પંચમહાલ જિલ્લામાં આપકે દ્વાર PMJAY-MA કાર્ડ આયુષ્ય અંતર્ગત આરોગ્ય કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Oct 22, 2021, 10:58 AM IST

Updated : Oct 22, 2021, 12:48 PM IST

પંચમહાલ જિલ્લામાં આપકે દ્વાર PMJAY-MA કાર્ડ આયુષ્ય અંતર્ગત આરોગ્ય કાર્યક્રમ યોજાયો

પંચમહાલ જિલ્લાના ગોધરામાં PMJAY-MA કાર્ડ(PMJAY-MA card) અને મેગા હેલ્થ કેમ્પના(Mega Health Camp) ઉદઘાટન કાર્યક્રમ યોજાયો જેમાં આરોગ્ય પ્રધાન નિમિષા સુથાર હાજર રહ્યાં હતા. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને PMJAY-MA કાર્ડ, સિલાઈ મશીન, વોકર, વ્હિલ ચેર, દિવ્યાંગતાના પ્રમાણપત્રો, પોષણ સહાય યોજના અંતર્ગત લાભોનું વિતરણ તેમજ ઉત્કૃષ્ઠ કામગીરી દર્શાવનાર આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

  • આરોગ્ય પ્રધાન નિમિષાબહેન દ્વારા PMJAY-MA કાર્ડ વિતરણ
  • રાજ્યના નાગરિક જરૂરી તબીબી સારવારથી વંચિત નહી રહે
  • રાજ્યના 80 લાખથી વધુ પરિવારોને આવરી લેવાશે

પંચમહાલઃ રાજ્યના કોઈ પણ નાગરિક જરૂરી શ્રેષ્ઠ સારવારથી વંચિત ન રહે, નાણાકીય ખેંચના લીધે કોઈ પરિવાર બીમારીના લીધે પોતાનો આધારસ્તંભ ન ગુમાવે તેવા હેતુ સાથે રાજ્યભરમાં "આયુષ્માન આપ કે દ્વાર" (Ayushman aap ke)અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના 2 કરોડથી વધુ લાભાર્થીઓને 2 હજાર કરતા વધુ પ્રકારની, 5 લાખ સુધીની સારવારની સુવિધા આપતા PMJAY-MA કાર્ડ ઈશ્યુ કરવામાં આવશે.

PMJAY-MA કાર્ડ આયુષ્ય અંતર્ગત આરોગ્ય કાર્યક્રમ યોજાયો

સિવિલ હોસ્પિટલ ખાતે PMJAY-MA કાર્ડ હેલ્થ કેમ્પ

રાજ્યના આરોગ્ય પ્રધાન નિમિષાબહેન સુથારે ગોધરાના સિવિલ હોસ્પિટલ (Godhra Civil Hospital)ખાતે PMJAY-MA કાર્ડ (PMJAY-MA card)અને મેગા હેલ્થ કેમ્પના(Mega Health Camp) ઉદઘાટન કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે 100 દિવસની ઉજવણી અંતર્ગત 23મી સપ્ટેમ્બરથી શરૂ થયેલ આ અભિયાન હેઠળ દરેક જિલ્લા-તાલુકા મથકોએ મેગા કેમ્પ કરીને રાજ્યના 80 લાખથી વધુ પરિવારોને આ યોજના(Plan) હેઠળ આવરી લેવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. આટલેથી જ સરકારે સંતોષ ન માનતા નાગરિકોને આ કાર્ડના માધ્યમથી હોસ્પિટલમાં દાખલ થવાથી શરૂ કરીને સારવાર મેળવવાનાં દરેક તબક્કે તાત્કાલિક સેવા મળે તે માટે ગ્રીન કોરિડોર(Green Corridor) વ્યવસ્થા પણ રાજ્યભરમાં ઉભી કરવામાં આવી રહી છે.

આરોગ્ય સુવિધાઓ આપવા તેમાં સતત સુધારા

કેન્સર હોસ્પિટલ ખાતે 75 કરોડના ખર્ચે નવા વસાવવામાં આવેલ રેડિયોથેરાપી મશીન(Radiotherapy machine), ગોધરા સિવિલ હોસ્પિટલ (Godhra Civil Hospital)ખાતે નવી સુવિધાઓનું-અપડેશનનું તેમજ રીનોવેશનના આયોજન વિશે વાત કરતા ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર આંતરરાષ્ટ્રીય ધારાધોરણ અનુસારની આરોગ્ય સુવિધાઓ આપવા તેમાં સતત સુધારા કરવા કટિબધ્ધ છે. આ સેવાઓની ડિલિવરી વધુ અસરકારક અને લાભાર્થીઓને અનુકૂળ બનાવવા સરકારે પરિવારના બદલે વ્યક્તિદીઠ મા કાર્ડ (Maa card) આપવા, તબીબી સહિતના કારણોસર થમ્બ ઇમ્પ્રેશન અને આઇરિસ સ્કેનિંગ શક્ય ન હોય તેવા કિસ્સાઓમાં ઓટીપીના આધારે મા કાર્ડ ઈશ્યુ કરવા સહિતના જનહિતકારી પગલા સરકારે લીધા છે. ગોધરા ખાતે 325 કરોડના ખર્ચે 300 બેડની સુવિધા ધરાવતી નવી મેડિકલ કોલેજ (New Medical College)પણ આ જ વર્ષે શરૂ કરવા માટે હરસંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ કોલેજના ડોક્ટર-નર્સીસ માટે હોસ્ટેલ, લેબોરેટરી(Laboratory), લાઈબ્રેરી(Library) સહિતની સુવિધાઓ વહેલીતકે ઉપલબ્ધ કરાવી એમબીબીએસની પ્રથમ બેચ ટૂંકાગાળામાં શરૂ થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.

પંચમહાલમાં 98 ટકા રસીકરણ

100 કરોડથી વધુ ડોઝ (More than 100 million doses)આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કોરોના સામેની લડાઈમાં દેશ સતત આગેકૂચ કરી રહ્યો છે.પંચમહાલ જિલ્લામાં પણ 98 ટકા રસીકરણની સિદ્ધી અંગે આનંદ વ્યક્ત કર્યો હતો અને જેમને રસીના બંને પૈકી એક પણ ડોઝ લેવાના બાકી છે તેમને સમયસર રસી લઈ લેવા તેમજ ન્યુમોનિયા સામે રક્ષણ આપતી રસી બાળકોને વિનામૂલ્યે મુકવાની શરૂઆત થઈ છે ત્યારે આ રસી પણ માર્ગદર્શિકા અનુસાર મુકાવવા અનુરોધ કર્યો હતો.

PMJAY-MA કાર્ડ,પ્રમાણપત્રો સહિતના લાભોનું વિતરણ

કાર્યક્રમમાં પ્રધાન સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને PMJAY-MA કાર્ડ(PMJAY-MA card), સિલાઈ મશીન, વોકર, વ્હિલ ચેર, દિવ્યાંગતાના પ્રમાણપત્રો, પોષણ સહાય યોજના અંતર્ગત રૂ. 3000/-ના ચેક સહિતના લાભોનું વિતરણ તેમજ ઉત્કૃષ્ઠ કામગીરી દર્શાવનાર આરોગ્ય અધિકારીઓ કર્મચારીઓને સન્માનપત્રનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ.

સિવિલ હોસ્પિટલ ખાતે મેગા હેલ્થકેમ્પમાં વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ

આ કાર્યક્રમમાં ટીબી નિર્મૂલન અભિયાન અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઈ પટેલ તેમજ રાજ્ય કક્ષાના આરોગ્યપ્રધાન નિમિષાબહેન સુથારના વીડિયો સંદેશાઓ પણ દર્શાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગોધરા સિવિલ હોસ્પિટલ (Godhra Civil Hospital) ખાતે પણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગ્રીન કોરિડોર કેસ પેપરનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મેગા હેલ્થકેમ્પમાં (Mega Healthcamp)વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ, PMJAY-MA કાર્ડ (PMJAY-MA card)માટેની નોંધણી, એ માટે જરૂરી આવકનો દાખલા સહિતની સુવિધાઓ તેમજ સંજીવની રથ મારફતે મહિલાઓમાં સર્વાઈકલ અને બ્રેસ્ટ કેન્સરની તપાસ કરતા મેમોગ્રાફી અને પેપ સ્મિયર ટેસ્ટ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે હાજર મહેમાનો

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી અર્જુન સિંહ બી. રાઠોડે સ્વાગત પ્રવચન કરતા ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા હતા તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષીબેન ચૌહાણે આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં ગોધરા નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ સોની, પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સહિત જિલ્લા પંચાયત- તાલુકા પંચાયતના પદાધિકારીઓ, જીએમઇઆરએસના સીઈઓ ડૉ. નાયક, આરડિડી ડૉ. બિપિન પાઠક, જીએમઇઆરએસ ગોધરાના ડીન ડૉ. વણિક, આસિસ્ટન્ટ ડાયરેક્ટર પીએમજેએવાય ડો. કાપડિયા, સીડીએમઓ ડૉ. મયુરીબેન શાહ, જનરલ હોસ્પિટલ ગોધરાના તબીબો સહિતના આરોગ્ય અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો 57મો જન્મદિવસ
આ પણ વાંચોઃ દેશમાં જનતાને વેક્સિનેશનના 100 કરોડ ડોઝ આપી ભારતે મેળવી વૈશ્વિક સિદ્ધિ

Last Updated :Oct 22, 2021, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.