અમિત શાહની કેવડિયા મુલાકાત, દેશની ફોરેન્સિક લેબ્સ અને ક્રાઈમ પર કરાઈ ચર્ચા

author img

By

Published : Jun 27, 2022, 1:57 PM IST

Updated : Jun 27, 2022, 3:37 PM IST

ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં કેવડિયા ખાતે ફોરેન્સિક સાયન્સની બેઠક

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કેવડિયા સ્ટેચ્યુ ઓફ (Amit Shah Kevadia Conference) યુનિટીની મુલાકાતે હતા. જ્યાં ટેન્ટ સિટી ખાતે કોન્ફરન્સનું આયોજનમાં (Kevadia Conference Planning) વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ આયોજનમાં ક્રાઈમને લઈને ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે આવેલા ટેન્ટ સિટી ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પહોંચ્યા હતા. ટેન્ટ સિટી ખાતે કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આવ્યા છે. કેવડિયા હેલીપેડ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સર્કિટ હાઉસ ટેન્ટ સિટી 1 ખાતે કોન્ફરન્સમાં ભાગ પણ લીધો હતો. આ ઉપરાંત કેવડિયામાં એકતાનગર ટેન્ટ સિટી -1 ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની (Kevadia Conference Planning) બેઠકમાં ભાગ લીધો હતો. તેમજ ફોરેન્સિક સાયન્સ કેપેબિલિટી, સ્ટ્રેટનિંગ ટાઈમ બોન્ડ એન્ડ સાયન્ટિફિક ઇન્કવાયરી પર ચર્ચા થઈ હતી. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની કોન્ફરન્સની બેઠકમાં અલગ - અલગ રાજ્યોના સાંસદો પણ ભાગ લીધો હતો.

ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં કેવડિયા ખાતે ફોરેન્સિક સાયન્સની બેઠક

આ પણ વાંચો : કેવડીયામાં આજથી બે દિવસીય રાષ્ટ્રીય રમતગમત વિભાગની બેઠકનો થયો પ્રારંભ

મુખ્ય ચર્ચાઓ - દેશમાં ફોરેન્સિક લેબને કેવી રીતે અદ્યતન બનાવાય તે મુદ્દો પર ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી. ભારતભરમાંથી સાંસદો, સરકારે નિયુક્ત કરેલા અધિકારીઓ અહીં આવ્યા હતા. ભારતભરમાં ડિઝાસ્ટર અને ફોરેન્સિક સાયન્સમાં (Forensic Science) કઈ કઈ કાર્યવાહી થઈ રહી છે તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી. બે દિવસની આ કોન્ફરન્સમાં ફોરેન્સીક (Amit Shah Kevadia Conference) સાયન્સનો ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનમાં ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે નવી ટેકનોલોજીથી ગુના સારી રીતે ઉકેલી શકાય તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.

ફોરેન્સિક સાયન્સની બેઠક
ફોરેન્સિક સાયન્સની બેઠક

આ પણ વાંચો : 75 જેટલા યુનિક આઇકોન સ્થળોમાંથી સૌથી આકર્ષણનું સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું

ફોરેન્સિક સાયન્સ સુદ્રઢ - ટેકનોલોજી પોલીસ ઓફિસર, આર્મી અને કાયદા વિભાગમાં પણ તેનો ઉપયોગ થાય તેની ચર્ચા અને ભારતભરમાંથી આવેલા ડેલિગેટ્સ તેમના સૂચનો પણ કરશે. જેનાથી ફોરેન્સિક સાયન્સ વિભાગ વધુ સુદ્રઢ બનશે. જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બાબતો પર પણ મુખ્ય ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં આપદામિત્રોને 350 આપત્તિગ્રસ્ત જિલ્લાઓમાં 1,00,000 સમુદાય સ્વયંસેવકોને આપત્તિ પ્રતિભાવ અને સજ્જતા માટે તાલીમ આપવામાં આવી રહી છે. બાળકોને આપત્તિ વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ પ્રત્યે સંવેદનશીલ બનાવવા માટે શાળા કોલેજમાં વિષય તરીકે સામેલ કરવાની પણ (HM Amit Shah visits Kevadia) વાત જાણવા મળી હતી.

ફોરેન્સિક સાયન્સની બેઠક
ફોરેન્સિક સાયન્સની બેઠક
Last Updated :Jun 27, 2022, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.