સેલવાસમાં ધોળા દિવસે કારનો કાચ તોડી બેગની ઉઠાંતરી

author img

By

Published : May 15, 2019, 9:32 PM IST

સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં એક વ્યકિત હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતાં. તે દરમિયાન કોઈ ઠગે તેમની કારને નિશાન બનાની હતી. લોકોની અવર-જવરથી ધમધમતા આ વિસ્તારમાં ધોળા દિવસે કાચ તોડી બેગને ઉઠાવી ભેજાબાજ ફરાર થઈ ગયો હતો.

કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસમાં રાજુ બંસલ શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. હોસ્પિટલની બહાર તેમણે પોતાની કાર નં DN-09-K-0258 પાર્ક કરી હતી. થોડી વારમાં સારવાર લઈને બહાર આવતા તેમણે કારનો કાચ તુટેલો જોયો હતો. આ જોઈ તેઓ ચોંકી ઉઠયા હતા.

સેલવાસમાં ધોળા દિવસે કારનો કાચ તોડી બેગની ઉઠાંતરી

કારમાં જોતા તેમની બેંકની પાસબુક અને અન્ય દસ્તાવેજો ભરેલી ગાયબ હતી. સતત ટ્રાફીક અને લોકોની ભીડભાડવાળા વિસ્તારમાં આ ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. આ ઉપરાંત તંત્ર સામે લોકો ગુસ્સો પણ ઠાલવી રહ્યા છે.


Slug :- સેલવાસમાં ટ્રાફિકથી ધમધમતા હોસ્પિટલ રોડ પર કારના કાચ તોડી કરી ચોરી

Location :- સેલવાસ
સેલવાસ :- સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા કાર માલિકની કારનો કાચ તોડી બેગની ઉઠાંતરી કરતી ઘટના પ્રકાશમાં આવી છે. ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર ધોળે દિવસે કારનો કાચ તોડી ચોરી કરનાર ચોરોએ સેલવાસ પોલીસને ચેલેન્જ ફેંકી છે.


સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં રાજુ બંસલ નામના દર્દી પોતાની પત્ની સાથે પોતાની સારવાર કરવા આવ્યા હતાં. તે દરમ્યાન હોસ્પિટલના મુખ્ય માર્ગ પર પોતાની કાર નંબર DN-09-K-0258 ને પાર્ક કરી હોસ્પિટલમાં ગયા હતાં. જ્યાંથી પોતાની સારવાર કરવી પરત આવતા જોયું કે તેમની કારનો કાચ તૂટેલો હતો.

 રાજુ બંસલે કારનો કાચ તૂટેલો જાણી કાર માં ચોરી થઈ હોવાનો ધ્રાસકો અનુભવ્યો હતો. ચોર ઈસમોએ કારમાંથી એક બેગની ઉઠાંતરી કરી હતી. રાજુ બંસલના જણાવ્યા મુજબ તે બેગમાં બેન્ક પાસબુક સહિત અગત્યના કાગળો હતાં. જેને લઈને લૂંટારાઓ નાસી છૂટ્યા હતાં.

સમગ્ર ઘટના અંગે ગાડી માલિકે સેલવાસ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા સેલવાસ પોલીસે પણ ઘટના સ્થળે જઇ હોસ્પિટલના ગેટ પર લાગેલા CCTV કેમેરા ચેક કર્યા હતા.પરંતુ ચોરીની ઘટના અંગે તેમાં કશું જ જાણવા ના મળતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે, સેલવાસનો હોસ્પિટલ રોડ સતત ટ્રાફિથી ધમધમતો માર્ગ છે. અને તેમ છતાં ધોળે દિવસે કાર નો કાચ તોડી તેમાંથી ચોરીની ઘટના પ્રકાશમાં આવતા સેલવાસવાસીઓમાં અને હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સાગા સબંધીઓમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. 















Bite :- રાજુ બંસલ, કાર માલિક
Bite :- નિર્મલા બંસલ, કાર માલિકની પત્ની

Video spot send FTP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.