Abandoned Newborn in Panchmahal: પંચમહાલના હાલોલમાં ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી આવ્યું

author img

By

Published : Apr 7, 2022, 1:22 PM IST

Abandoned Newborn in Panchmahal: પંચમહાલના હાલોલમાં ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું

પંચમહાલ જિલ્લાના હાલોલમાં ગટરમાં નવજાત (Abandoned Newborn in Panchmahal)બાળકને ત્યજી દેવામાં આવ્યું છે. ખુલ્લી ગટરમાં ઉગેલ ઝાડી ઝાંખરાવાળી જગ્યાએ કોઈ એક નવજાતને ત્યજીને નાસી ગયું હતું. બાળકનો રડવાનો આવજ આવતા આજુ બાજુના લોકોને જાણ થતા તાત્કાલિક પોલીસ અને 108ને કોલ કરી જાણ કરી હતી. હાલ બાળકની હાલત સારી હોવાનું જાણવા મળ્યું છે.

પંચમહાલ: જિલ્લાના હાલોલમાં નવજાત બાળકને ગટરમાં (Abandoned Newborn in Panchmahal)ત્યજી કોઈ અજાણ્યુ નિષ્ઠુર પલાયન થયાની ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલ પનોરમાં(Newborn Baby Found ) ચોકડી પાસે એક ખુલ્લી ગટરમાં ઉગેલ ઝાડી ઝાંખરાવાળી જગ્યાએ કોઈ એક નવજાતને ત્યજીને નાસી ગયું હતું. જેમાં આ ધોમ ધકતા તાપને લઈને બાળકનો રડવાનો આવજ આવતા સુરજ ભરવાડ નામના વ્યક્તિની નજર આ બાળક પર પડતા સુરજએને તાત્કાલિક 108ને કોલ કરી જાણ કરી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં ત્રણ વર્ષનું બાળક પોપોપ ગળી જતા થયું મૃત્યું

બાળકની હાલત સ્થિર - સાથે સાથે પોલીસને પણ આ ઘટના અંગેની જાણ કરવામાં (Godhra Civil Hospital)આવી હતી. જેમાં તાત્કાલિક 108ના મેડિકલ સ્ટાફે બાળકને સારવાર આપીને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. પોલીસે પણ ઘટના સ્થળપર સુરજ ભરવાડની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે બાળકની હાલત સારી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ સુરતમાં ત્યજી દેવાયેલી હાલતમાં બે દિવસનુ નવજાત બાળક મળી આવ્યુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.