Corona Vaccination for Children: મોરબીમાં 15 હજાર બાળકોને રસી સુરક્ષાકવચ અભિયાન શરૂ

author img

By

Published : Jan 3, 2022, 8:42 PM IST

Corona Vaccination for Children: મોરબીમાં 15 હજાર બાળકોને રસી સુરક્ષાકવચ અભિયાન શરૂ

રાજ્યમાં બાળકોને કોરોના રસી આપવાની કામગીરી કરવમાં(Corona Vaccination for Children) આવી રહી છે. મોરબી જિલ્લામાં 15 થી 18 વર્ષના તરુણોને કોરોના રસી (Vaccination of children in Morbi)આપવાનું આજે શરુ કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં (Corona vaccination in Morbi )15 હજાર જેટલા વિદ્યાર્થીને કોરોના રસી આપવામાં આવશે. જેના માટે આરોગ્ય વિભાગની ટીમ 235 શાળા-કોલેજમાં કેમ્પ યોજી રસીકરણની કામગીરી કરી રહી છે.

મોરબીઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડત આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 થી 18 વર્ષના તરુણોને રસી (Vaccination of children in Morbi)આપવાનું નક્કી કર્યું હોય જે અંતર્ગત આજે મોરબી જીલ્લામાં તરુણો માટે રસીકરણ શરુ કરવામાં આવ્યું છે અને શાળા તેમજ કોલેજમાં કેમ્પ યોજી રસીકરણ કરવાની શરૂઆત કરવામાં આવી છે.

મોરબીમાં કોરોના રસીકરણ

મોરબી જિલ્લામાં 15 થી 18 વર્ષના તરુણોને કોરોના રસી આપવાનું આજે શરુ કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના 235 શાળા અને કોલેજમાં આજે અભ્યાસ કરતા 15 હજાર જેટલા વિદ્યાર્થીઓને કોરોના રસી(Vaccination of children in Morbi) આપવાનું શરુ કરવામાં આવ્યું હતું અને સોમવારે એક જ દિવસમાં 15 હજાર જેટલો રસીકરણનો (vaccination for 15 to 18 year of age group )લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. જે અંગે ડૉ. વિપુલ કારોલીયાએ જણાવ્યું હતું કે આજે મોરબી જિલ્લામાં 15 હજાર જેટલા વિદ્યાર્થીને કોરોના રસી આપવામાં આવશે. જેના માટે આરોગ્ય વિભાગની ટીમ 235 શાળા-કોલેજમાં કેમ્પ યોજી રસીકરણની કામગીરી કરી રહી છે. તો રસી આપ્યા બાદ વિદ્યાર્થીઓને વાંચન કરાવાય છે રસી (Corona vaccination in Morbi )આપ્યા બાદ અડધો કલાક જેટલો સમય ઓબ્ઝર્વેશનમાં રાખવા જરૂરી હોય જેથી સમયનો સદુપયોગ કરતા બાળકોને વાંચન કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ સફળતા મેળવવા માટેની કોઈ ઉંમર નથી હોતી, આ વાત સાબિત કરે છે અમદાવાદની 12 વર્ષની બાળકી આર્યાએ

બોયઝ હાઇસ્કૂલમાં રસીકરણ મોડું શરુ થયું

મોરબીની બોયઝ હાઈસ્કૂલમાં રસીકરણ કામગીરી મોડી શરુ થઈ હતી. જે અંગે આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રસી લેનાર વ્યક્તિની એન્ટ્રી કોવીડ સોફ્ટવેરમાં કરવાની હોય છે જેમાં ટેકનીકલ ખામીને પગલે મોડું થયું હતું જોકે ટેકનીકલ ટીમે પ્રશ્ન ઉકેલી નાખીને રસીકરણ શરુ કરી દીધાનું જણાવ્યું હતું. વાંકાનેર શહેરમાં આવેલ ફૈઝ બ્રાઈટ સ્કૂલમાં રસીકરણની કામગીરી શરુ કરવામાં આવી નોંહતી હતી. જેથી આ મામલે મેડીકલ ઓફિસર ટીમે સ્થળ પર જઈને પ્રશ્ન જાણ્યો હતો જેમાં સંચાલકોએ વાલીઓની સંમતી માટે રાહ જોવાતી હતી અને બાદમાં કામગીરી શરુ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ CM patel at health training program: ચૂંટણીઓ નજીક આવતા અમારી ભૂલો બતાવાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.