નર્મદામાં જળબંબાકાર, અનેક ગામો થયા સંપર્ક વિહોણા

author img

By

Published : Jul 11, 2022, 6:49 PM IST

નર્મદામાં જળબંબાકાર અનેક ગામો થયા સંપર્ક વિહોણા

નર્મદા જિલ્લાના રાજપીપળા અને ડેડીયાપાડા સહિતના વિસ્તારોમાં(Areas of Rajpipla and Dadiapadalo) અનરાધાર વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિરમાય થયું હતું. જેના કારણે જનજીવનને વ્યાપક અસર(Narmada Rain Alert) પહોંચી છે.

નર્મદા: સમગ્ર ગુજરાતમાં મેઘ ગર્જના(Gujarat Monsoon 2022) થઈ છે. વિવિધ પ્રદેશોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેમાથી વનરાજીથી ઘેરાયેલા નર્મદા જિલ્લો પણ બાકાત રહ્યો નથી. નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રાજપીપળાની વાત કરવામાં આવે તો રાજપીપળાના ખાડા ફળિયા અને કાછીયાવાડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે ઘરવખરીને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું.

નર્મદા જિલ્લાના રાજપીપળા અને ડેડીયાપાડા સહિતના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસતા જનજીવનને વ્યાપક અસર પહોંચી છે

આ પણ વાંચો: Monsoon Gujarat 2022 : ગુજરાતમાં આ સ્થળે થયો હાઈએસ્ટ 22 ઈંચ વરસાદ, રાજ્યમાં કયાં કેટલો વરસાદ પડ્યો તેની તમામ વિગત

બાઇક પાણીમાં તણાયું - રાજપીળાના મુખ્ય માર્ગો પણ જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બાઇક પાણીમાં તણાઈ રહી હોય એવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ(Social Media Viral Video0 થયા હતા. આ અંગેની જાણ થતાની સાથે જ સાંસદ મનસુખ વસાવા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા અને સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. મનસુખ વસાવાએ અસરગ્રસ્તોને વહેલામાં વહેલી તકે વળતર ચૂકવે એ માટે કલેક્ટરને રજૂઆત કરવાની ખાતરી આપી હતી.

પૂછપૂરા ગામનો ટૂટ્યો સંપર્ક - આ તરફ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાનું(Tilakwada taluka of Narmada district) પૂછપૂરા ગામ સંપર્ક વિહોણું થયું હતું. પૂછપૂરા ગામ નજીક આવેલા ક્રોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પાણીનો પ્રવાહ વધતા ગામનો સંપર્ક તૂટી ગયો(Narmada Rain Alert) હતો. વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ આવન જાવન કરવામાં ઘણી તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

રસ્તાઓનું ધોવાણ અને થયો વાહનવ્યવહાર થયો ઠપ - નર્મદા જિલ્લામાં ભારે વરસાદના(Gujarat Rain Forecast) કારણે અનેક વિસ્તારના માર્ગોનું ધોવાણ થયું છે, ત્યારે રાજપીપળાથી ડેડિયાપાડા અને મોવીથી ડેડીયાપાડા માર્ગનું પણ ભારે ધોવાણ થયું હતું. જેના કારણે વાહનવ્યવહાર થંભી ગયો હતો. માર્ગના વચ્ચેથી બે ભાગ થઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.

આ પણ વાંચો: વરસાદના કારણે ક્યારેય ન જોયા હોય તેવા દ્રશ્યો દેખાયા, PMએ રાજ્યની સ્થિતિનો મેળવ્યો તાગ

ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું - નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં(Garudeshwar taluka of Narmada district) પણ મુશળધાર વરસાદ ખાબક્યો હતો. જેના પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. ગરુડેશ્વર તાલુકામાં 12 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક ગામો બેટમાં ફેરવાયા હતા. જનજીવન ભારે પ્રભાવિત થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.