Patan Mass Suicide Attempt: ઝેરી દવા પીનારા પિતા અને 3 સંતાનોની હાલત ગંભીર, 12 વર્ષની દીકરીનું મોત

author img

By

Published : Dec 2, 2021, 9:05 PM IST

Patan Mass Suicide Attempt: ઝેરી દવા પીનારા પિતા અને 3 સંતાનોની હાલત ગંભીર, 12 વર્ષની દીકરીનું મોત

એક વર્ષ પહેલા પત્ની પરપુરુષ સાથે ભાગી જતાં (extramarital affairs case in patan) ભાંગી પડેલા પાટણના ખાખલના પુરુષે પોતાના 4 બાળકો સાથે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયત્ન (Patan Mass Suicide Attempt) કર્યો હતો. તમામની હાલત ગંભીર થતાં સારવાર અર્થે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ (ahmedabad civil hospital) ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 12 વર્ષની દીકરીનું મોત થયું છે.

  • પત્ની પરપુરુષ સાથે એક વર્ષ પહેલા ભાગી ગઈ હતી
  • 4 સંતાનો સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
  • હાલત ગંભીર થતાં અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

પાટણ: જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી (patan district superintendent of police office) કમ્પાઉન્ડમાં મહિલા પોલીસ સ્ટેશન પાસે બનેલા ચકચારી સામૂહિક આપઘાતના પ્રયાસ (Patan Mass Suicide Attempt)માં ઝેરી દવા ગટગટાવી લેનારા ખાખલના પરમાર પરિવારના પિતા અને 4 સંતાનોની હાલત ગંભીર બનતાં બુધવારે પાંચેય જણાને અમદાવાદ ખસેડાયા હતા.

12 વર્ષની દીકરીનું મોત

આજે ગુરુવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (ahmedabad civil hospital) સારવાર લઇ રહેલી 12 વર્ષની દીકરી ભાનુબેન પરમારનું મોત નિપજ્યું છે, જયારે પિતા અને અન્ય 3 સંતાનોની હાલત પણ અત્યંત નાજુક હોવાનું પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું. આત્મઘાતી બનાવમાં માસૂમ બાળકીનું મોત થતાં સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઇ છે.

ચારેય સંતાનો સાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયત્ન કર્યો

હારીજ તાલુકાના ખાખલ (khakhal village harij) ગામના રહેવાસી રેવાભાઈ છનાભાઈ પરમારના પત્ની આશાબહેન અને તેમની 7 વર્ષની પુત્રીને એક વર્ષ અગાઉ કચ્છનો કમલેશગીરી ગોસ્વામી નામનો શખ્સ ભગાડી (extramarital affairs case in patan) ગયો હતો. પોલીસ ફરિયાદ કરી હોવા છતાં હજી સુધી તેમની પત્નીનો કોઈ પત્તો લાગ્યો નહોતો. સોમવારે બપોરના અરસામાં તેમણે પોતાની 3 પુત્રી અને એક પુત્ર સાથે પાટણ SP કચેરી સંકુલમાં આવેલા મહિલા પોલીસ સ્ટેશન (patan women's police station)ની બાજુમાં પોતાના ચારેય સંતાનો સાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

બુધવારના વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખસેડ્યા હતા

ત્યારબાદ તેમને ધારપુર સિવિલ હોસ્પિટલ (dharpur civil hospital patan)માં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં છેલ્લા 2 દિવસ ગંભીર હાલતમાં ICUમાં સારવાર ચાલતી હતી, પરંતુ બુધવારે વધુ સારવાર માટે પિતા સહિત 4 બાળકોને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. જેમાં 2 અમદાવાદ એપોલો હોસ્પિટલ (apollo hospital ahmedabad)માં અને 3 લોકોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મૃતકની લાશને અંતિમવિધિ માટે વતન લઇ જવામાં આવી

અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન 12 વર્ષની દીકરી ભાનુબેન પરમારનું મોત નીપજયું છે. જયારે પરિવારના અન્ય 4 સભ્યોની હાલત પણ નાજુક છે. મૃતકની લાશને અંતિમવિધિ માટે પોતાના માદરે વતન ખાખલ ગામે લાવવામાં આવતા પરિવારના સગા-સબંધી અને સ્નેહીજનોમાં ઘેરો શોક છવાઈ ગયો હતો.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

આ અંગે પાટણ બી- ડિવિઝન PI (patan b- division police inspector) શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે, 12 વર્ષની બાળકી ભાનુબેનનું અમદાવાદ સિવિલ ખાતે મોત થયું છે . ગુરુવારે સવારે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ છે અને વતન ખાખલ ગામે તેની અંતિમવિધિ કરવાની છે. આ મામલે અકસ્માતે મોત નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: પાટણમાં પત્ની પરપુરુષ સાથે નાસી જતા પતિએ ચાર સંતાનો સાથે કર્યું વિષપાન

આ પણ વાંચો: College Wrestling Competition: પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુસ્તી સ્પર્ધા યોજાઈ, 128 સ્પર્ધકોએ ભાગ લીધો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.