પોરબંદરની વિનિશા રૂપારેલે પેબલ પેઈન્ટિંગમાં એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી ગુજરાતનું નામ કર્યું રોશન

author img

By

Published : Sep 22, 2021, 12:00 PM IST

Updated : Sep 22, 2021, 1:10 PM IST

પોરબંદરની વિનિશા રૂપારેલે પેબલ પેઈન્ટિંગમાં એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી ગુજરાતનું નામ કર્યું રોશન

શોખ એક એવી બાબત છે કે, જેના પર વધુ ધ્યાન આપવામાં આવે તો દ્વારા સફળતા મેળવવી આસાન છે. બાળપણથી માતા સાથે દિવાળીના તહેવારોમાં રંગોળીમાં રંગ પૂરવાનો શોખ ધરાવતી વિનિશા રૂપારેલે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે આ સફળતા બદલ અનેક લોકો તેમને બિરદાવી રહ્યા છે.

  • વર્ષ 2020માં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ બનાવ્યો હતો
  • વિવિધ 49 પ્રકારના પેટ પેબલ પેંટિંગ બનાવી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સફળતા મેળવી હતી
  • વર્ષ 2021માં વિવિધ 89 પ્રકારના પેબલ આર્ટ બનાવી એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું

પોરબંદરઃ જિલ્લાની વિનિશા રૂપારેલે પેબલ પેઈન્ટિંગમાં એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે જ તેણે પોરબંદર સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે. તો વિનિશાની આ સિદ્ધિથી તેના માતાપિતા સહિત અનેક લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ અંગદાન ક્ષેત્રમાં સુરતનું મહત્વનું સ્થાન, અત્યાર સુધીમાં 10 ઘટના બની

શું છે પેબલ પેઇન્ટિંગ?

પેબલ એટલે દરિયા કિનારે તથા નદી કિનારે મળતા લિસા પથ્થરો જેના પર વિવિધ પ્રકારના રંગો દ્વારા ચિત્રો દોરી આકર્ષક બનાવવામાં આવે છે અને સુશોભનમાં તથા ઓફિસમાં પણ ઉપયોગ થાય છે.

આ પણ વાંચોઃ રાજકોટના 2 યુવાનોની અનોખી સિદ્ધિ, ટ્રાન્સપરન્ટ સ્માર્ટ ફોનની ડિઝાઈન બનાવી પેટન્ટ મેળવી

હાલ વિનિશા IIMમાં વિદ્યાર્થીઓને પેંટિંગ શીખવાડે છે

પોરબંદરની વિનિષા રૂપારેલને બાળપણમાં માતા સાથે દિવાળીમાં રંગોળીનો રંગ પૂરવાનો ખૂબ શોખ હતો. આથી તેમણે પેઈન્ટિંગ ક્ષેત્રે રુચિ દાખવી GLS ગુજરાત લૉ સોસાયટીમાં બીબીએ કર્યા બાદ એ જ કોલેજ અને IIMમાં પણ પેંટિંગ વિદ્યાર્થીઓને શીખવી રહ્યા છે, જેમાં 3D, કેનવાસ, ઓઈલ પેઈન્ટિંગ, ચારકોલ વગેરે પ્રકારના પેઈન્ટિંગ શીખવી રહ્યા છે. ગુજરાતમાં ચોખા પર પેઈન્ટિંગ જોઈને તેઓને પેબલ પેઈન્ટિંગનો નવો વિચાર આવ્યો અને દરિયા કિનારે અને નદી કિનારે મળતા લીસા પથ્થરો પર વિવિધ પ્રકારના પેટ (પાળતું પ્રાણીઓ )ના 49 પેઈન્ટિંગ સાથે ઓગસ્ટ 2020માં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન પ્રાપ્ત કર્યું જેમાં ડોગ ,કેટ, રેબિટ,ફ્રોગ વગેરે ના પેઇન્ટિંગ બનાવ્યા હતા ત્યારબાદ અલગ અલગ 89 પ્રકારના પ્રાણીઓના પેબલ પેઈન્ટિંગ બનાવી સપ્ટેમ્બર 2021માં એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

વિનિશા હવે ગિનિસ બુક ઓફ રેકોર્ડ પણ તોડવા માગે છે

આ સફળતા પાછળ તેમના પિતા જગદીશ ભાઈ તથા માતા દિશા બેન અને પરિવાર તથા વિવિધ સિનિયર આર્ટિસ્ટ નો સહકાર રહ્યો છે તેમ વિનિશાએ જણાવ્યું હતું. અને તે ભવિષ્યમાં 830 પેબલ પેઈન્ટિંગનો ગિનિસ બુક ઓફ રેકોર્ડ પણ તેઓ તોડવા માગે છે.

Last Updated :Sep 22, 2021, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.