ગાંધી જન્મસ્થળ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

author img

By

Published : Oct 2, 2021, 4:12 PM IST

CM Bhupendra Patel homage to Mahatma Gandhi

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જન્મ જયંતિ (Mahatra Gandhi Jayanti) પ્રસંગે ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના (Porbandar kirti Mandir) કીર્તિ મંદિર ખાતે આયોજિત પ્રાર્થના સભામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેમણે, બાપુને ભાવાંજલિ અર્પી હતી. આ સાથે સભામાં સાંસદ રામ મોકરીયા, સાંસદ રમેશ ધડુક સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

  • મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીના જન્મસ્થળની લીધી મુલાકાત
  • મુખ્યપ્રધાન કીર્તિમંદિર ખાતે સર્વ ધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થયા
  • ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિ મંદિરની વેબસાઈટ અને 'મોહન સે મોહન' પુસ્તકનું વિમોચન કરાયું

પોરબંદર : મહાત્મા ગાંધીની જન્મ જયંતી(Mahatra Gandhi Jayanti) પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)ગાંધી જન્મભૂમિ પોરબંદર ખાતે મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિર (Porbandar kirti Mandir)ખાતે સર્વ ધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થઈ વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત, મુખ્ય પ્રધાને કીર્તિમંદિરમાં ગાંધી સ્મૃતિ ઘર, ચરખા પોઇન્ટની પણ મુલાકાત લીધી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'નો ગાંધીજીનો મંત્ર

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધી વંદના કરતા કહ્યું કે, સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો ગાંધીજીનો મંત્ર દેશ ભરમાં સાકાર કરી ક્લિન ઇન્ડીયા મૂવમેન્ટ અને સ્વચ્છ ભારત 2.0 તેમજ અમૃત મિશન 2.0 નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પ્રારંભ કરાવ્યો છે. અમૃત મિશન ૨.૦ અને સ્વચ્છ ભારત મિશન-૨ નો જે શુભારંભ થયો છે, તેમાં સ્વચ્છતા અને જળશક્તિના કામો - સાતત્યપૂર્ણ વિકાસ થકી ગુજરાત અગ્રેસર રહીને ગાંધીના ગુજરાતને નવી ઊંચાઈ સિદ્ધ કરાવશે.

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરતા કહ્યું હતું કે, ગાંધીજીના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે. પ્રાર્થના સભામાં ઉપસ્થિત ભાગવતાચાર્ય રમેશ ઓઝાએ જણાવ્યું હતું કે, સત્યાગ્રહ એટલે હડતાલ નહીં, પરંતુ સત્યનો સાચા અર્થમા આગ્રહ, અને મન વચન કર્મ ભાવથી કઈ રીતે ઈશ્વર સ્વરૂપ સત્યને આત્મસાત કરી શકાય તેની પ્રેરણા આપણને ગાંધીજીમાંથી મળે છે.

CM Bhupendra Patel homage to Mahatma Gandhi
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

કલેક્ટર અશોક શર્મા લિખિત પુસ્તકનું કરાયું વિમોચન

પોરબંદર કલેક્ટર અશોક શર્મા લિખિત પુસ્તક 'મોહન સે મોહન' નું પણ મુખ્યપ્રધાન દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. પોરબંદરની સરકારી શાળાના શિક્ષકો-ગાયક કલાકારોએ ગાંધીજીના પ્રિય ભજનો વૈષ્ણવજન તો તેને કહીએ સહિતની વિવિધ પ્રાર્થના રજૂ કરી હતી. આ સાથે, મુખ્યપ્રધાને હવેલી મંદિરના પણ દર્શન કર્યા હતા.

CM Bhupendra Patel homage to Mahatma Gandhi
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

પોરબંદરથી સ્વચ્છતા રેલીનું પ્રસ્થાન

વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ક્લિન ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત મુખ્યપ્રધાને પોરબંદરથી સ્વચ્છતા રેલીને પણ પ્રસ્થાન કરાવ્યું હતુ. સર્વ ધર્મ પ્રાર્થના સભામાં સાંસદ રામ મોકરીયા, સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય બાબુ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા, નગરપાલિકાના પ્રમુખ સરજુ કારીયા ,કલેક્ટર અશોક શર્મા તેમજ રેન્જ આઇજી સહિતના અધિકારીઓ, અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.