સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં 500 કરોડના કૌભાંડનો આક્ષેપ, કલેક્ટર કહ્યું તપાસ કરાવીશું

author img

By

Published : Dec 29, 2022, 10:30 PM IST

સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં 500 કરોડના કૌભાંડનો આક્ષેપ, કલેક્ટર કહ્યું તપાસ કરાવીશું

પંચમહાલની સબ રજીસ્ટ્રાર ઓફિસોમાં 500 કરોડની સ્ટેમ્પ ડયુટી ચોરીનું (Panchmahal Stamp duty evasion scam) કૌભાંડ થયાની અરજી વાયરલ થઈ છે. હાલોલ સબ રજીસ્ટ્રાર, IR ગોધરા તેમજ સ્ટેમ્પ ડયુટી કલેકટરની સંડોવણીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. (Sub Registrar offices Theft in Panchmahal)

સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં 500 કરોડના કૌભાંડનો આક્ષેપ

પંચમહાલ : હાલોલ સહિત પંચમહાલ જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીઓ તેમજ સ્ટેમ્પ ડયુટી કચેરીની મીલીભગતથી જિલ્લામાં 500 કરોડ રૂપીયાની સ્ટેમ્પ ડયુટીની ચોરી કરીને ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સામે (Panchmahal Stamp duty evasion scam)આવ્યા છે. જેને લઈને લેખિત રજુઆત હાલોલના નાગરીકે મુખ્યપ્રધાન, નોંધણી નીરીક્ષક કચેરી સહીતનાઓને કરતાં પંચમહાલ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. (Sub Registrar offices Theft in Panchmahal)

શું કર્યા આક્ષેપ હાલોલ નાગરીકે લેખીતમાં આક્ષેપ કર્યા કે, હાલોલની એક કંપનીની હરાજીમાં 25 કરોડ કિમંત હતી. જંત્રી મુજબ 4.50 કરોડની રકમ થયા છે. તો આ વેચાણ દસ્તાવેજોમા હાલોલના સબ રજીસ્ટ્રાર તુલસીદાસ.પી. મારકના, તેમના ઉપરી અધિકારી IR હઠીલા તેમજ સ્ટેમ્પ ડયુટી કલેકટર અમીતા ડાભીનાઓ મળીને કંપનીને ફાયદો કરાવ્યો હોવાનો આક્ષેપ કર્યા છે. હરાજીની રકમના બદલે જંત્રીની રકમ બતાવીને 22 લાખ જેટલી સ્ટેમ્પ ડયુટી ભરીને કંપનીને સરકારને નુકસાન કરાવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. (500 crore stamp duty evasion)

આ પણ વાંચો તસ્કરોને પકડવા પોલીસે કમર કસી, 21 બાઈક ચોરીનો ઉકેલાયો ભેદ

એક દસ્તાવેજના 5 હજાર લેતા વધુમાં લેખીત આક્ષેપ કરવામાં આવ્યા કે, સરકારે ખુલ્લા પ્લોટના વેચાણ સંદર્ભે GR બહાર પાડયો હતો. તેમ છતાં સ્ટેમ્પ ડયુટીની ચોરી કરવા બિલ્ડરો સ્થળ પર મકાન બાંધી ઓપન પ્લોટનો દસ્તાવેજો કરતા હતા. આવા દસ્તાવેજો કરવાના હાલોલ સબ રજીસ્ટ્રાર એક દસ્તાવેજના 5 હજાર લેતા હોવાનો આક્ષેપ કરાયો હતો. હાલોલમાં આવા એક વર્ષ સુધી દસ્તાવેજો થયા હતા. જે સર્વર ડેટા ચેક કરવાથી મળી શકે તેમ છે. જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં રજીસ્ટ્રર બાનાખાત કર્યા બાદ સોદો કેન્સલ થતો હોય તો એક ટકા પ્રમાણે રજીસ્ટ્રી ફી ભરવાની હોય છે. (stamp duty evasion Application in Panchmahal)

પુરાવા સહિતની અરજી વાયરલ વધુમાં આક્ષેપ કર્યા છે કે, આવા બાનાખાતા રદ સોદામાં હાલોલ સહીત જિલ્લાની ઓફિસોમાં લાંચ લઇને લખી આપનારનો બાનાખાત ફક્ત 300 રજીસ્ટ્રેશન ફી લઇને કેન્સલ કરી આપતા હોવાનો આક્ષેપ લેખિત રજુઆતમાં કર્યો છે. હાલોલના સબ રજીસ્ટ્રારે તુલસીદાસ પી.મારકણાએ ભ્રષ્ટાચાર કરીને કરોડોની સંપતિ વસાવી હોવાનો આક્ષેપ કરીને પુરાવા સહિતની અરજી હાલ વાયરલ થઈ છે. (Halol Written representation of stamp duty evasion)

આ પણ વાંચો એક જ રાતમાં 3 ચોરીઃ સાબરકાંઠામાં ATM તોડ ચોર ટોળકી શક્રિય

જિલ્લા કલેકટરે આ અંગે શું કહ્યું આ કૌભાંડને લઈને પંચમહાલમાં સરકારી કચેરીઓમાં ભારે ચર્ચાઓમાં જોર પકડયું છે. જોકે આ અરજી ખોટનામથી કરવામાં આવી હોવાનું અનુમાન માનવામાં પણ આવી રહ્યું છે. જે અધિકારીઓના નામ આ કૌભાંડમાં છે તેમની બદલી થોડા સમય અગાઉ થઈ ચૂકી છે. આ અંગે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, જિલ્લામાં સ્ટેમ્પ ડયુટીની 500 કરોડની ચોરી થઇ હોવાની રજુઆત મળી છે. જિલ્લાની કચેરીઓમાંથી બાનાખાતા રજીસ્ટ્રેશન, વેચાણ દસ્તાવેજો સહીતની ચકાસણી કરવા ટીમ બનાવવામાં આવશે. જો તપાસમાં કોઇ કસુરવાર નીકળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. (Panchmahal District Collector)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.