નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામતા ખેડૂતોથી લઈને ખેલૈયાઓ માં ચિંતાનું મોજુ

author img

By

Published : Oct 2, 2022, 5:36 PM IST

નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામતા ખેડૂતોથી લઈને ખેલૈયાઓ માં ચિંતાનું મોજુ

નવસારી જિલ્લામાં સારા એવા વરસાદને કારણે વાતાવરણ ટાઢુંબોળ (Weather updates Gujarat) થઈ ગયું છે. ખાસ કરીને ઉત્તર પંથકના જિલ્લાઓમાં વરસાદને કારણે ખેડૂતથી લઈને ખેલૈયાઓનો મુડ બગડ્યો છે. હજુ પણ જો વરસાદ ચાલું રહ્યો તો પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

નવસારી: નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામતા ખેડૂતોથી લઈને ખેલૈયાઓની ચિંતામાં (Rainy Season Gujarat) થયો વધારો થયો છે. નવસારી જિલ્લામાં સીઝનનો સરેરાશ વરસાદ વર્ષી ચૂક્યો હોય તેમ છતાં સમગ્ર નવસારી પંથકમાં વરસાદી ઝાપટા ચાલુ થયા હતા. સવારે વાદળછાયુ (Rain Clouds in Gujarat) વાતાવરણ હતું. ગાજવીજ સાથે વરસાદ વરસતા નવસારી જિલ્લાના ગણદેવી, બીલીમોરા, ચીખલી વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ હતી.

નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામતા ખેડૂતોથી લઈને ખેલૈયાઓ માં ચિંતાનું મોજુ

ખેલૈયાઓમાં ચિંતાઃ બીજી તરફ નવરાત્રીનો તહેવાર ચાલતો હોવાથી ત્યારે ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું. જ્યારે નવસારી જિલ્લામાં ડાંગર અને શેરડી પકડતા ખેડૂતોને પણ પાકમાં નુકસાનીની ભિતી સર્જાઈ હતી. સામાન્ય રીતે નોરતા પહેલા ચોમાસું વિદાય લઈ લેતું હોય છે. પણ આ વખતે ચોમાસાએ મોડી મોડી વિદાય લેતા નોરતાને અસર પહોંચી હતી. જોકે, પહેલા નોરતા સુધી આગાહી કરવામાં આવી હતી.

શિયાળાની શરૂઆતઃ નોરતા પૂરા થયા બાદ સામાન્ય રીતે શિયાળાની ફૂલગુલાબી ઠંડી શરૂ થાય છે. ખાસ કરીને દિવાળી પહેલા પવનની દિશા બદલાઈ જાય છે. ખાસ કરીને સુકા સૌરાષ્ટ્રના કાંઠાળા પ્રદેશ અને ઉત્તર ગુજરાત તરફથી ઠંડીની એન્ટ્રી થાય છે. આ વખતે ચોમાસું મોડે મોડે વિદાય લઈ રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં ઠંડક વધારે જોર પકડશે એ વાત નક્કી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.