ગોધરામાં અસામાજિક તત્વોએ શાંતિ ડહોળવાનો કર્યો પ્રયાસ

author img

By

Published : Dec 26, 2022, 12:31 PM IST

ગોધરામાં અસામાજિક તત્વોએ શાંતિ ડહોળવાનો કર્યો પ્રયાસ

પંચમહાલના ગોધરામાં અસામાજિક તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ (Anti Social Elements violate harmony peace) કર્યો હતો. અહીં રવિ કોર્પોરેશન વિસ્તારમાં કોઈ રાત્રના સમયે શંકાસ્પદ વસ્તુઓ ફેંકીને જતા રહ્યા હતા. ત્યારે આ મામલે પોલીસે (Panchmahal A Division Police) તપાસ શરૂ કરી છે.

માહોલ બગાડવાનો પ્રયાસ

પંચમહાલ જિલ્લાના ગોધરામાં અસામાજિક તત્વોએ શાંતિને ડહોળવાનો (Anti Social Elements violate harmony peace) પ્રયાસ કર્યો હતો. અહીં રવિ કોર્પોરેશન પાસેના વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો શંકાસ્પદ વસ્તુનો જથ્થો નાખી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસને (Panchmahal A Division Police) આ બાબતની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

ધરાવતા વિસ્તારમાં જ દુષ્કૃત્ય ગોધરા નામ ગૌધરા પરથી પાડવામાં આવ્યું છે. આ ભૂમિ પર રજવાડાં સમયમાં ગાયોને ચરાવવા માટેની જગ્યા ફાળવવામાં આવી હતી. આ ગોધરામાં કોઈને કોઈ અસામાજિક તત્વો (anti social elements in Panchmahal) કોઈના કોઈ બહાને વૈમનશ્ય ફેલાવવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે. જ્યારે ટ્રાફિકથી ભરચક રહેતા વિસ્તારમાં રાત્રિ દરમિયાન શંકાસ્પદ વસ્તુનો જથ્થો અસામાજિક તત્વો (Anti Social Elements violate harmony peace) ફેંકી ગયા હતા.

માહોલ બગાડવાનો પ્રયાસ આ સાથે જ માહોલ ભડકાવવા માટે શંકાસ્પદ વસ્તુનો જથ્થો ફેંક્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે આ મામલે એ ડિવિઝન પોલીસે (Panchmahal A Division Police) તપાસ શરૂ કરી છે. જિલ્લાના મુખ્યમથક ગોધરા ખાતે ઘણા એવા ગેરકાયદેસર ચાલતા કતલખાના પર ભૂતકાળમાં પોલીસે (Panchmahal A Division Police)દરોડા પાડી કાર્યવાહી કરી હતી. રોજેરોજ પોલીસ દ્વારા કતલના ઈરાદે લઈ જવાતા પશુઓને પકડી પાડી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવે છે, પરંતુ કોઈક આવા અસામાજિક તત્વો (anti social elements in Panchmahal) ગોધરાની શાંતિને ડોહળવાનો પ્રયત્ન કરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે.

પોલીસ તપાસ ચાલુંઃ આ અંગે જ્યારે જે તે વિસ્તારના પોલીસ અધિકારીને જાણ કરવામાં આવી ત્યારે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શંકાસ્પદ રીતે મળી આવેલા જથ્થાના કેસમાં તપાસ ચાલું છે. આ વિસ્તારના સીસીટીવી અંગે પણ તપાસ ચાલું છે. આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. જે કોઈ આરોપી ઝડપાશે એની સામે કાયદેસરની કાર્યવાહી થશે. જોકે, હકીકત એવી પણ છે કે, આ પહેલા પણ ઘણી વખત જે તે વિસ્તારમાંથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવતા પોલીસ યુદ્ધના ધોરણએ દોડી ગઈ હતી. જોકે, કેસ સાથે સંબંધીત સવાલ એ છે કે, આ વસ્તુ ક્યાંથી આવી અને કોણ અહીં સુધી લાવ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.