બેઠકમાં સૌરાષ્ટ્ર ક્ચ્છના રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને સાંસદો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બેઠકનો મુખ્ય ઉદ્દેશ રાજકોટ અને ભાવનગરની ટ્રેનના મુસાફરોમાં નવી નવી સુવિધાઓ અંગે માહિતી આપવાનો હતો.જ્યારે રેલવેના અધિકારીઓ દ્વારા પણ હાલમાં ચાલી રહેલી મહત્વપૂર્ણ યોજનાઓ અંગે વિશેષ માહિતી સાંસદોને આપી હતી.

  • પશ્ચિમ રેલવેની બેઠક રાજકોટના સર્કિટ હાઉસમાં મળી
  • સૌરાષ્ટ્ર ક્ચ્છના રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને સાંસદો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા
  • કોરોનામાં ઘણી ટ્રેન બંધ કરવામાં આવી ફરી વખત વહેલાસર શરૂ કરવામાં આવે

રાજકોટઃ લાંબા સમય બાદ પશ્ચિમ રેલવેની (Western Railway ) બેઠક રાજકોટના સર્કિટ હાઉસમાં(Circuit House in Rajkot) મળી હતી. આ બેઠકમાં સૌરાષ્ટ્ર ક્ચ્છના(Saurashtra Kachchh) રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને સાંસદો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ બેઠકમાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અલોક કંસલ (Alok Kansal, General Manager, Western Railway)મુખ્યરૂપે ઉપસ્થિત રહ્યા હતા.

મુસાફરોમાં નવી નવી સુવિધાઓ અંગે માહિતી આપવી

જ્યારે બેઠકનો મુખ્ય ઉદ્દેશ રાજકોટ અને ભાવનગરની ટ્રેનના મુસાફરોમાં નવી નવી સુવિધાઓ અંગે માહિતી આપવાનો હતો. જ્યારે વિવિધ વિસ્તારના સાંસદો સાથે આ બેઠકમાં તેમના વિસ્તારમાં ટ્રેનને લગતી સમસ્યાઓ, નવી યોજનાઓ, ટ્રેનના સ્ટોપ, વિસ્તારમાં નવી ટ્રેન ચલાવવા અને આ ટ્રેનનો વિસ્તાર અને ટ્રેનોના ફેરા વધારવા સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર ક્ચ્છના 6 સાંસદોએ બેઠકમાં ઉપસ્થિત

રાજકોટના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પશ્ચિમ રેલવેની બેઠકમાં સૌરાષ્ટ્ર કચ્છના 6 જેટલા સાંસદો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કેન્દ્રીય રાજ્યપ્રધાન મહિલા અને બાલ વિકાસ તથા આયુષ મંત્રાલયના મહેન્દ્રભાઈ મુજપરા, પૂનમ માંડમ, ડો. ભારતીબેન શિયાળ, નારણભાઈ કાછડીયા, રાજેશ ચુડાસમા અને રામભાઈ મોકરિયા સમાવેશ થાય છે. જેઓએ આ બેઠકમાં પોત પોતાના વિસ્તારમાં ટ્રેન બાબતોએ પડતી સમસ્યાઓને રેલવેના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી હતી. જ્યારે રેલવેના અધિકારીઓ દ્વારા પણ હાલમાં ચાલી રહેલી મહત્વપૂર્ણ યોજનાઓ અંગે વિશેષ માહિતી સાંસદોને આપી હતી.

બંધ કરવામાં આવેલ ટ્રેન ફરજ શરૂ કરો

રાજકોટના સર્કિટ હાઉસ ખાતે રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને સૌરાષ્ટ્ર કચ્છના સાંસદો વચ્ચે યોજાયેલી બેઠકમાં સાંસદો દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે કોરોના દરમિયાન તેમના વિસ્તારમાં ઘણી ટ્રેન બંધ કરવામાં આવી છે. જેને ફરી વખત વહેલાસર શરૂ કરવામાં આવે, જ્યારે રાજકોટ ખાતે બની રહેલા એઇમ્સ હોસ્પિટલમાં પહોંચવા માટે ખંડેરી ગામ ખાતે નવું રેલવે સ્ટેશન પણ બનાવામાં આવનાર છે જેનું કામ પણ સમયસર પૂર્ણ થાત તેવી રજુઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ અંબાજી ST બસ ડેપો ખાતે 39 જેટલી વિશેષ બસોનું સંચાલન કરવાની હાથ ધરાઈ વ્યવસ્થા
આ પણ વાંચોઃ કુનરીયા ગ્રામ પંચાયતે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો પસાર કર્યો ઠરાવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.