Morbi District Panchayat Meeting: મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષે નાની સિંચાઈ, શાળાના ઓરડાના પ્રશ્નો ઉઠાવ્યા

author img

By

Published : Dec 30, 2021, 8:46 PM IST

Morbi District Panchayat Meeting: મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષે નાની સિંચાઈ, શાળાના ઓરડાના પ્રશ્નો ઉઠાવ્યા

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવામાં(Morbi District Panchayat General Meeting ) આવી હતી.જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 13 એજન્ડાઓ રજુ (Presented 13 agendas in the general meeting )કરવામાં આવ્યા હતા. જેમાં એજન્ડા નંબર 12 જેમાં 15માં નાણાપંચનું જિલ્લા કક્ષાનું વર્ષ 2020-21 નું બાકી રહેલ ગ્રાન્ટનું અને વર્ષ 2021-22 ની સંભવિત ગ્રાન્ટનું આયોજન કરવાનો એજન્ડા હાલ મુલતવી રાખવામાં આવ્યો હતો. જયારે બાકીના 11 એજન્ડાઓ અને પ્રમુખ સ્થાનેથી રજુ થયેલ એજન્ડાને બહાલી આપવામાં આવી હતી.

મોરબીઃ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે પંચાયત(Morbi District Panchayat General Meeting ) પ્રમુખ ચંદુભાઈ શિહોરા અને ડીડીઓ પરાગ ભગદેવના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં યોજવામાં આવી હતી. જેમાં 15માં નાણાપંચનું જિલ્લા કક્ષાનું બાકી રહેલ ગ્રાન્ટ અને સંભવિત ગ્રાન્ટના આયોજનનો એજન્ડા મુલતવી રાખવામાં આવ્યો હતો. તે સિવાયના બાકી તમામ એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી.

સામાન્ય સભામાં 13 એજન્ડાઓ રજુ કરવામાં આવ્યા

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 13 એજન્ડાઓ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં એજન્ડા નંબર 12 જેમાં 15માં નાણાપંચનું જિલ્લા કક્ષાનું વર્ષ 2020-21 નું બાકી રહેલ ગ્રાન્ટનું અને વર્ષ 2021-22ની સંભવિત ગ્રાન્ટનું આયોજન કરવાનો એજન્ડા હાલ મુલતવી રાખવામાં આવ્યો હતો. જયારે બાકીના 11 એજન્ડાઓ અને પ્રમુખ સ્થાનેથી રજુ થયેલ એજન્ડાને બહાલી આપવામાં આવી હતી. તો પ્રશ્નોતરી કાળમાં વિપક્ષે આકરા તેવરના દર્શન કરાવ્યા હતા વિપક્ષ દ્વારા નાની સિંચાઈના કામો, ગામડાની શાળાઓમાં જર્જરિત (School room questions )ઓરડાઓ અને 100 ચો.વારના પ્લોટ સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા.

જિલ્લા પંચાયતની સામાન્ય સભા

નાની સિંચાઈ યોજનાના કામો પાંચ વર્ષથી બંધ છે : ભુપેન્દ્ર ગોધાણી

જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સદસ્ય ભૂપેન્દ્રભાઈ ગોધાણી સહિતના વિપક્ષી નેતાઓએ આજે મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમાં નાની સિંચાઈ યોજનાના કામો 5 વર્ષથી થયા નથી રીપેરીંગ અને નવા કામો બંધ છે, તો ગામની શાળાઓમાં ક્લાસરૂમ બિસ્માર હાલતમાં છે, તેમજ 100 ચો વારમાં પ્લોટ ફાળવણીમાં નવી પદ્ધતિ લાંબી પ્રક્રિયા હોવાથી જૂની પદ્ધતિ અનુસાર ચાલુ રાખવા માંગ કરવામાં આવી હતી.

નાની સિંચાઈ યોજનામાં સરકારની મંજુરી મળતા કામો શરુ થશે : પ્રમુખ

વિપક્ષ કૉંગ્રેસના પ્રશ્નોના જવાબ આપતા જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે નાની સિંચાઈ કામો મંજુરી માટે સરકારમાં દરખાસ્ત કરી છે. જે મંજુરી મળતા કામો શરુ થશે તો 100 ચો વારના પ્લોટ બાબતે એસીસી ડેટા વાળો સરકારનો પ્રશ્ન છે. જે રજૂઆત કરશું અને મંજુરી મળતા તુરંત કાર્યવાહી કરવામાં આવશે તો પ્રશ્નોતરી કાળ ટૂંકાવવાના વિપક્ષના આક્ષેપ અંગે જણાવ્યું હતું કે મીટીંગમાં સમય મર્યાદા હોય છે અને દરેક સદસ્યને 10 પ્રશ્ન પૂછવાની મંજુરી આપવામાં આવી હતી અને સમયસર મીટીંગ પૂર્ણ થાય તે જોવું પણ જરૂરી છે તેમ જણાવ્યું હતું.


આ પણ વાંચોઃ Good Governance Week 2021:રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો

આ પણ વાંચોઃ Reality Check for Covid Guideline : આણંદમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે તંત્રની ઉદાસીનતા સામે આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.