મેહુલ બોઘરાના સમર્થનમાં આ જિલ્લામાં આજે વકીલો એક પણ કેસ ન લડ્યા

author img

By

Published : Aug 25, 2022, 2:21 PM IST

મેહુલ બોઘરાના સમર્થનમાં આ જિલ્લામાં આજે વકીલો એક પણ કેસ ન લડ્યા

સુરતમાં વકીલ મેહુલ બોઘરા ઉપર થયેલા હુમલાના પડઘાં હવે મોરબીમાં પડ્યા છે. અહીં મોરબી વકીલ એસોસિએશન હવે તેમના સમર્થનમાં આવ્યું છે. સાથે જ મોરબીના વકીલોએ કોર્ટની કામગીરીનો પણ બહિષ્કાર કર્યો હતો. lawyer bar association, mehul boghara support

મોરબી સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર થયેલા હુમલાનો મામલો ચકચારી (adv mehul boghara news) બન્યો છે. તેવામાં હવે મોરબી બાર એસોસિએશને (lawyer bar association) પણ આ હુમલાનો વિરોધ કરી મેહુલ બોઘરાનું સમર્થન (mehul boghara support) કર્યું છે. આ માટે મોરબી બાર એસોસિએશન વકીલ મંડળ સહિત તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અડગા રહ્યા હતા.

આ પણ વાંચો TRB વડા સાજન ભરવાડ સામે વકીલોનો હોબાળો, સુરત બાર એસોસિએશન કેસ લડવા તૈયાર નહીં

વકીલોએ કર્યો વિરોધ સુરતના વકીલ મેહુલ બોઘરા ઉપર થયેલા હુમલાના (mehul boghara news today) વિરોધમાં મોરબી વકીલ મંડળના તમામ વકીલો આજે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા.. જ્યારે મોરબી બાર એસોસિએશન દ્વારા આ ગુનામાં આરોપીઓ સામે કડક (mehul boghara support) કાર્યવાહી અને તટસ્થ તપાસ કરવા ગૃહપ્રધાનને અનુરોધ કરી આરોપીઓ તરફે કોઈ પણ વકીલે નહીં રોકાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો પોલીસ અને મળતિયા દ્વારા ગેરકાયદેસર ઉઘરાણા, લાઇવ કરનાર પર હુમલો

શું હતો મામલો સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી થોડી જ દૂર વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઈઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો (adv mehul boghara news) કર્યો હતો. સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઈવ પણ કર્યું હતું. એટલે સાજન ભરવાડ (sajan bharwad news today) ઉશ્કેરાયો (mehul boghara news today) હતો અને તેણે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. આથી, સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઈને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળી (mehul boghara support) રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.