પાટણ સેવાભાવી સંસ્થાઓએ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે દવાની બેઝિક કીટ અર્પણ કરી

author img

By

Published : May 25, 2021, 11:25 AM IST

સેવાભાવી સંસ્થાઓએ 2,000 દવાની બેઝિક કીટો અર્પણ કરી

પાટણ જિલ્લામાં કોરોનાની સાથે-સાથે મ્યુરકોરમાઇકોસિસ રોગના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે, ત્યારે આવા દર્દીઓને પાટણમાં ઘર-આંગણે પ્રાથમિક સારવાર સમયસર મળી રહે તે માટે શહેરની જુદી-જુદી સંસ્થાઓ દ્વારા જિલ્લા વહીવટીતંત્રને આ રોગના પ્રતિકાર માટે બેઝિક દવાઓની કીટ અર્પણ કરવામાં આવી હતી.

  • પાટણમાં મ્યુકોરમાઇકોસિસના કેસો પ્રકાશમાં આવ્યા
  • સેવાભાવી સંસ્થાઓએ 2,000 દવાની બેઝિક કીટો અર્પણ કરી
  • કીટો દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાશે

પાટણ: જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિઓમાં સદાય અગ્રેસર રહેતી રામ રહીમ અન્નક્ષેત્ર જલારામ મંદિર ટ્રસ્ટ, રેડ ક્રોસ સોસાયટી સહિતની સંસ્થાઓએ લોકભાગીદારીથી મ્યુકોરમાઇકોસિસ રોગની વિવિધ દવાઓની 2,000 જેટલી કીટો બનાવી જરૂરીયાત મંદ દર્દીઓ સુધી પહોંચતી કરવા માટે તાલુકા હેલ્થ કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને આ દવાઓની કીટ અર્પણ કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા આ કીટો દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાશે.

પાટણમાં મ્યુકોરમાઇકોસિસના કેસો પ્રકાશમાં આવ્યા

આ પણ વાંચો: પાટણમાં ચાલુ વર્ષે ત્રણ મહિનામાં જ એક હજારથી વધુના મોત

સંસ્થાઓની કામગીરીને જિલ્લા કલેક્ટરે બિરદાવી

કોરોના મહામારીના કપરા સમયમાં વહીવટીતંત્ર અને સહયોગી બનવા બદલ પાટણની તમામ સેવાભાવી સંસ્થાઓ, સેવાભાવી વ્યક્તિઓની આ કામગીરીને જિલ્લા કલેક્ટરે બિરદાવી હતી.

આ પણ વાંચો: પાટણ જિલ્લામાં મ્યુકોર માઈકોસીસનો કેસ વધતા ફફડાટ ફેલાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.