હારિજમાં કિશોરી પર અત્યાચાર ગુજારનાર 23 આરોપી જેલમાં ધકેલવાયા, તો શારીરિક સંબંધ બાંધનાર કિશોર સામે પણ ફરીયાદ

author img

By

Published : Nov 14, 2021, 4:25 PM IST

હારિજમાં કિશોરી પર અત્યાચાર ગુજારનાર 23 આરોપી જેલમાં ધકેલવાયા, તો શારીરિક સંબંધ બાંધનાર કિશોર સામે પણ ફરીયાદ

પાટણ જિલ્લાના હારિજ ખાતે વાદી વસાહતમાં રહેતી સગીર વયની કિશોરી પ્રેમી સાથે ભાગી ગયા બાદ બંનેને પકડી પાઠ ભણાવવામાં આવ્યો હતો. કિશોરીનું મોઢું કાળું કરી મુંડન કરી વાદી વસાહતમાં સરઘસ સ્વરૂપે ફેરવી કિશોરીના સગાઈ કરેલા યુવાન સાથે બાળ લગ્ન (Child marriage) કરાવવા તેમજ પ્રેમીએ કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધતા આ ચકચારી બનાવમાં પોલીસે બે અલગ અલગ ફરિયાદો નોંધી હતી. સાથે જ આ શરમજનક ઘટનાને અંજામ આપનાર વાદી સમાજના 35 શખ્સો પૈકી ૨૩ની અટકાયત કરી છે. જ્યારે કિશોરીને ધારપુર મેડિકલ કોલેજ ખાતે મેડીકલ પરિક્ષણ બાદ વન સ્ટોપ સેન્ટર ખાતે મૂકવામાં આવી છે. તો આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના જામીન નામંજૂર કરી સબ જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે.

  • હારિજમાં કિશોરી સાથેના અઘટિત વર્તનના ઘેરા પ્રત્યાઘાતો પડયા
  • સમાજના લોકોએ બાળ લગ્ન કરાવ્યા
  • 35 સામે ફરિયાદ નોંધી 23ની અટકાયત કરી

હારીજ: વાદી વસાહતમાં કિશોરી સાથે અઘટિત વર્તન કર્યાનો વિડીયો વાયરલ થતાં ભારે ખળભળાટ સાથે તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા અને જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા કલેકટર સહિત પોલીસ અને વહીવટી તંત્ર મોડી રાત્રે હારીજની વાદી વસાહતમાં દોડી ગયા હતા. પોલીસે અત્યાચારનો ભોગ બનેલ કિશોરી તથા આ શરમજનક ઘટનાને અંજામ આપનાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પાલનપુર ખાતે એક કાર્યક્રમમાં આવેલા મહિલા અને બાળ કલ્યાણ (Child marriage) પ્રધાન મનિષાબેન વકીલને હારીજની કિશોરી ઉપર થયેલા અત્યાચાર અંગેની જાણ થતાં પીડિતાને મળવા સીધા પાટણની ધારપુર હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં તેઓએ પીડિતા સાથે લંબાણપૂર્વક ચર્ચા કરી તેને સાંત્વના આપી હતી.

હારિજમાં કિશોરી પર અત્યાચાર ગુજારનાર 23 આરોપી જેલમાં ધકેલવાયા

ડાકોર ખાતે લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો

ઘટસ્ફોટ થયો હતો કે કિશોરીને તેનો પ્રેમી દિવાળી સમય ભગાડી ગયો હતો અને ડાકોર ખાતે લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. બંને ડાકોર હોવાની જાણ થતાં સમાજના શખ્સોએ બંનેને પકડી પરત હારીજ વાદી વસાહતમાં લાવ્યા હતા. સમાજના આગેવાનોએ કડકમાં કડક સજા આપવાનો નિર્ણય કરી બંનેના સરઘસ કાઢી કિશોરીના સગાઈ કરેલા યુવક સાથે બાળ લગ્ન કરાવ્યા હતા.

હારિજમાં કિશોરી પર અત્યાચાર ગુજારનાર 23 આરોપી જેલમાં ધકેલવાયા
હારિજમાં કિશોરી પર અત્યાચાર ગુજારનાર 23 આરોપી જેલમાં ધકેલવાયા

હારીજ પોલીસ મથકે બે અલગ અલગ ફરિયાદો નોંધાઇ

આ સમગ્ર હકીકતથી ચોંકી ઉઠેલા પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓએ કિશોરીની પૂછપરછ કરી તેનું નિવેદન લઇ બે અલગ અલગ પોલીસ ફરિયાદો નોંધી હતી. જેમાં કિશોરી ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવાના 35 આરોપી સામે ગુનો નોંધી 23ની અટકાયત કરી હતી જ્યારે અન્યોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પકડેલા 23 આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના જામીન નામંજૂર કરી સબ જેલમાં ધકેલવામાં (23 accused jailed for torturing teenager in Harij ) આવ્યા છે.

હારિજમાં કિશોરી પર અત્યાચાર ગુજારનાર 23 આરોપી જેલમાં ધકેલવાયા
હારિજમાં કિશોરી પર અત્યાચાર ગુજારનાર 23 આરોપી જેલમાં ધકેલવાયા

કોર્ટના હુકમ બાદ કિશોરીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવશે: PI વસાવા

પોસ્કો અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા સહિત વિવિધ કલમો હેઠળ બે અલગ અલગ ફરિયાદો નોંધી હારીજ પીઆઈ એસ.આર.ચૌધરી અને ચાણસ્મા પીઆઇ વસાવાએ તપાસનો દોર શરૂ કર્યો છે. પોક્સોની ક્રોસ તપાસ ચાણસ્મા પીઆઇ વસાવાને સોંપવામાં આવી છે. આ બાબતે ચાણસ્મા પી.આઈ વસાવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કિશોરીને પાટણની ધારપુર મેડિકલ કોલેજ ખાતે મેડીકલ પરિક્ષણ બાદ વન સ્ટોપ સખી સેન્ટર ખાતે મુકવામાં આવી છે અને કોર્ટના હુકમ બાદ પાલનપુર અથવા મહેસાણા ખાતેના નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવશે.

આ પણ વાંચો: પાટણના હારીજમાં યુવતીને તાલિબાની સજા મામલે પોલીસે કરી 17ની અટકાયત

આ પણ વાંચો: પાંટણના હારિજમાં લૂંટારુંઓનો આતંક, 5 બુકાનીધારીઓએ આંગડિયા પેઢીમાંથી 7 લાખ રૂપિયાની લૂંટ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.