સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલતા દેખાયો આહલાદક નજારો

author img

By

Published : Aug 24, 2022, 9:59 AM IST

Updated : Aug 24, 2022, 11:02 AM IST

સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલતા દેખાયો આહલાદક નજારો

મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી 7 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જે પાણી નર્મદા ડેમમાં જશે તેમજ હાલ સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 4,41,312 ક્યુસેક છે. જેને લઈને 23 દરવાજા ખોલતા નજરો અદભૂત જોવા મળી રહ્યો છે. sardar sarovar narmada dam, indira sagar dam in madhya pradesh, monsoon season in gujarat

નર્મદા ભારે વરસાદના પગલે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી 7 લાખ ક્યુસેક પાણી બપોરે 3 કલાકે છોડવામાં આવ્યું છે. એ પાણીને નર્મદા ડેમ સુધી પહોંચતા 28થી 34 કલાક જેટલો સમય લાગી શકે છે. આગામી સમયમાં ગુજરાતના નીચાણવાળા વિસ્તારમાં પૂર આવવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં (Water revenue in Narmada Dam) હાલ પાણીની આવક 4,41,312 ક્યુસેક છે, હાલ 23 દરવાજા 3.05 મીટર ખોલી 5,00,000 ક્યુસેક પાણી તેમજ રીવર બેડ પાવર હાઉસના 6 વીજમથક ચાલુ કરી 44,497 ક્યુસેક પાણી મળી કુલ 5,44,497 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઇ રહ્યું છે.

મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમ માંથી સેલાબરૂપે 7 લાખ ક્યુસેક પાણી છોડાયુ, 34 કલાકમાં પાણી નર્મદા ડેમમાં આવશે

નીચાણવાળા વિસ્તાર માટે તો બીજી બાજુ કેનાલમાં 18,169 ક્યુસેક પાણી છોડાતા ડેમની પાણીની કુલ જાવક 5,62,666 ક્યુસેક છે. પાણીની આવક કરતા જાવક વધારી હાલ ડેમમાં પાણીની સપાટી ઘટાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા 3 કલાકમાં 10 સેમીનો ઘટાડો થયો છે. જેથી ઈન્દિરા સાગર ડેમમાંથી (Water volume in Narmada Dam) છોડવામાં આવેલું પાણી જ્યારે સરદાર સરોવરમાં આવે તો પાણી સંગ્રહ કરીને નીચાણવાળા વિસ્તારને પૂરની વ્યાપક અસરથી બચાવી શકાય. હાલ સરદાર સરોવરના ઈજનેરો સતત સ્થિતિ પર ધ્યાન આપી રહ્યા છે.

આ પણ વાંચો ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી 700 લોકોનું સ્થળાંતર

ભરૂચમાં સ્થિતિ બગડી શકે મળતી માહિતી મુજબ નર્મદામાં આ વખતે પુર અને તેને લઈને નુકશાની વધી શકે છે. ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નદી કાંઠાના ગામોમાં નુકશાની સાથે શિફ્ટિંગ પણ મોટા પ્રમાણમાં કરવાની ફરજ પડી શકે છે. નર્મદા ડેમમાં હવે વધુ સ્ટોરેજ થઈ શકે તેમ નથી. હાલ નદીમાં 5.44 લાખ ક્યુસેક પાણી ઠલવાય છે. જેમાં વધુ 2 લાખ ક્યુસેક અને ભરતીના પાણી ભર્યા તો ભરૂચમાં સ્થિતિ બગડી પણ શકે છે. નર્મદા ડેમમાં આ લેવલે ગ્રોસ સ્ટોરેજ 8599.30 મિલીયન ક્યુબીક મીટર જથ્થો છે. આ સ્થિતીએ ડેમમાં પાણીનો 91 ટકા જથ્થો ભરાયેલો છે. રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા 34 દિવસમાં કુલ 161.76 કરોડ રૂપિયાની કિંમતનું વીજ ઉત્પાદન કર્યું છે.

આ પણ વાંચો નર્મદાના કાંઠા વિસ્તારમાં તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ વહીવટી તંત્ર પહોચ્યુું અડધી રાત્રે

કરોડો રૂપિયાનું વીજ ઉત્પાદન હાલમાં છેલ્લા 34 દિવસથી રિવરબેડ હાઉસના 200 મેગાવોટની ક્ષમતાવાળા 6 યુનિટ દરરોજ સરેરાશ 24 કલાક સતત કાર્યરત સાથે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ 4.41 કરોડ રૂપિયાની કિંમતનું 20 મિલિયન યુનિટ વિજ ઉત્પાદન થઈ રહ્યું છે. આમ આજ દિન સહિત 34 દિવસથી આશરે કુલ 150 કરોડ રૂપિયાનું વીજ ઉત્પાદન કરાયું છે. તો બીજી તરફ 50 મેગાવોટની ક્ષમતા વાળા 4 કેનાલ હેડ પાવર હાઉસમાં 23 મી ઓગષ્ટની સ્થિતિએ હાલમાં સરેરાશ 98 લાખ રૂપિયાની કિંમતનું 4.8 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. આમ કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા 12 દિવસમાં આશરે કુલ 11.76 કરોડ રૂપિયાની કિંમતનું વીજ ઉત્પાદન કરાયું છે. sardar sarovar narmada dam, indira sagar dam in madhya pradesh, monsoon season in gujarat, Meteorological department forecast, Rainy weather in Gujarat, Water volume in Narmada Dam

Last Updated :Aug 24, 2022, 11:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.