મોરબીમાં ભૂમાફિયા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

author img

By

Published : Sep 1, 2022, 1:47 PM IST

મોરબીમાં ભૂમાફિયા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

હળવદ તાલુકાના મેરૂપર ગામમાં જમીન પચાવી પાડતા 3 શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ફરિયાદ નોંધાઇ છે.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના મોજે મેરૂપર ગામમાં રહેતા 60 વર્ષીય શંકર દેવા રજપરાએ આ ત્રણયે આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી મોરબી કલેકટર કચેરીમાં કરી હતી.Complaint of land grabbing in Halwad, Land Grabbing, Land Grabbing Act Gujarat

મોરબી હળવદના મેરૂપર ગામમાં જમીન પચાવી પાડનાર 3 શખ્સો વિરુદ્ધ હળવદ (Complaint of land grabbing)પોલીસ મથકમાં મામલતદાર નાનજી સુદામાજી ભાટ્ટી દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં હળવદના મામલતદાર (land grabbing in Morbi )નાનજી સુદામાજી ભાટ્ટીએ રમેશ ભુદર પટેલ, મનસુખ ભુદરભ પટેલ અને વિભા રાહાભ રબારી વિરુદ્ધ ફરિયાદ (land grabbing)દાખલ કરી છે.

આ પણ વાંચો લેન્ડ ગ્રેબિંગ એકટ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં 28 કરોડની જમીન કરાઈ ખાલી

લેન્ડ ગ્રેબિંગની અરજી આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના મોજે મેરૂપર ગામમાં રહેતા 60 વર્ષીય શંકર દેવા રજપરાએ આ ત્રણયે આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની (land grabbing)અરજી મોરબી કલેકટર કચેરીમાં કરી હતી. જેના આધારે કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જે અંગે મામલતદાર નાનજી ભાટ્ટીએ તપાસ કરતા શંકર રજપરા પાસે મેરૂપર ગામની સીમ સર્વ નં 371 પૈકી 8 ની ચો.મી. 2-30 ની જમીનના જરૂરી દસ્તાવેજ મળ્યા ન હતા. જેથી અરજદાર શંકરનો આ જમીન પર કબ્જો હોવાના પુરાવાને અભાવે જમીન પર તેમનો કબ્જો હોવાનું જણાયું ન હતું.

આ પણ વાંચો હરશી રામ ફરીથી સુત્રાપાડાથી ગાંધીનગર સાયકલ લઈને રાજ્ય સરકારને રજુઆત કરવા આવ્યા

જમીન પર ગેરકાયદેસર કબજો કરાયો આ ઉપરાંત તેમની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી રમેશ ભુદર પટેલ, મનસુખ ભુદર પટેલ અને વિભા રાહા રબારીને ક્યારેય આ જમીન સાથણીમાં મળી ન હતી. છતાં તેમણે આ જમીન પર ગેરકાયદેસર કબ્જો કરીને વાવેતર કરતા ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો. જેથી હળવદ પોલીસે હાલ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020ની કલમ-3,4(1)(3), 5(ગ) મુજબ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.