Brijesh Merja paying a surprise visit: મોરબીના જેતપુર રોડના ચાલતા કામની ઓચિંતી મુલાકાત લેતા પ્રધાન બ્રિજેશ મેરજા

author img

By

Published : Jan 10, 2022, 5:31 PM IST

Brijesh Merja paying a surprise visit: મોરબી તાલુકાના જેતપુર રોડના ચાલતા કામની ઓચિંતી મુલાકાત લેતા પ્રધાન બ્રિજેશ મેરજા

મોરબી તાલુકાના જેતપુર રોડના નવા મંજૂર કરાયેલ રસ્તાના કામની ચાલી રહેલ કામગીરીની પ્રધાન બ્રિજેશ મેરજા (Brijesh Merja paying a surprise visit) અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ ઓચિંતી મુલાકાત લીધી હતી.

મોરબી: મોરબી તાલુકાના જેતપુર મચ્છુથી રાપર સુધીના નવા મંજૂર કરાયેલ રસ્તાના કામની ચાલી રહેલ કામગીરીની પ્રધાન બ્રિજેશ મેરજા (Minister Brijesh Merja in Morbi) અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ ઓચિંતી મુલાકાત (Brijesh Merja paying a surprise visit) લીધી હતી.

મોરબી તાલુકાના જેતપુર રોડના ચાલતા કામની ઓચિંતી મુલાકાત લેતા પ્રધાન બ્રિજેશ મેરજા

નબળા કામની સજા ભોગવવા તૈયાર રહે તેવી તાકીદ કરવામાં આવી

પ્રધાન બ્રિજેશ મેરજાએ મુલાકાત લેતા સ્થળ ઉપર મજૂરો દ્વારા થઈ રહેલ કામગીરીને નિહાળી હતી, જેમાં નક્કી કરેલ પ્રમાણ મુજબ સિમેન્ટ વાપરવાનો હોય તેમાં કચાસ દેખાતા સ્થળ પરથી જ બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાએ સંબંધિત ઇજનેરોને તાકીદ કરી હતી. આ નબળું કામ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે જે કોઈપણ એજન્સી હોય નબળા કામની સજા ભોગવવા તૈયાર રહે તેવી તાકીદ કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરને સ્પષ્ટ સૂચના

મટીરીયલને ક્વોલિટી કન્ટ્રોલમાં મોકલવા માટે બ્રિજેશ મેરજા કોથળીમાં મટીરીયલ સાથે ગુણવત્તાની ચકાસણી માટે મોકલવા જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરને સ્પષ્ટ સૂચના આપી હતી અને લેબોરેટરીમાં ચકાસણી કરવામાં આવે અને આ નબળી ગુણવત્તાના મટીરીયલ સબબ એજન્સી અને કામના સુપરવિઝન કરતાં અધિક મદદનીશ ઇજનેરોને યોગ્ય ઠેરવવા સુચના આપી હતી.

પ્રધાનની ઓચિંતી મુલાકાતથી ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ

વધુમાં પ્રધાને જણાવ્યું કે, આ એકમાત્ર રસ્તાનું નહિ પણ મોરબી માળીયામાં જ્યાં પણ આવા રસ્તાના કામો ચાલુ છે, ત્યાં ક્યાંય પણ આ પ્રકારની મટિરિયલની કચાસ ચલાવી લેવામાં નહીં આવે તેમ સ્પષ્ટ કહ્યુ હતું. આમ સ્થળ પર પ્રધાનની ઓચિંતી મુલાકાતથી ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ મચી ગયો હતો, તેમજ લોકોએ પણ પ્રજા સેવકના આવા કામની સરાહના કરી હતી.

આ પણ વાંચો:

વિધાનસભા પેટા ચૂંટણીઃ મોરબીમાં ભાજપે શરૂ કર્યો ઓનલાઇન પ્રચાર

Minister Brijesh Merja Review Meeting: મોરબી જિલ્લામાં યોજાઈ કોરોનાની ત્રીજી લહેર પૂર્વે કરેલી તૈયારીઓની સમીક્ષા બેઠક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.