2022માં વિધાનસભાની ચૂંટણીમાં BTP 122થી વધુ સીટો પર એકલા હાથે લડશે ચૂંટણી: મહેશ વસાવા

author img

By

Published : Jul 24, 2021, 12:49 PM IST

2022માં વિધાનસભાની ચૂંટણીમાં BTP 122થી વધુ સીટો પર એકલા હાથે લડશે ચૂંટણી: મહેશ વસાવા

વિધાનસભાની 2022ની ચૂંટણીઓ ડિસેમ્બરમાં યોજાવાની છે. આ ચૂંટણી માટે તમામ પાર્ટીઓએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. જેમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી ખાસ કરીને ટ્રાઇબલ પટ્ટી પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે, જેને લઈને દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલના આદિવાસી આગેવાનોની એક મીટિંગ ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવાએ કરી હતી.

  • ભારતીય ટ્રાઇબલ પાર્ટી 122થી વધુ બેઠકો પર ચૂંટણી લડે એવી શક્યતાઓ છે
  • વિધાનસભાની ચૂંટણી 2022 ડિસેમ્બરમાં યોજાશે
  • તમામ રાજકીય પાર્ટીઓએ જીત માટે જોરશોરથી પ્રચારો શરૂ કરી દીધા છે


નર્મદા: વિધાનસભાની ચૂંટણી 2022 (Assembly elections )ડિસેમ્બરમાં યોજાશે. જેની તમામ રાજકીય પાર્ટીઓએ જીત માટે જોરશોરથી પ્રચારો શરૂ કરી દીધા છે, ત્યારે ભાજપ સરકારી હોય કે પક્ષના કાર્યક્રમમાં પ્રચાર કરે છે. જયારે કોંગ્રેસ પણ હાલ જાગી છે અને આપે તો રાજ્યભરમાં યાત્રા કાઢી છે, ત્યારે હંમેશા આદિવાસીઓના હક્ક, બંધારણીય હક્ક માટે લડતા અને આદિવાસી નેતા ગણાતા છોટુભાઈ વસાવાના નેતૃત્વમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી આ વખતે 122થી વધુ બેઠકો પર ચૂંટણી લડે એવી શક્યતાઓ છે.

2022માં વિધાનસભાની ચૂંટણીમાં BTP 122થી વધુ સીટો પર એકલા હાથે લડશે ચૂંટણી: મહેશ વસાવા

આ પણ વાંચો: Assembly Elections 2022: સરકાર 4000 કરોડના વિકાસલક્ષી કામ સાથે રોજગારીનું આયોજન કરશે

ભારતીય ટ્રાઇબલ પાર્ટી ખાસ કરીને ટ્રાઇબલ પટ્ટી પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે, જેને લઈને દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલના આદિવાસી આગેવાનોની એક મીટિંગ ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવાએ કરી હતી. જેમાં આદિવાસી મુદ્દા પર ખાસ ભાર મૂકી કોંગ્રેસ, ભાજપ કે નવું આવનારું આપ આવા અનેક પક્ષ આવશે અને ચૂંટણી પછી નિષ્ક્રિય થઇ જશે, પણ 365 દિવસ હોય કે રાત આદિવાસીઓના હક્ક માટે છોટુ વસાવા લડતા રહેશે અને લડશે, એવી વાત કહી ધારાસભ્ય મહેશ વસાવાએ આગેવાનોને કામે લાગી જવાનું આહવાન કર્યું હતું. આ બાબતે ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: UP Assembly Election 2022: ભાજપ સંઘની સંકલન બેઠકનો આજે બીજો દિવસ

અમે આગામી 2022ની ચૂંટણી(Assembly elections માં એકલા હાથે લડીશું. 122થી વધુ ઉમેદવારો BTPના ચિન્હ પર લડશે, આખા દેશમાં આદિવાસી બેલ્ટ પર છોટુ વસાવાનું મોટું નામ છે અને લોકો તેમને માને છે. એટલે યુપી, બિહાર અને ગુજરાતમાં જો અમારી ગણતરી પ્રમાણે સીટો આવી તો આદિવાસી અલગ રાજ્ય "ભીલીસ્તાન" ની અમે અલગ માંગણી કરી છે. જેના પર કામ કરીશું, કેમકે ભાજપ, કોંગ્રેસ અને આપ કોઈ આદિવાસીઓના હક્ક માટે નથી લડતા. અમે સિડ્યુલ 5 અને બંધારણની જોગવાઈ પ્રમાણે આદિવાસીઓના હક્ક મેળવીને ઝંપીશું કહી પોતાની પાર્ટીની જીત માટેની વાત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.