ગણદેવી-બીલીમોરાને જોડતો વેગણીયા ખાડીનો બંધારો પાણીમાં ગરક

author img

By

Published : Sep 23, 2021, 7:35 PM IST

ગણદેવી-બીલીમોરાને જોડતો વેગણીયા ખાડીનો બંધારો પાણીમાં ગરક

નવસારી જિલ્લામાં પખવાડિયાથી મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. ભારે વરસાદથી ગણદેવીની વેંગણીયા ખાડીમાં જળસ્તર વધ્યું છે.જેથી ગણદેવી-બીલીમોરાને જોડતો વેંગણીયા ખાડીનો બંધારો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યારે સામે કાંઠે રહેતાં લોકોનો ગણદેવીથી સંપર્ક તૂટ્યો હતો.

  • ગણદેવીમાં સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો
  • વેગણીયા ખાડીમાં પાણીની આવક વધતાં 250 પરિવારોનો ગણદેવીથી સંપર્ક તૂટયો
  • ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદી બેે કાંઠે થઈ

    નવસારી : નવસારીમાં ગત મોડી રાતથી મૂશળધાર વરસાદ વરસતા પાણી-પાણી થઈ ગયું હતું. ગણદેવી તાલુકામાં સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ વરસતા, અંબિકા અને કાવેરી નદીમાં પાણીની આવક વધી હતી. જેને કારણે ગણદેવીની વેંગણીયા ખાડીમાં જળસ્તર વધતા ગણદેવી-બીલીમોરાને જોડતો વેંગણીયા ખાડીનો બંધારો પાણીમાં ગરકાવ થયો હતો. જેથી ગણદેવીના સામે કાંઠે રહેતા 250 પરિવારોનો ગણદેવીથી સંપર્ક તૂટ્યો હતો.
    સામે કાંઠે રહેતાં લોકોનો ગણદેવીથી સંપર્ક તૂટ્યો હતો
    સામે કાંઠે રહેતાં લોકોનો ગણદેવીથી સંપર્ક તૂટ્યો હતો



    ગણદેવીમાં સવારે 6 થી 8 બે કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ

    હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી અને ઉપરવાસમાં ગત મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લામાં વરસેલા મૂશળધાર વરસાદને કારણે નવસારી અને ગણદેવી તાલુકામાં સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
    સામે કાંઠે રહેતાં લોકોનો ગણદેવીથી સંપર્ક તૂટ્યો હતો

ગણદેવી તાલુકાની નદીઓ ઉફાન પર

ગણદેવી તાલુકામાં સવારે 6 વાગ્યા સુધીમાં 3.50 ઇંચ વરસાદ વરસ્યો હતો, પરંતુ સવારે 6 થી 8 વાગ્યા સુધીના બે કલાકમાં જ ગણદેવીમાં બે ઇંચથી વધુ વરસાદ પડતાં તાલુકાની અંબિકા અને કાવેરી બંને નદીઓમાં પાણીની આવક વધતાં વેંગણીયા ખાડીમાં જળસ્તર વધ્યાં હતાં અને ગણદેવી-બીલીમોરા અને જોડતા વેગણીયાનો બંધારો પાણીમાં ગરક થયો હતો. આથી ગણદેવીના સામે કાંઠે રહેતા 250 પરિવારોનો ગણદેવીથી સંપર્ક તૂટ્યો હતો. કલાકો સુધી આ પરિવારોએ ઘરમાં પુરાઈ રહેવાનો વારો આવ્યો હતો.

પાલિકાએ બંધારા તરફનો રસ્તો બંધ કર્યો

આજે બપોર બાદ વરસાદ થંભી જતાં બંધારા પરથી પાણી ઉતરા્યું હતું અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો. લોકો બંધારાનો ઉપયોગ ન કરે એ માટે પાલિકા દ્વારા બંધારા તરફ જવાના માર્ગને બંધ કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ગણદેવીમાં 10 વર્ષ બાદ નવું ફાયર સ્ટેશન શરૂ થયું, સી. આર. પાટીલે કર્યું લોકાર્પણ

આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત તથા સુરતમાં વરસી રહ્યો છે ભારે વરસાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.