દાદરા નગર હવેલીમાં અધિકારીઓ તાનાશાહી અને ભ્રષ્ટાચાર આચરે છે: કોંગ્રેસ

author img

By

Published : Aug 20, 2019, 8:20 PM IST

સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રશાસન દ્વારા 500 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે, ત્યારે પ્રશાસનિક અધિકારીની આ મનમાની સામે જનપ્રતિનિધિઓનું મૌન સેવી રહ્યાં છે. જે અંગે દાદરા નગર હવેલી કોંગ્રેસ અને આદિવાસી એકતા પરિષદ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પ્રભુ ટોકીયાએ જણાવ્યું હતું કે, "દાદરા નગર હવેલીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે અને પ્રજાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે." આમ, આ અંગે આગામી દિવસોમાં પ્રશાસન અને જનપ્રતિનિધિઓ દ્વારા આ મુદ્દે ખુલાસો કરવામાં નહીં આવે તો, જન આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

દાદરા નગર હવેલીમાં સેલવાસ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દાદરા નગર હવેલીના પ્રદેશ પ્રમુખ પ્રભુ ટોકીયા અને આદિવાસી એકતા પરિષદના સભ્યો દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પ્રભુ ટોકીયાએ જણાવ્યું હતું કે, "દાદરા નગર હવેલીમાં સરકારી વિભાગોમાં 30 વર્ષથી કામ કરતા 500 જેટલા કર્મચારીઓને પ્રશાસને અચાનક જ ફરજમુક્ત કરી દીધા છે. જેનો એક પણ જન પ્રતિનિધિએ વિરોધ કર્યો નથી. આ ઉપરાંત જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ સરકારી પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જે અંગે જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક સરપંચો સહિતના તમામ જવાબદાર અધિકારી અને જનપ્રતિનિધિઓ સમક્ષ કાર્યવાહી કરવામાં આવે."

દાદરા નગર હવેલીમાં અધિકારીઓ તાનાશહી અને ભ્રષ્ટાચાર આચરે છે :કોંગ્રેસ
દાદરાનગર હવેલીમાં સરકારી વિભાગોના કર્મચારીઓને નોકરીમાંથી ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. તે અંગે જિલ્લા પંચાયતે કોઈ ખુલાસો કર્યો નથી. ત્યારે જિલ્લા પંચાયત આ અંગે ખુલાસો કરે તેવી માંગ દાદરાનગર હવેલીના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પ્રભુ ટોકીયાએ કરી હતી, અને ચીમકી ઉચ્ચારી હતી કે જો, પ્રશાસન અને જનપ્રતિનિધિઓ આ અંગે કોઈ ખુલાસો નહીં કરે તો આગામી દિવસોમાં સેલવાસ બંધ સહિતના જન આંદોલન કરવામાં આવશે. આ ઉપરાંત કર્મચારીઓને ફરજ મુક્ત કરવાના અને સરકારી પ્રોજેક્ટમાં ચાલતાં ભ્રષ્ટાચાર અંગે વડાપ્રધાનને, ગૃહપ્રધાને લેખિત રજૂઆત કરવામાં આવશે. તેમ છતાં પણ કોઈ પગલાં લેવામાં નહીં આવે તો જન આંદોલન કરવામાં આવશે.

દાદરા નગર હવેલી દમણ અને દીવ એક જ પ્રશાસન નીચે લાવવાના આ નિર્ણય અંગે પણ તેમણે પોતાનો બળાપો કાઢતા પ્રભુ ટોકીયાએ જણાવ્યું હતું કે, "આ અંગે હજુ સુધી પ્રશાસન દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. દાદરા નગર હવેલીની જનતા વિલીનીકરણ મુદ્દે શું ઈચ્છે છે. તે માટે કોઈને સાંભળ્યા વિના જ વિલીનીકરણની વાત કરવામાં આવી છે. જેનાથી દાદરા નગર હવેલીના આદિવાસીઓનું અસ્તિત્વ જોખમમાં મૂકાયું છે.

દાદરા નગર હવેલીમાં ઔદ્યોગિક એકમો બાદ પણ સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી. વિકાસના નામે પાણીની પણ પૂરતી સુવિધા નથી. ભ્રષ્ટાચારે માજા મુકી છે. ત્યારે, દાદરા નગર હવેલી, દમણ અને દીવના વિલય બાદ કેવી રીતે માની શકાય કે પ્રદેશમાં પ્રગતિ થશે. આ અંગે પ્રશાસને બેઠક કરવી જોઈએ અને તે બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. હાલમાં જે કંઈપણ નીતિઓ પ્રશાસન અખત્યાર કરી રહ્યું છે. તે તમામ નીતિઓ આદિવાસીઓના હકને કચડવા સમાન છે.

ઉલ્લેખનીય છે કે, દાદરા નગર હવેલી, દમણ અને દીવને એક એક પ્રશાસન હેઠળ આવરી લેવાની ચર્ચાએ વિસ્તારમાં જોર પકડ્યું છે. એ ઉપરાંત હાલમાં જ પ્રશાસન દ્વારા છેલ્લા 30 વર્ષથી સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા 500 જેટલા કર્મચારીઓને ફરજ મુક્ત કરી દેવાયા છે. તેમજ વિકાસના નામે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાનું સામે આવ્યો છે. ત્યારે જોવું રહ્યું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને આદિવાસી એકતા પરિષદે ઉચ્ચારેલી ચીમકીથી પ્રશાસન કેટલું હરકતમાં આવે છે.

Intro:સેલવાસ :- સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રશાસન દ્વારા 500 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. ત્યારે, પ્રશાસનિક અધિકારીની આ મનમાની સામે જનપ્રતિનિધિઓનું મૌન સેવાઇ રહ્યું છે. જે અંગે દાદરા નગર હવેલી કોંગ્રેસ અને આદિવાસી એકતા પરિષદ દ્વારા પત્રકાર પરિષદ યોજી આગામી દિવસોમાં પ્રશાસન અને જનપ્રતિનિધિઓ દ્વારા આ મુદ્દે ખુલાસો કરવામાં નહીં આવે તો, જન આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પ્રભુ ટોકીયાએ યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે અને પ્રજાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.


Body:દાદરા નગર હવેલીમાં સેલવાસ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દાદરા નગર હવેલીના પ્રદેશ પ્રમુખ પ્રભુ ટોકીયા અને આદિવાસી એકતા પરિષદના સભ્યો દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પ્રભુ ટોકીયાએ જણાવ્યું હતું કે ,દાદરા નગર હવેલીમાં સરકારી વિભાગોમાં 30 વર્ષથી કામ કરતા 500 જેટલા કર્મચારીઓને પ્રશાસને અચાનક જ ફરજમુક્ત કરી દીધા છે. પરંતુ આ અંગે એક પણ જન પ્રતિનિધિએ વિરોધ કર્યો નથી. એ ઉપરાંત જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ સરકારી પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક સરપંચો સહિતના તમામ જવાબદાર અધિકારી અને જનપ્રતિનિધિઓ સમક્ષ કાર્યવાહી કરવામાં આવે.

પ્રભુ ટોકીયાએ જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી કેન્દ્ર સરકાર આધિન આવતો પ્રદેશ છે. આ પ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, રસ્તાઓનું નવીનીકરણ કરવું, બાગાયત વગેરે અનેક સરકારી યોજનાઓમાં શાસક અને વિપક્ષ દ્વારા આ અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો નથી. જે કર્મચારીઓને નોકરીમાંથી ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. તે અંગે જીલ્લા પંચાયતે કોઈ ખુલાસો કર્યો નથી. ત્યારે જિલ્લા પંચાયત આ અંગે ખુલાસો કરે તેવી માંગ દાદરાનગર હવેલીના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પ્રભુ ટોકીયાએ કરી હતી. અને ચીમકી ઉચ્ચારી હતી કે જો પ્રશાસન અને જનપ્રતિનિધિઓ આ અંગે કોઈ ખુલાસો નહીં કરે તો આગામી દિવસોમાં સેલવાસ બંધ સહિતના જન આંદોલન કરવામાં આવશે.

પ્રભુ ટોકીયાએ જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીમાં કર્મચારીઓને ફરજ મુક્ત કરવાના અને સરકારી પ્રોજેક્ટમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગે વડાપ્રધાનને, ગૃહપ્રધાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગૃહમંત્રી અમિત શાહ પણ દાદરાનગર હવેલીના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે, તેમને મળીને રજૂઆત કરવા માટે પણ સમય માગ્યો છે. જો ગૃહમંત્રી અમારી રજૂઆત સાંભળશે તો અમે તેમની સામે તમામ મુદ્દાઓ ઉપર રજૂઆત કરીશું. નહીં તો જન આંદોલન એ એકમાત્ર અમારો ઉપાય રહેશે.

ઉપરાંત દાદરા નગર હવેલી દમણ અને દીવ એકબીજામાં વિલીન કરી એક જ પ્રશાસન નીચે લાવવાના આ નિર્ણય અંગે પણ તેમણે પોતાનો બળાપો કાઢતા જણાવ્યું હતું કે, આ અંગે હજુ સુધી પ્રશાસન દ્વારા કેમ કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. દાદરા નગર હવેલીની જનતા આ વિલીનીકરણ મુદ્દે શું ઈચ્છે છે. તે માટે કોઈને સાંભળ્યા વિના જ વિલીનીકરણની વાત કરવામાં આવી રહી છે. જે દાદરા નગર હવેલી આદિવાસીઓનું અસ્તિત્વ ખતમ કરવા સમાન છે. એક તરફ દાદરા નગર હવેલીમાં ઔદ્યોગિક એકમો બાદ પણ સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી. વિકાસના નામે પાણીની પણ પૂરતી સુવિધા નથી. ભ્રષ્ટાચારે માજા મુકી છે. ત્યારે, દાદરા નગર હવેલી, દમણ અને દીવના વિલય બાદ કેવી રીતે માની શકાય કે પ્રદેશમાં પ્રગતિ થશે. આ અંગે પ્રશાસને બેઠક કરવી જોઈએ અને તે બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. હાલમાં જે કંઈપણ નીતિઓ પ્રશાસન અખત્યાર કરી રહ્યું છે. તે તમામ નીતિઓ આદિવાસીઓના હકને કચડી નાખવા સમાન છે.


Conclusion:ઉલ્લેખનીય છે કે, દાદરા નગર હવેલી, દમણ અને દીવને એક એક પ્રશાસન હેઠળ આવરી લેવાની ચર્ચાએ વિસ્તારમાં જોર પકડ્યું છે. એ ઉપરાંત હાલમાં જ પ્રશાસન દ્વારા છેલ્લા 30 વર્ષથી સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા 500 જેટલા કર્મચારીઓને ફરજ મુક્ત કરી દેવાયા છે. તેમજ વિકાસના નામે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાનું સામે આવ્યો છે. ત્યારે જોવું રહ્યું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને આદિવાસી એકતા પરિષદે ઉચ્ચારેલી ચીમકીથી પ્રશાસન કેટલું હરકતમાં આવે છે.

bite :- પ્રભુ ટોકીયા, પ્રદેશ પ્રમુખ, કોંગ્રેસ

story approval by assignment desk
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.