પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને કોંગ્રેસના સભ્ય બનાવવા ગયેલી જિલ્લા સમિતિએ ખુરશીને ખેસ પહેરાવી માન્યો સંતોષ

author img

By

Published : Nov 27, 2021, 11:46 AM IST

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને કોંગ્રેસના સભ્ય બનાવવા ગયેલી જિલ્લા સમિતિએ ખુરશીને ખેસ પહેરાવી માન્યો સંતોષ

વર્ષ 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) યોજાશે. તેવામાં અત્યારથી જ રાજકીય પક્ષોએ તમામ તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે પાટણ નગરપાલિકામાં (Patan Municipality) પાટણ કોંગ્રેસ સમિતિએ (Patan Congress Committee) નગરપાલિકાના ચીફ ઓફિસરને કોંગ્રેસના સભ્ય (member of Congress) બનાવવાનો એક કાર્યક્રમ યોજ્યો હતો, પરંતુ ચીફ ઓફિસર જ ઓફિસમાં (chief officer of Patan municipality) હાજર ન હોવાથી કોંગ્રેસના આગેવાનો નિરાશ થયા હતા. જોકે, ત્યારબાદ કોંગ્રેસના આગેવાનોએ ચીફ ઓફિસરની ખુરશીને ખેસ પહેરાવી (wearing a scarf on the chair) સંતોષ માન્યો હતો.

  • પાટણ કોંગ્રેસ સમિતિએ સભ્ય નોંધણી કાર્યક્રમ યોજ્યો
  • નગરપાલિકાના પૂર્વ પ્રમુખના આક્ષેપોને લઈ કોંગ્રેસે કાર્યક્રમ યોજ્યો
  • કોંગ્રેસના કાર્યકરો નગરપાલિકા ચીફ ઓફિસરને કોંગ્રેસના સભ્ય બનાવવા પહોંચ્યા
  • ચીફ ઓફિસર ન મળતા તેમની ખુરશીને ખેસ પહેરાવી કાર્યકરોએ માન્યો સંતોષ
  • કોંગ્રેસના આશ્ચર્યજનક કાર્યક્રમને લઇને પાલિકામાં હોબાળો કર્યો

પાટણઃ નગરપાલિકા ખાતે (Patan Municipality) જિલ્લા કોંગ્રેસ સમિતિએ (Patan Congress Committee) નગરપાલિકાના ચીફ ઓફિસરને (chief officer of Patan municipality) કોંગ્રેસના સભ્ય બનાવવાનો (member of Congress) એક કાર્યક્રમ યોજ્યો હતો, પરંતુ ચીફ ઓફિસર હાજર ન હોવાથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ તેમની ખુરશીને ખેસ પહેરાવી (wearing a scarf on the chair) સંતોષ માન્યો હતો.

પાટણ કોંગ્રેસે સભ્ય નોંધણી કાર્યક્રમ યોજ્યો

વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી તમામ રાજકીય પક્ષોએ કમર કસી

આગામી વિધાનસભાની ચૂંટણીઓને (Assembly Elections) ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષોએ ઉમેદવારી નોંધણી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત કોંગ્રેસ પણ આ અભિયાન સમગ્ર રાજ્યમાં ચલાવી રહી છે. બીજી તરફ તાજેતરમાં પાટણ નગરપાલિકાના (Patan Municipality) પૂર્વ પ્રમુખ હેમંત તન્નાએ નગરપાલિકાના ચીફ ઓફિસર (chief officer of Patan municipality) પાટણ કોંગ્રેસના (Patan Congress Committee) ધારાસભ્યના ઈશારે કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો, જે અંતર્ગત શુક્રવારે પાટણ કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકરો ચીફ ઓફિસરને કોંગ્રેસના સભ્ય (member of Congress) બનાવવા માટે નગરપાલિકા ખાતે આવી પહોંચ્યા હતા.

આ પણ વાંચો- Janjagaran Padayatra : સાબરકાંઠા કોંગ્રેસની જનજાગરણ પદયાત્રામાં ભાજપ સરકારનો બુલંદ વિરોધ

ચીફ ઓફિસર ઓફિસ છોડીને ભાગ્યા

જોકે, આ અંગેની જાણ ચીફ ઓફિસરને (chief officer of Patan municipality) પહેલેથી થતા તેઓ ઓફિસ છોડી જતા રહ્યા હતા. ત્યારે કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ ચીફ ઓફિસરની ખુરશીને ખેસ (wearing a scarf on the chair) પહેરાવી સંતોષ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકાના (Patan Congress Committee) ચીફ ઓફિસરને (chief officer of Patan municipality) ખેસ પહેરાવાના આ આશ્ચર્યજનક કાર્યક્રમ લઈને પાલિકા કેમ્પસમાં હોબાળો થયો હતો.

આ પણ વાંચો- Vapi Municipality Election: વાપીમાં પ્રધાન કનુ દેસાઈના સત્કાર સમારંભના બહાને ભાજપની જાહેર સભા, પ્રધાને કોંગ્રેસ અને AAP અંગે ટિપ્પણી કરવાનું ટાળ્યું

ચીફ ઓફિસર ભાજપના એજન્ટ છેઃ કોંગ્રેસ પ્રમુખ

પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ ભાટિયાએ જણાવ્યું હતું કે, નગરપાલિકાના ચીફ ઓફિસર (chief officer of Patan municipality) ભાજપના એજન્ટ (BJP Agent) છે. શહેરમાં વિવિધ સ્થળો પર ભાજપ સહિત અનેક રાજકીય પાર્ટીના આગેવાનોના હોર્ડિંગ્સ લાગેલા છે. તેમ છતાં ચીફ ઓફિસર (chief officer of Patan municipality) આ બાબતે કોઈ ઉઘરાણી કરતા નથી, જેથી નગરપાલિકાને મોટુ નુકસાન જઈ રહ્યું છે માટે આવા બેનરો તાત્કાલિક ઉતારી લેવા અનુરોધ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.