Gujarat Riots કાલોલ 2002 કોમી રમખાણ કેસનો આખરે આવ્યો નિવેડો, કોર્ટે 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

Gujarat Riots કાલોલ 2002 કોમી રમખાણ કેસનો આખરે આવ્યો નિવેડો, કોર્ટે 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
વર્ષ 2002માં ગુજરાતમાં રમખાણો (2002 Gujarat Riots) ફાટી નીકળ્યા હતા. આ પેૈકી પંચમહાલના કાલોલમાં પણ કોમી રમખાણો (Kalol Communal Riots Case 2002) થયા હતા. ત્યારે હવે કાલોલ સેશન્સ કોર્ટે આ રમખાણોના 22 આરોપીઓને નિર્દોષ જાહેર (Kalol Sessions Court Acquitted) કર્યા હતા.
પંચમહાલઃ વર્ષ 2002ના રમખાણ કાંડના કેસનો આખરે નિવેડો આવ્યો છે. કાલોલ તાલુકાના દેલોલ ગામનો આ રમખાણોનો આજ દિન સુધી ચાલ્યો હતો. ત્યારે હાલોલ સેશન્સ કોર્ટે આ કેસના 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારે વર્ષ 2002 પછી આજ દિન સુધી કોર્ટ ટ્રાયલના ચુકાદા દરમિયાન 22 આરોપીઓ પૈકી 8 આરોપીઓના મૃત્યુ પણ થઈ ગયા છે. જ્યારે 14 આરોપીઓ હાલ મોજૂદ છે.
આ પણ વાંચો Gujarat High court Judgement : ફેમિલી કોર્ટના હુકમ સામે 90 દિવસમાં કરેલી અપીલ માન્ય ગણાશે
21 વર્ષે નિર્દોષ જાહેર ગુજરાતમાં વર્ષ 2002 દરમ્યાન ફાટી નીકળેલા કોમી રમખાણોના અનેક કિસ્સાઓ પૈકી કાલોલ તાલુકાના દેલોલ ગામના કોમી રમખાણો પણ જાણીતા થયા હતા. આ રમખાણ કાંડના 22 આરોપીઓ અંગે સેશન્સ કોર્ટમાં 21 વર્ષ સુધી ન્યાયિક લડત ચાલી હતી. ત્યારે આ લડતનો મંગળવારે અંત આવતા કોર્ટે 22 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાનો ચુકાદો આપ્યો હતો. તેના કારણે આરોપીઓના પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી.
કાલોલમાં થયા હતા રમખાણોઃ વર્ષ 2002માં થયેલા ગોધરા કાંડ બાદ કોમી રમખાણોની આગના તણખલાં કાલોલમાં પણ પહોંચ્યા હતા. તે સમયે કાલોલના દેલોલ ગામમાં પણ કોમી રખાણો ફાટી નીકળ્યા હતા. તેના કારણે લઘુમતી સમાજના 17 જેટલા લોકો ગુમ હોવા અંગે લોકોના ટોળા હથિયારો સાથે અહીં ધસી આવ્યા હતા. તેમણે અહીં મારામારી કરી આગ ચાંપી હોવાના આક્ષેપો સાથે દેલોલ-રામનાથ ગામના 20 લોકો સામે નામજોગ 100-1500 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી
કોર્ટે આપ્યો ચુકાદો આ ફરિયાદને આધારે પાછલા 21 વર્ષો સુધી ચાલેલી ન્યાયિક લડત, ન્યાયિક તપાસ, પુરાવાઓની ચકાસણી અને કેસની લડત લડતા વકિલોની તાર્કિક દલીલોને ગ્રાહ્ય રાખીને તારીખ 24 જાન્યુઆરીએ (મંગળવારે) પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના દેલોલ ગામના 2002માં ગોધરા ટ્રેન હત્યાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણના કેસ અંગે હાલોલ એડિશનલ ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ ફાસ્ટેક કોર્ટના જજે ચુકાદો આપતા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
નિર્દોષ જાહેર થયેલા લોકોઃ મુકેશ રાઠોડ, જોગા લુહાર (અવસાન થયું), બુધા કેશરીસિંહ રાઠોડ (અવસાન થયું), ઝાલા તલાટી, અશોક સી પટેલ, દિલીપ ભટ્ટ, નિરવકુમાર જી પટેલ, અક્ષય શાહ, પ્રદિપ ગોહિલ (અવસાન થયું), દિલીપ ગોહિલ, કિરીટ જોશી, જિતેન્દ્ર શાહ (અવસાન થયું), કિલ્લો જાની, નસીબદાર બી. રાઠોડ, અલ્કેશ મુખયાજી, એસ. કુમાર (અવસાન થયું), પ્રકાશ શાહ (અવસાન થયું), નરેન્દ્ર કાછિયા, જેણા રાઠોડ, સુરેશ પટેલ, યોગેશ પટેલ, ડાહ્યા પટેલ (અવસાન થયું).
