ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડના વધુ એક આરોપીને મળી જન્મ ટીપ

author img

By

Published : Jul 3, 2022, 12:58 PM IST

ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડના વધુ એક આરોપીને મળી જન્મ ટીપ

ગોધરા રેલવે ટ્રેન હત્યાકાંડના (Godhra railway train massacre) ગુનાના મુખ્ય આરોપી પૈકી એક રફીક હુસેન ભટુકને ફેબ્રુઆરી 2021 માં ગોધરા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી સામે ગોધરા સ્પેશિયલ સેશન્સ કોર્ટમાં કેસ ચાલતો હતો. 19 વર્ષ બાદ તેની સામે ચોક્કસ પુરાવા મળતા કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે

ગોધરા: ગોધરા રેલવે ટ્રેન હત્યાકાંડના ગુન્હાના આરોપીને પંચમહાલ પોલીસ તેમજ સ્પેશિયલ ટીમ દ્વારા ફેબ્રુઆરી 2021 માં ગોધરા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીને સાબરમતી જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. આરોપી સામે તા.12 મે 2021ના રોજ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને સ્પેશિયલ સેશન્સ કોર્ટમાં તા.17 જુલાઇ 2021થી કેસ ચાલુ થયો હતો. આ કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.

આ પણ વાંચો: Corona Update in Gujarat : નવા કેસોની રોકેટગતિ, અમદાવાદમાં 229 પોઝિટિવ કેસ સહિત જાણો રાજ્યની સ્થિતિ

જન્મટીપની સજા ફટકારવામાં આવી: ગોધરા રેલવે ટ્રેન હત્યાકાંડનાં આરોપી રફીક હુસેન ભટુકની પંચમહાલ પોલીસ તેમજ SOG (Special Operations Group) દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૧માં ગોધરા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.ત્યારબાદ આરોપી ને સાબરમતી જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.જે આરોપી સામે ગોધરા સ્પેશિયલ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.જેમાં પંચમહાલ પોલીસ (Panchmahal Police) તેમજ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા 19 વર્ષ બાદ આરોપી સામે જરૂરી ચોક્કસ પુરાવા તેમજ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.જે અંગે આજ રોજ ગોધરાની સ્પેશિયલ કોર્ટનાં સેશન્સ જજ દ્વારા આરોપી રફીક હુસેન ભટુકને જન્મટીપની સજા ફટકારવામાં આવી છે. આ કેસ સ્પેશિયલ સરકારી વકીલ આર.સી.કોડેકર દ્વારા ચલાવવામાં આવ્યો હતો. આ કેસના તપાસ અધિકારી આર.એમ.પટેલ હતા. આ ઉપરાંત આરોપી રફીક હુસેન ભટુક ગુન્હો કર્યા બાદ અલગ- અલગ શહેરોમાં ચોકીદાર,ફેરિયો બની ને ભાગતો ફરતો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.