એક પણ વૃદ્ધ માતાપિતા વૃદ્ધાશ્રમમાં ન જાય તે જ સાચી માતૃવંદના, પાટણમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન

author img

By

Published : Nov 25, 2021, 9:57 AM IST

એક પણ વૃદ્ધ માતાપિતા વૃદ્ધાશ્રમમાં ન જાય તે જ સાચી માતૃવંદના, પાટણમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન

માતાપિતા (Parents) પોતાની આખી જીંદગી પોતાના બાળકને ખુશ કરવામાં ખર્ચી નાખે છે. એટલે જ માતાપિતાને (Parents) ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેવામાં એક પણ વૃદ્ધ માતાપિતા (Parents) વૃદ્ધાશ્રમમાં (Old Age Home) ન જાય તે જ સાચી માતૃવંદના (true motherhood). આ નિવેદન આપ્યું હતું ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi). તેઓ પાટણના સિદ્ધપુરમાં (Siddhpur) માતૃવંદના 2021ના (Matruvandana 2021) કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) હસ્તે જ ભારતમાં માતૃતર્પણ વિધિ માટે પ્રખ્યાત એવા સિદ્ધપુરમાં (Siddhpur) માતૃવંદના 2021ના (Matruvandana 2021) 2 દિવસીય કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

  • પાટણના સિદ્ધપુરમાં યોજાયો માતૃવંદના કાર્યક્રમ
  • ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો
  • બળવંતસિંહ રાજપૂત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા
  • ગૃહ પ્રધાને પાટણ જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી

પાટણઃ ભારતમાં માતૃતર્પણ માટે પ્રખ્યાત એવા સિદ્ધપુરમાં (Siddhpur) 2 દિવસીય માતૃવંદના 2021ના (Matruvandana 2021) 2 દિવસીય કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) આ કાર્યક્રમને ખૂલ્લો મુક્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, મારી સફળતાનો શ્રેય હું મારા માતાને આપી તેમને વંદન કરું છું. આ સાથે જ તેમણે અપીલ કરી હતી કે, આપણે સંકલ્પ લઈએ કે, કોઈ પણ પરિવારના વૃદ્ધ માતાપિતાને (Parents) વૃદ્ધાશ્રમમાં (Old Age Home) જવું ન પડે. એ જ સાચી માતૃવંદના (true motherhood) છે. તો આ પ્રસંગે ગૃહ રાજ્યપ્રધાને દિવાળી જેવા અનેક તહેવારો અને કોરોના મહામારી જેવી કપરી પરિસ્થિતિમાં પણ અડગ રહીને જિલ્લામાં શાંતિ, સલામતી અને વ્યવસ્થા જાળવી રાખવા બદલ પાટણ પોલીસની (Patan Police) કામગીરીને બિરદાવી હતી.

ગૃહ પ્રધાને પાટણ જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી

આ પણ વાંચો- સુરતમાં ગૃહ રાજ્યપ્રધાનની ટ્રાફિક પોલીસને ટકોર, કહ્યું- ટ્રાફિક નિયમ તોડનારો વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નથી

સિદ્ધપુરનું પૌરાણિક મહાત્મ્ય છે

સિદ્ધપુરનું પૌરાણિક મહાત્મ્ય હોવાથી ભગવાન કપિલ મુનિ (Lord Kapil Muni) અને માતા દેવહુતિના (Mata Devhuti) આત્માબોધની કથા અને તેની સાથે બિંદુ સરોવરનું (Bindu Lake) મહાત્મ્ય જોડાયેલું છે. બિંદુ સરોવર (Bindu Lake)એ માતાના વાત્સલ્યનું પ્રતીક છે. પુત્રના જ્ઞાન પ્રભાવથી હર્ષિત થયેલા માતા દેવહુતિની આંખમાંથી હર્ષ બિંદુ સરી પડ્યું અને તેનું બિંદુ સરોવર બન્યું. આ બિંદુ સરોવરના (Bindu Lake) કાંઠે માતૃતર્પણનો મોટો મહિમા છે. આ ભાવકથાના અનુસંધાનમાં રાજ્ય સરકાર દ્વારા તીર્થના મહિમા વર્ધન માટે અને માતાની વંદનાના પ્રતિકરૂપે માતૃવંદના કાર્યક્રમનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે

માતાપિતાને વૃદ્ધાશ્રમમાં ન મોકલવા ગૃહ રાજ્યપ્રધાનની અપીલ

તો આ વર્ષે યોજાયેલા કાર્યક્રમને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ વિધિવત રીતે પ્રારંભ કરાવ્યો હતો. અહીં તેમણે પોતાની સફળતાનો શ્રેય તેમની માતાને આપ્યો હતો. સાથે જ લોકોને પોતાના વૃદ્ધ માતાપિતાના વૃદ્ધાશ્રમ ન મોકલવા અપીલ પણ કરી હતી. તો આ કાર્યક્રમમાં જીઆઈડીસી ચેરમેન બલવંતસિંહ રાજપૂત (GIDC Chairman Balvansinh Rajput) સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

આ પણ વાંચો- નિરામય ગુજરાત અભિયાનઃ અમદાવાદમાં પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી

ગાયિકા ગીતા રબારી અને હાસ્ય કલાકાર અવની વ્યાસે લોકોને મંત્રમુગ્ધ કર્યા

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ... માતૃ મહિમાના લોકમુખે રમતા થયેલા આ ગીતથી શરૂ કરી ગુજરાતની પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારીએ (Singer Gita Rabari) માતૃભક્તિ અને દેશભક્તિના ગીતો રજૂ કરી ઉપસ્થિત શ્રોતાઓને ડોલાવ્યા હતા. ત્યારબાદ ડૉ. અવની વ્યાસે (Dr. Avani Vyas) હાસ્યનો રસથાળ પીરસ્યો હતો, જેને દર્શકોએ મન ભરીને માણ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.