Yoga Dialogue and Reunion Program: ગોધરા ખાતે રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Nov 28, 2021, 11:44 AM IST

Yoga Dialogue and Reunion Program: ગોધરા ખાતે રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાના રામનગર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે શનિવારે ગુજરાત રાજ્ય યોગબોર્ડ (By State Yoga Board) દ્વારા યોગ સંવાદ સાથે સ્નેહમિલન (Reunion with yoga dialogue) કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં યોગ ગુરુઓ અને યોગ સાથે સંકળાયેલા વિવધ સંસ્થાના લોકો હાજર રહ્યા હતા. જેમાં યોગ નૃત્ય વિવધ પ્રકારના યોગ નિદર્શન કરવામાં આવ્યા હતાં.

  • દેશને સુપર પાવર બનાવવા માટે દરેકને યોગ કરી ફિટ રહેવું જરૂરી
  • મોટી સંખ્યામાં યોગ ગુરુઓ અને યોગ સાથે સંકળાયેલા લોકો હાજર રહ્યા
  • ખુરશીમાં બેસીને કંટાળેલા લોકોને યોગના અંશો કરાવી ઉત્સાહી કાર્યો

પંચમહાલ: યોગ સંવાદ સાથે સ્નેહમિલ (Reunion with yoga dialogue) કાર્યક્રમમાં યોગસેવક શીશપાલજીએ જણાવ્યું હતું કે, આજે ઘરે ઘરે ડાયાબિટીસ, બીપી અને માનસિક રોગનો સામનો લોકો કરી રહ્યા છે. આ તમામ રોગોનું મૂળ કારણ આપણી જીવન શૈલી છે .હાલની દોડધામ વાળી જિંદગીમાં લોકો પોતાના શરીરની કાળજી લેવાનું ભૂલી ગયા છે, જેમાં અનિયમિત આહાર-વિહાર અને આરામ એ નિરોગી રહેવા માટે મુખ્ય ભાગ ભજવે છે .જો વ્યક્તિ દિવસના ફક્ત 25 જેટલા સૂર્યનમસ્કાર કરે તો આજીવન તેં નિરોગી રહી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણી પાસે આ વર્ષો જુનું એક યોગનું ઘરેણું છે જેનો આપણે ઉપયોગ કરવો જોઈએ. આપણા વડાપ્રધાન પણ યોગને વિશ્વ ફલક સુધી લઈ ગયા અને 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની (World Yoga Day) ઉજવણી ઇસ્લામિક દેશો સહિતના અન્ય દેશો કરી રહ્યા છે.

શીશપાલજીએ પ્રવચનનો પ્રારંભ પણ યોગથી કર્યો

આખા ભારતમાં ખાલી ગુજરાત જ એક એવું રાજ્ય છે કે, જેમાં એક અલગ થી રાજ્યના લોકો નિરોગી રહે તે હેતુથી યોગ બોર્ડની રચના કરવમાં આવી છે.જેમાં લોકો જે લોકો યોગ ની તાલીમ લઈ રહ્યા છે તેઓ પોતના સ્વાસ્થ્યને તો નિરોગી બનાવી રહ્યા છે પરંતુ યોગ ટ્રેનર બન્યા બાદ સરકાર દ્વારા તેમને માસિક 3000 હજાર નું વેતન અન્ય લોકોને જો શીખવાડે તો આપવામાં આવે છે. શીશપાલજી એ પોતાના પ્રવચનનો પ્રારંભ પણ યોગથી કર્યો હતો. ખુરશીમાં બેસીને કંટાળેલા લોકોને વિવિધ યોગના અંશો કરાવી ઉત્સાહી કર્યા હતા .

આ પણ વાંચો: પોરબંદરમાં યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

મોટી સંખ્યામાં યોગપ્રિય જનતા હાજર રહી
આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન ભાઈ પટેલ, ગોધરા ધારાસભ્ય સી.કે રાઉલજી, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કાલોલ નગર પાલિકાના પ્રમુખ શેફાલી બેન, ગોવિંદ ગુરુ યુનિના કુલપતિ પ્રતાપસિંહ, વૈષ્ણવ આચાર્ય પંકજકુમારજી, રામજી મન્દિર છબનપુરના મહંત તેમજ આર્ટ ઓફ લિવિંગના સદશ્યો, પતંજલિ યોગ કેન્દ્રના યોગાચાર્યો સહિત મોટી સંખ્યામાં યોગપ્રિય જનતા હાજર રહી હતી. યોગ સંવાદ અને સ્નેહમિલનના કાર્યક્રમના અંતે સૌએ ભોજન સાથે લીધું હતું.

આ પણ વાંચો: જૂનાગઢ: કૃષિ યુનિવર્સિટીમાં શાળા કક્ષાની યોગ સ્પર્ધા યોજાઇ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.