Fraud with Diamond Trader In Navsari: નવસારીના હીરા વેપારીના 28.34 લાખના હીરા લઇને રાજસ્થાનનો વેપારી છૂમંતર

author img

By

Published : Jan 11, 2022, 7:26 PM IST

Fraud with Diamond Trader In Navsari: નવસારીના હીરા વેપારીના 28.34 લાખના હીરા લઇને રાજસ્થાનનો વેપારી છૂમંતર

સુરતના વેપારી સાથે 28.34 લાખ રૂપિયાના હીરાની છેતરપિંડી (Fraud with Diamond Trader In Navsari) રાજસ્થાની વેપારીએ કરી છે. રોકડેથી હીરા ખરીદવાની વાત કરી પોતાની ઓફિસે સુરતના વેપારીને બોલાવ્યો હતો, ત્યારબાદ ઓફિસમાં હીરા બરાબર દેખાતા ન હોવાનું કહી તડકામાં ગયો હતો અને પછી બાઇક લઇને રફ્ફુચક્કર થઈ ગયો હતો.

નવસારી: રોકડેથી હીરા લેવાની વાત કરી નવસારીના વેપારી (Fraud with Diamond Trader In Navsari)ને પોતાની ઓફિસે બોલાવી રાજસ્થાનનો હીરા વેપારી (Rajasthani Diamond Trader In Gujarat) પ્લાસ્ટિકના ડબ્બામાં રોકડા રૂપિયા બતાવી હીરા વ્યવસ્થિત જોવાના બહાને રફુચક્કર થઇ ગયો હતો. રાજસ્થાની વેપારીએ નવસારીના જે વેપારીઓ સાથે મળી હીરાના વેપારીને બોલાવ્યો હતો, પોલીસે એ બંને વેપારીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

રોકડેથી હીરા લેવાની વાત કરી નવસારીના વેપારીને પોતાની ઓફિસે બોલાવ્યો હતો.

સ્થાનિક હીરા દલાલ સહિત 2ની ધરપકડ

નવસારીના ધોબીવાડ ખાતે ઓફિસ (Diamond shops in dhobiwad navsari) ભાડે રાખી મૂળ રાજસ્થાનના વેપારી નિખિલ પટેલે નવસારીના હીરા દલાલ આતિશ શાહની મદદથી નવસારીના માણેકલાલ રોડ ખાતે રહેતા હીરાના વેપારી ભૂરા દેસાઈનો સંપર્ક કર્યો હતો. નિખિલે વેપારી ભૂરા દેસાઈને 70થી 75 લાખ રૂપિયાના હીરા રોકડેથી લેવાનું જણાવી ધોબીવાડ ખાતેની પોતાની ઓફિસે બોલાવ્યો હતો. જેથી રોકડામાં ધંધો થવાની આશા અને સ્થાનિક હીરા દલાલ (Diamond Broker In Navsari) આતિશ શાહ સાથે હોવાથી વેપારી ભૂરા દેસાઈએ નિખિલ પટેલ પર વિશ્વાસ મુક્યો હતો અને 28 લાખથી વધુના હીરા બતાવવા માટે ગયો હતો.

પ્લાસ્ટિકના ડબ્બામાં રોકડા રૂપિયાની થપ્પીઓ બતાવી

પ્લાસ્ટિકના ડબ્બામાં રોકડા રૂપિયાની થપ્પીઓ બતાવી.
પ્લાસ્ટિકના ડબ્બામાં રોકડા રૂપિયાની થપ્પીઓ બતાવી.

દરમિયાન ઓફિસમાં નિખિલે પ્લાસ્ટિકના ડબ્બામાં રોકડા રૂપિયાની થપ્પીઓ બતાવી, વેપારી દેસાઈ પાસે હીરા જોવા માંગ્યા હતા. ઓફિસમાં હીરા વ્યવસ્થિત દેખાતા ન હોય બહાર તડકામાં જઈ હીરા તપાસવાનું કહી નિખિલ 28.34 લાખ રૂપિયાના 99 કેરેટ 52 સેન્ટના હીરા લઈને બહાર નીકળ્યો હતો અને થોડીવારમાં જ પોતાની બાઇક લઇ ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો.

આ પણ વાંચો: Fraud Case In Surat: સુરતમાં હીરા પેઢીના ભાગીદારોએ કારીગરો સાથે મળી કરી કરોડની છેતરપીંડી, 4ની અટકાયત

ડબ્બામાં અસલી ચલણી નોટોની અંદર નકલી નોટો હતી

થોડો સમય વિત્યા બાદ પણ નિખિલ ઓફિસમાં ન આવતા ભૂરા દેસાઈને ધ્રાસકો પડ્યો હતો અને બહાર જઈને જોતા નિખિલ ગાયબ જણાયો હતો. જેથી ભૂરા દેસાઈએ આતિશ શાહ અને અન્ય એક વ્યક્તિની પૂછપરછ કરી હતી. જેમાં ઠગાયા (Fraud In Surat) હોવાનું જણાતા તેમણે તરત નવસારી ટાઉન પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં પ્લાસ્ટિકના ડબ્બામાં મુકેલા રૂપિયામાં અસલી ચલણી નોટોની અંદર નકલી ચલણી નોટો મળી હતી. જેથી પોલીસે ઘટનાસ્થળેથી આશિત શાહ અને વિજલપોરના દિનેશ પાલની ધરપકડ કરી હતી. સાથે જ ઘટના સ્થળેથી નકલી નોટો ભરેલો પ્લાસ્ટિકનો ડબ્બો કબજે કર્યો હતો. 99 કેરેટ 52 સેન્ટના હીરા લઈ ફરાર થયેલા આરોપી નિખિલ પટેલ સામે છેતરપિંડીનો ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: સુરતના વેપારીએ પોતાના 18 લાખ માગતા દિલ્હીના વેપારીએ મારી નાખવાની આપી ધમકી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.