મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર બે નરાધમ ઝડપાયા

author img

By

Published : Oct 5, 2021, 10:42 AM IST

સગીરા સાથે દુશ્ક્રર્મ આચરનાર બે નરાધમ ઝડપાયા

મોરબી જિલ્લામાં સગીરાને હવસનો શિકાર બનાવી વીડિયો અને ફોટોગ્રાફ્સ વાઇરલ કરવાની ધમકી આપી સતત એક વર્ષ સુધી શોષણ કરનારા બે નરાધમોને અંતે પોલીસે ઝડપી લઈ ધોરણસરનું કાર્યવાહી હાથ ધરી છે.

  • મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર બે નરાધમ ઝડપાયા
  • સગીરાના દુષ્કર્મમાં મિત્ર પણ ભાગીદાર બન્યો
  • બીભત્સ વીડિયો દ્વારા સગીરાને બ્લેકમેલ કરવામાં આવતી

મોરબી : મોરબી જિલ્લામાં બે લોકોએ છેલ્લા એકથી સગીરા સાથે સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરતા હતા. બન્ને લોકો સગીરાને મિત્રતાની કટપુળી બનાવી પોતાનું ઐશ્વર્ય માણતા હતા. સગીરાને ભાન થતા બન્ને હવસખોરોએ સગીરાને બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું હતું. મોરબીના હવસખોરોએ સગીરાના બીભત્સ ફોટો અને વીડિયો દ્વારા બ્લેકમેલ કરવામાં રહી હતી. હવસનો શિકાર બનાવી વિડીયો અને ફોટોગ્રાફ્સ વાઇરલ કરવાની ધમકી આપી સતત એક વર્ષ સુધી શોષણ કરનારા બે નરાધમોને અંતે પોલીસે ઝડપી લઈ ધોરણસરનું કાર્યવાહી હાથ ધરી છે.

સગીરાના ભાઈને મારી નાંખવાની ધમકી
મળતી માહિતી મુજબ સગીરા સાથે મિત્રતા કેળવ્યા બાદ અભ્યાસ કરતી સગીરાના બીભત્સ ફોટા અને વીડિયો શુટીંગ ઉતારી બ્લેકમેલ શરૂ કરી વારંવાર સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને બાદમાં આ પાપમાં નરાધમનો મિત્ર પણ ભાગીદાર બન્યો હતો. આ ઉપરાત હેવાનિયતની હદ વટાવી સગીરાના ભાઈને મારી નાંખવાની ધમકી આપી હતી.


પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા
આ હવસખોરો સોસાયટી વિસ્તારમાં આવેલા એક મકાને લઈ જઇ બન્ને શખ્સોએ એક વર્ષ સુધી સતત દુષ્કર્મ ગુજારતા હતા. આ મામલે પોલીસ મથકમાં જયેશ ચંદુભાઇ કણઝરીયા અને મેહુલ સવજીભાઇ હડીયલ વિરુદ્ધ પોક્સો સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો છે. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવતા આરોપી રહેતા જયેશ ચંદુભાઇ કણઝરીયા અને મેહુલ સવજીભાઇ હડીયલને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ રાજ્ય સરકારને હાઇકોર્ટનો ઝટકો: ધર્મ સ્વતંત્રતા કાયદાની કલમ 5 પર સ્ટે યથાવત, કોર્ટે રાજ્ય સરકારની ફગાવી અરજી

આ પણ વાંચોઃ તમામ ધાર્મિક અને ચેરિટેબલ સંસ્થાઓ માટે બને એક સરખા નિયમો, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.