Morbi Municipality Tax Notice : મોરબી નગરપાલિકાએ 22 આસામીને નોટીસ ફટકારી, બાકી છે તગડી રકમ

author img

By

Published : Jan 19, 2022, 2:02 PM IST

Morbi Municipality Tax Notice : મોરબી નગરપાલિકાએ 22 આસામીને નોટીસ ફટકારી, બાકી છે તગડી રકમ

મોરબી નગરપાલિકા હદમાં આવતી મિલકતોનો વેરો ન ભરનાર આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે. તેઓ સામે આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવાના (Morbi Municipality Tax Notice) નિર્દેશ ચીફ ઓફિસરે આપ્યાં છે.

મોરબીઃ મોરબી નગરપાલિકા વિસ્તારની મિલકતોનો વેરો ન ભરનારા લોકોની ઊંઘ ઉડાવવા મોરબી નગરપાલિકાએ પગલાં લીધાં છે. મોરબી નગરપાિક હદમાં રુપિયા એક લાખ (Notice to pay tax 2022) સુધીનો વેરો ન ભરનાર 22 આસામીઓને નોટિસ (Morbi Municipality Tax Notice) ફટકારવામાં આવી છે. આગામી સમયમાં વધુ કડક પગલાં ભરવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે.

વેરો ન ભરનારના નામો હોડીંગ્સમાં મુકાશે

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું છે કે પાલિકાની વેરા વસુલાતની આવક ઘટી જવા પામી છે. બીજી તરફ પાલિકા દ્વારા વિવિધ વિકાસ કામો થઇ રહ્યા છે. જેથી વિકાસ કાર્યોમાં અવરોધ પેદા થઇ રહ્યા છે. જેથી વેરો ન ભરનાર આસામીઓ વિરુદ્ધ પાલિકા તંત્રએ કાર્યવાહી શરુ કરી છે. તેવા લોકોના નામો હોડીંગ્સમાં (Morbi Municipality Tax Notice)દર્શાવવામાં આવશે.

નગરપાલિકાએ વિકાસકાર્યોમાં તાણ પડતાં શરુ કરી કાર્યવાહી

આ પણ વાંચોઃ Morbi Municipality:મોરબીમાં રખડતા ઢોરના ત્રાસના કારણે પાલિકાએ ગૌશાળા બનાવી

ગટર-પાણી કનેક્શન કાપવાની કાર્યવાહી કરાશે

નગરપાલિકાનો 1 લાખ રુપિયાથી વધુનો બાકી વેરો હોય તેવા 22 આસામીઓને નોટીસ તો (Notice to pay tax 2022) આપવામાં આવી છે. પણ નોટીસ મળવા છતાં વેરો નહીં ભરે તો પાણી અને ગટરના કનેક્શન કાપવા સુધીની કડક કાર્યવાહી (Morbi Municipality Tax Notice) કરવામાં આવશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ મોરબી નગરપાલિકા દ્વારા સ્વચ્છ સંસ્થાઓને રેટિંગ આપી પ્રમાણપત્ર અર્પણ કરાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.