Valentine Day 2022: પ્રેમના એક પ્રતીક રાણીની વાવ વિશે જાણીઅજાણી વાતો...

author img

By

Published : Feb 14, 2022, 3:45 PM IST

Valentine Day 2022: પ્રેમના એક પ્રતીક રાણીની વાવ વિશે જાણીઅજાણી વાતો...

પાટણમાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવને પણ પ્રેમનું પ્રતીક (Rani Ni Vav Symbol of Love) માનવામાં આવે છે. ત્યારે આજે વેલેન્ટાઈન ડેના (Valentine Day 2022) વિશેષ દિવસે જાણીએ રાણીની વાવની વાર્તા.

પાટણઃ વૈશ્વિક ફલક ઉપર ચમકેલી ઐતિહાસિક રાણીની વાવ પણ પ્રેમનું પ્રતીક (Rani Ni Vav Symbol of Love) છે. રાણી ઉદયમતીએ (Queen Udaymati Rani ki Vav) પતિ ભીમદેવની યાદમાં રાણીની વાવ (Rani Ni Vav Symbol of Love) બંધાવી હતી. આ વાવ શિલ્પ સ્થાપત્ય અને કલા કોતરણીનો બેનમૂન નમૂનો (Rani Ni Vav sculpture is a masterpiece of architecture and art carving) છે. સાથે જ પાણી સંગ્રહ વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ એટલે રાણીની વાવ. સૌથી વિશેષ વાત એ છે કે, રૂપિયા 100ની ચલણી નોટ પર પણ વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે.

રાણીની વાવ શિલ્પ સ્થાપત્યનો બેનમૂન નમૂનો છે

આ પણ વાંચો- Valentine Day 2022: વેલેન્ટાઇન ડે ની લકઝરીયસ ઉજવણી, ગરીબ બાળકોએ કરી ઓડી, મર્સીડીઝમાં સફર

રાણીની વાવ શિલ્પ સ્થાપત્યનો બેનમૂન નમૂનો છે

આજે (14 ફેબ્રુઆરી) એટલે વેલેન્ટાઈન ડે (Valentine Day 2022) આ દિવસને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે.આ દિવસે પ્રેમી યુગલો એકબીજાને ભેટ સોગાદો આપી પ્રેમની અભિવ્યક્તિ કરે છે. છેલ્લા દાયકાઓથી ભારતમાં પણ વેલેન્ટાઈન દિવસની (Valentine Day 2022) ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર ભારતમાં પ્રેમનું પ્રતીક એટલે તાજમહેલ માનવામાં આવે છે કે, જે શાહજહાંએ રાણી મુમતાઝની યાદમાં બનાવ્યો હતો. પણ દેશમાં એક એવું સ્થળ પણ છે કે, જ્યાં પત્નીએ પતિની યાદમાં શિલ્પ સ્થાપત્યનો બેનમૂન નમૂનો બનાવ્યો (Rani Ni Vav Symbol of Love) છે અને આજે એ સમગ્ર વિશ્વમાં છવાયો છે. આ સ્થળ ગુજરાતના પાટણમાં આવેલું છે.

રૂપિયા 100ની ચલણી નોટ પર પણ વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે
રૂપિયા 100ની ચલણી નોટ પર પણ વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે

આ પણ વાંચો- Valentine Day 2022: જામનગરના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની અનોખી Love Story, જુઓ

રાણીની વાવ જયા પ્રકારની છે

પાટણમાં ચાવડા, સોલંકી અને વાઘેલા વંશના રાજાઓએ રાજ કર્યું હતું, જેમાં સોલંકી કાળ એ પાટણનો સુવર્ણ યુગ રહ્યો હતો. અનહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના સોલંકીના પૂત્ર ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ (Queen Udaymati Rani ki Vav) પતિ ભીમદેવની યાદમાં અગિયારમી સદીમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા આ વાવનું નિર્માણ કર્યું હતું. આ વાવ 64 મીટર લાંબી 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વાવના 4 પ્રકારો છે. તે પૈકી આ વાવ જયા પ્રકારની છે.

રાણીની વાવ જયા પ્રકારની છે
રાણીની વાવ જયા પ્રકારની છે

વાવના ગવાક્ષોમાં કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી

વાવના ગવાક્ષોમાં બંને બાજુએ અપ્સરાઓ, નાગકન્યાઓ અને દેવીદેવતાઓની કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રૂપિયા 100ની ચલણી નોટ પર રાણીની વાવની પ્રતિકૃતિ અંકિત કરીને તેને ચલણમાં મૂકતા વાવ સાથે પાટણનું ગૌરવ વધ્યું છે. રાણીની વાવને નિહાળવા વર્ષે દહાડે હજારોની સંખ્યામાં દેશવિદેશમાંથી પ્રવાસીઓ અહીં આવે છે અને વાવની કલા કોતરણી અને શિલ્પ સ્થાપત્યને (Rani Ni Vav sculpture is a masterpiece of architecture and art carving) જોઈ અભિભૂત બને છે.

વાવના ગવાક્ષોમાં કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી
વાવના ગવાક્ષોમાં કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી

ભારતમાં અગિયારમી સદીમાં પણ મહિલા સશક્તિકરણની જ્યોત પ્રજવલ્લિત હતી

ભારતમાં અગિયારમી સદીમાં પણ મહિલા સશક્તિકરણની જ્યોત (Rani ni Vav is an example of women empowerment) પ્રજ્વલિત હતી. આનું રાણીની વાવ એ ઉત્તમ ઉદાહરણ છે. કારણ કે, રાજા મહારાજાઓના સમયમાં પણ મહિલાઓને એટલું જ માનસન્માન જાળવવામાં આવતું હતું અને અધિકારો આપવામાં આવ્યા હતા. એ રાણી ઉદયમતીએ (Queen Udaymati Rani ki Vav) તે સમયે રાજકોષના ભંડારમાંથી જ આ બેનમૂન વાવનું નિર્માણ કર્યું હતું, જે વર્તમાન સમયમાં વેલેન્ટાઈન ગિફ્ટ કહી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.