દાદરાનગર હવેલીની લોકસભાની ખાલી બેઠક પર 30 ઓક્ટોબરે By-Election, સાંસદ મોહન ડેલકરના પત્ની શિવસેનામાંથી લડશે ચૂંટણી

author img

By

Published : Oct 8, 2021, 8:46 AM IST

દાદરાનગર હવેલીની લોકસભાની ખાલી બેઠક પર 30 ઓક્ટોબરે By-Election, સાંસદ મોહન ડેલકરના પત્ની શિવસેનામાંથી લડશે ચૂંટણી

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરનું નિધન થતા હવે દાદરાનગર હવેલીની લોકસભા બેઠક ખાલી પડી છે. ત્યારે આગામી 30 ઓક્ટોબરે લોકસભાની આ બેઠક માટે પેટા ચૂંટણી (By-Election) યોજાશે .તો આ વખતે આ બેઠક પર સાંસદ મોહન ડેલકરના પત્ની શિવસેનાના બેનર હેઠળ ચૂંટણી લડી રહ્યા છે. જોકે, નવરાત્રિના પ્રથમ દિવસે ભાજપે પોતાનો ઉમેદવાર જાહેર કરતા શિવસેનાએ પણ મોહન ડેલકરના પત્નીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

  • દાદરાનગર હવેલીની લોકસભાની ખાલી પડેલી બેઠક પર 30 ઓક્ટોબરે પેટા ચૂંટણી (By-Election)
  • આ બેઠક પરથી સાંસદ મોહન ડેલકરના પત્ની કલાબેન લડશે ચૂંટણી
  • કલા ડેલકર શિવસેનાના બેનર હેઠળ લડશે પેટા ચૂંટણી

સેલવાસઃ સંઘપ્રદેશ સેલવાસમાં 30મી ઓક્ટોબરે લોકસભાની પેટા ચૂંટણી (By-Election) યોજાશે. દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું નિધન થતા તે બેઠક ખાલી પડી છે. તો નવરાત્રિના પ્રથમ દિવસે ભાજપે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે. બીજી તરફ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરને શિવસેનાના બેનર હેઠળ આ ચૂંટણી લડશે. દાદરાનગર હવેલીની પેટા ચૂંટણીમાં ભાજપે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે. તો આ તરફ જેના પર સૌની મિટ મંડાયેલી હતી. તે મોહન ડેલકરના પરિવારમાંથી ડેલકરના પત્ની કલાબેનને શિવસેના પક્ષે ટિકીટ આપી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.

આ પણ વાંચો- કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને ટીકીટ આપવામાં મુંજાયુ

સાંસદ મોહન ડેલકરનું નિધન થતા ફેબ્રુઆરીથી આ બેઠક ખાલી હતી

આપને જણાવી દઈએ કે, સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરે 22મી ફેબ્રુઆરીએ મુંબઈની એક હોટેલમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આદિવાસી સમાજના પ્રિય નેતા એવા મોહન ડેલકરના નિધન બાદ દાદરાનગર હવેલીની લોકસભા બેઠક ખાલી હતી. આ માટે ચૂંટણી પંચે 30 ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે. આ પેટા ચૂંટણીમાં ભાજપે મહેશ ગાવિત નામના કાર્યકરને ઉમેદવાર જાહેર કર્યા છે. બીજી તરફ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી સ્વ. મોહન ડેલકરના પત્ની કલાબેને પણ શિવસેના તરફથી આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

આ પણ વાંચો- બનાસકાંઠામાં કુંભારિયા અને જીતપુર તાલુકા પંચાયતની બંને બેઠક કોંગ્રેસે કબજે કરી

ડેલકર પરિવાર ઉદ્ધવ ઠાકરેને મળ્યો

ગુરુવારે નવરાત્રિના પ્રથમ નોરતે સ્વ. મોહનભાઇ ડેલકરના પત્ની કલાબેન, પૂત્ર અભિનવ પોતાના સમર્થકો સાથે મુંબઈમાં શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા, જ્યાં ઉદ્ધવ ઠાકરેએ કલાબેનને દાદરાનગર હવેલીની પેટા ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતાં.

લોકોની સહાનુભૂતિ ડેલકર પરિવાર તરફ

ઉલ્લેખનીય છે કે, દાદરા નગર હવેલીમાં મોહન ડેલકરના નિધન બાદ તેમની સ્યુસાઇડ નોટ આધારે દાદરાનગર હવેલીના પ્રશાસનિક અધિકારીઓ સામે મુંબઈમાં ડેલકર પરિવારે ફરિયાદ નોંધાવી છે. તેમ જ આ મામલે SITને પણ તપાસ સોંપવામાં આવી છે. મોહન આ પ્રદેશના આદિવાસી નેતા અને 7 ટર્મના સાંસદ હતા, જેમને ન્યાય મળે તે માટે દાદરાનગર હવેલીમાં ભારે જનઆક્રોશ ભભૂક્યો હતો. હજી પણ દાદરાનગર હવેલીના લોકોની સહાનુભૂતિ ડેલકર પરિવાર તરફ છે. ત્યારે આ સહાનુભૂતિ સાથે મોહનભાઈને ન્યાય મળે તે માટે ડેલકર પરિવારે આ પેટા ચૂંટણી લડી જીત મેળવવાનું મન બનાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.