Corona death in Patan : પાટણ જિલ્લામાં કોરોનાના મૃત્યુ પરિવારોને સહાય ચૂકવાઇ

author img

By

Published : Nov 30, 2021, 1:49 PM IST

Corona death in Patan : પાટણ જિલ્લામાં 77 કોરોનાના મૃત્યુ પરિવારોને સહાય ચૂકવાઇ

કોરોના મહામારી(corona update in gujarat) દરમિયાન મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સરકારી સહાય આપવા બાબતે પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સહાય ફોર્મ(Corona Death Assistance Form) વિતરણ કર્યા બાદ 77 લાભાર્થીઓને 38 લાખ 50 હજારની રકમ મૃતકના(Corona death in Patan) પરિવારજનોના ખાતામાં DFB મારફતે ચૂકવવામાં આવી છે.

  • પાટણમાં કોરોનાથી મૃત્યુ પામનારના સ્વજનોને સહાય ચૂકવાઈ
  • પાટણ આરોગ્ય વિભાગે 128 મૃતકોની યાદી વહીવટી તંત્રને આપી
  • વહીવટી તંત્ર દ્વારા 77 મૃતકોના લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં સહાયની રકમ ચૂકવાઈ
  • કોરોના મૃતક પરિવારોને 38,50000 હજારની સહાય ચૂકવાઈ

પાટણઃ વૈશ્વિક કોરોના(corona update in world) મહામારીમા સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કેટલાય લોકો મોતને ભેટ્યા હતા. આવા મૃતકોના પરિવારજનોને સહાય આપવા માટે સરકાર દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પાટણ જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલાઓના પરિવારજનોને સહાય(Corona Death Assistance Form) આપવા માટેના સહાય ફોર્મ વિતરણ પાટણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ(disaster management in gujarat) દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ(ministry of health in gujarat) દ્વારા 128 મૃતકોની યાદી તૈયાર કરીને વહીવટીતંત્રને આપવામાં આવી છે. જે અંતર્ગત 77 અરજદારોને 38,50,000 સહાયની રકમ પાટણ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે.

Corona death in Patan : પાટણ જિલ્લામાં 77 કોરોનાના મૃત્યુ પરિવારોને સહાય ચૂકવાઇ

રજાના દિવસોમાં પણ તિજોરી કચેરી ચાલુ રાખી સહાય ચૂકવાઈ

આ અંગે અધિક નિવાસી કલેકટર એનડી પરમારે જણાવ્યું હતું કે, કોરોનાથી મૃત્યુ(Corona death in Patan) પામેલાઓના પરીવારને સમયસર સહાયની રકમ મળી રહે તે માટે પાટણ વહીવટીતંત્ર(administration in gujarat) દ્વારા રજાના દિવસોમાં પણ ડિઝાસ્ટર વિભાગની કચેરી અને તિજોરી કચેરી ચાલુ રાખીને કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય ચૂકવવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બાકી રહી ગયેલા લાભાર્થીઓને તેમના વારસદારોની સંમતિ મેળવી સહાય ચૂકવવામાં આવશે.

આ પણ વાંચોઃ Death of Corona in Gujarat : કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય ફોર્મ અપાયા

આ પણ વાંચોઃ પાટણ તાલુકાના હાજીપૂર ગામની યુવતીએ ઈન્ટરનેશનલ મેરેથોન દોડમાં ડંકો વગાડ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.