હિમાલયા કંપનીના નામે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગના પાંચ આરોપી ઝડપાયા

author img

By

Published : May 23, 2022, 6:04 PM IST

હિમાલયા કંપનીના નામે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગના પાંચ આરોપી ઝડપાયા

હિમાલયા કંપની ફ્રેન્ચાઇઝી (Himalaya Company)આપવાના બહાને પાટણના વેપારી પાસેથી રૂપિયા 35,164ની ઓનલાઈન ઠગાઈ કરનાર(Cyber crime in Patan) આંતરરાજ્ય ગેંગના પાંચ આરોપીને પાટણ સાઇબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી લઇ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. જ્યારે અન્ય એક આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પાટણઃ હિમાલયા કંપની ફ્રેન્ચાઇઝી (Himalaya Company)આપવાના બહાને પાટણના વેપારી(Cyber crime in Patan) પાસેથી રૂપિયા 35,164ની ઓનલાઈન ઠગાઈ કરનાર આંતરરાજ્ય ગેંગના પાંચ આરોપીને પાટણ સાઇબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી લઇ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. જ્યારે અન્ય એક આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા 9000 રોકડા, મોબાઈલ ફોન, અલગ-અલગ બેંકના 12 ડેબિટ કાર્ડ,ચેકબુકો, પાસબુક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ફ્રેન્ચાઇઝી આપવાના નામે છેતરપિંડી - પાટણના વેપારી(Cyber crime in gujarat)નિરવકુમાર પ્રવીણ રાવળને અજાણ્યા શખ્સોએ ઈમેલ કરી હિમાલયા કંપનીની ફ્રેન્ચાઇઝી આપવા માટે એપ્લિકેશન ફોર્મ મોકલ્યુ હતું. જે ફોર્મ કન્ફર્મ કરી રજિસ્ટ્રેશન ફી પેટે રૂપિયા 35,164 બેંક એકાઉન્ટમાં ભરાવેલ ત્યારબાદ કંપનીની પ્રોડક્ટ બુક કરાવવા માટે વધુ 10 લાખ રૂપિયા આર.ટી.જી.એસ મારફતે ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું આથી વેપારીને શક જતાં સાઇબર ક્રાઈમ સેલ પાટણનો સંપર્ક કરી ઓનલાઇન છેતરપિંડી કરતા આ અજાણ્યા શખ્સો સામે પાટણ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ નવસારીમાં સાઇબર ક્રાઈમ કરનારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી

પાંચ શખ્સોને ઝડપી લીધા - પાટણ સાઇબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા પોલીસ અધિક્ષક વિજય પટેલના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી ઓનલાઇન છેતરપિંડીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોબાઈલ નંબરો ઇમેલ એડ્રેસ બેન્ક એકાઉન્ટનું ટેકનીકલ એનાલીસીસ કરતા આ ગુનામાં ફ્રોડમાં ગયેલ રૂપિયા સુરત ખાતે અલગ-અલગ બેન્કના એટીએમમાંથી કેશ વિડ્રો થયા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેથી સાઈબર ટીમ મે હ્યુમન તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આ ગુનામાં સંડોવાયેલ બિહારના પાંચ શખ્સોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. આરોપીઓને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ રૂપિયા 9000,અલગ-અલગ બેન્કના ડેબિટ કાર્ડ નંબર 12, મોબાઈલ નંબર 8, બેન્કની ચેક-બુક અને પાસબુક નંગ 13,અલગ અલગ કંપનીના સીમકાર્ડ નંગ 25 કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગેંગની મોડ્સ ઓપરેન્ડી - સાયબર સેલ ટીમ દ્વારા આંતરરાજ્ય ગેંગની મોડસ ઓપરેન્ડી વિશે જણાવ્યું હતું કે બિહારની આ ગેંગ દ્વારા હિમાલયા કંપનીની ડમી વેબસાઈટ બનાવી દેશના અલગ અલગ રાજ્યના લોકોને ઈમેલ કરી કંપનીની ફ્રેન્ચાઈઝી લેવા માટે જાહેરાત કરતા હતા. ત્યારબાદ રજિસ્ટ્રેશન ફી પેટે નાણાં માંગી કંપનીના બનાવટી લેટરપેડ ઉપર ફ્રેન્ચાઇઝી કન્ફર્મનો ઈમેલ કરી પ્રોડક્ટ માટે એડવાન્સમાં રૂપિયા પોતાના અન્ય મળતિયાઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરતા હતા. આ ગેંગે દેશના અલગ-અલગ સ્થળોએ આ રીતની છેતરપિંડી આચરી છે.

આ પણ વાંચોઃ રાજકોટ સાઇબર ક્રાઈમની સરાહનીય કામગીરી, એર કૂલિંગના વેપારીના રૂ. 21 લાખ પરત અપાવ્યા

પકડાયેલા આરોપીઓ - 1 મીંટુ કુમાર ઉર્ફે શિશુપાલ વિરેન્દ્ર પ્રસાદ રહે.ચાંદપુર, બિહાર, 2 નીરજ કુમાર મહેશ પ્રસાદ રહે. અહીંયાપુર, બિહાર, 3 સંગમ કુમાર ભિખારી પાસવાન રહે ભૌઆર, બિહાર, 4 લલ્લુ કુમાર જોગિન્દર જમાદાર રહે સીરસિયા, બિહાર, 5 સુખવિંદર કુમાર સુરેન્દ્ર જમાદાર રહે.સીરસિયા, બિહાર જ્યારે ફરાર ગૌતમ કુમાર રહે. કલકત્તાવાળાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.