Complaint Against Former Collector : વાડે ગળ્યાં ચીભડાં જેવી વાત, પૂર્વ કલેકટરે બોગસ ખેડૂતોને છાવર્યાં

author img

By

Published : Apr 22, 2022, 9:29 PM IST

Complaint Against Former Collector : વાડે ગળ્યાં ચીભડાં જેવી વાત, પૂર્વ કલેકટરે બોગસ ખેડૂતોને છાવર્યાં

પંચમહાલ જિલ્લાના પૂર્વ કલેકટર અને હાલ નિવૃત એસ. કે. લાંગા (Former Collector of Panchmahal S. K. Langa ) સામે પોતાની સત્તાનો દૂરુપયોગ કરવા મુદ્દે ફરિયાદ (Complaint Against Former Collector ) થઇ છે. સમગ્ર મામલાને લઈને કલેકટર કચેરી સહિત શહેરના ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

પંચમહાલ : જિલ્લાના પૂર્વ કલેકટર અને હાલ નિવૃત એસ. કે. લાંગા (Former Collector of Panchmahal S. K. Langa ) સામે પોતાની સત્તાનો દૂરુપયોગ કરવા મુદ્દે (Complaint Against Former Collector ) ફરિયાદ થઇ છે. જે ખેડૂત નહોતા તેઓને ખેડૂત બતાવવા એસડીએમ પાસેથી સત્તા લઇ પીક એન્ડ ચૂઝ કરવા મામલે પંચમહાલના હાલના અધિક કલેક્ટર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જે મામલે હાલ ગોધરા ડીવાયએસપીએ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલાને લઈને કલેકટર કચેરી સહિત શહેરના ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

બોગસ ખેડૂતોને બચાવ્યાંનો આરોપ- જિલ્લાના તત્કાલીન કલેકટર એસ.કે.લાંગા દ્વારા 30.4.17 થી 8.04.18 ના સમયગાળા દરમિયાન ગોધરાના બોગસ ખેડૂતોને ખેડૂત તરીકે કાયમ (Case of bogus farmers in Panchmahal) રાખી સરકારી કાર્યવાહીથી બચાવ્યા હોવાનો ફરિયાદમાં (Complaint Against Former Collector )ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ગોધરાના શીલાબેન મંગલાણી, રોહિત લુહાણા અને ધનવતીબેન ચુનીલાલ ધારશિયાણી દ્વારા હરાજીની જમીન પોતે ખેડૂત હોવાના બોગસ પુરાવા રજૂ કરી મેળવેલા. આ બાબતે કલેકટર (Former Collector of Panchmahal S. K. Langa ) જાણતાં હોવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરી તત્કાલની sdm અને મામલતદાર દ્વારા જે તપાસ ચાલી રહી હતી તે તપાસ પોતાના હાથમાં લઈ બિનખેડૂતને ખેડૂત હોવા મામલે સમર્થન આપતો રિપોર્ટ કર્યો હતો.

ખોટા પરિપત્ર પણ કર્યાં - તત્કાલીન કલેકટર એસ.કે.લાંગા (Former Collector of Panchmahal S. K. Langa ) દ્વારા પિક એન્ડ ચૂઝ પદ્ધતિ અપનાવી પોતાની રીતે ખોટા પરિપત્ર કરી જમીનને સરકાર ખાલસા ન કરે તેમજ સરકારી કાર્યવાહીથી બચાવવા પોતાની સત્તાનો દુરુપયોગ કરી ખોટું લખાણ કરી બોગસ ખેડૂતોને (Case of bogus farmers in Panchmahal) લાભ થાય તેવી કાર્યવાહી કરી હતી. સમગ્ર મામલે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે હાલના અધિક કલેકટર એમ ડી ચૂડાસમાએ લેખિતમાં પોલીસ ફરિયાદ (Complaint Against Former Collector )આપતા પોલીસે તત્કાલીન કલેકટર સામે આઇપીસી કલમ 217 અને 218 મુજબ ગુનો (Sections 217 and 218 of the IPC) નોંધ્યો છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં 4 લોકોનો આત્મવિલોપનનો પ્રયાસ, વલ્લભપુરના ગૌચરમાં ખોદકામ અટકાવવા માગ

મામલો બન્યો ટોક ઓફ ધ ટાઉન -પૂર્વ કલેકટર (Former Collector of Panchmahal S. K. Langa ) સામે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બનવાની સાથે રાજ્યભરના ઉચ્ચ અધિકારીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે તાત્કાલીન કલેક્ટર એસ. કે. લાંગા પંચમહાલથી બદલી થઇ ગાંધીનગર કલેક્ટર તરીકે ફરજ બજાવ્યા બાદ વય નિવૃત થઇ ગયાં છે. ત્યારે જોવાનું એ રહે છે કે આટલા મોટા અધિકારી જેઓને ન્યાય આપવા માટેનો હોદ્દો મળેલ એ પોતે જ અન્યાય કરે તો વાડે ગળ્યાં ચીભડાં જેવી વાતના આ કિસ્સામા (Complaint Against Former Collector )વધુ શું અપડેટ આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ Fake Passport Case Ahmedabad: બોગસ પાસપોર્ટ મામલે રાજકોટ SRPના DySPની પુત્રી સામે નોંધાઈ ફરિયાદ

અટકાયતના ચક્રો ગતિમાન - પોલીસ દ્વારા સમગ્ર મામલે ડીવાયએસપી કક્ષાના અધિકારીને સમગ્ર મામલાની તપાસ સોંપી છે. ત્યારે હવે પોલીસ આ સમગ્ર (Case of bogus farmers in Panchmahal) પ્રકરણમાં સામેલ તત્કાલીન કલેકટર (Complaint Against Former Collector )સહિત આ ગુનામાં સામેલ જમીન માલિકોના જવાબો લેવા માટેની તેમજ તત્કાલીન કલેકટરની (Former Collector of Panchmahal S. K. Langa ) અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.