પરિણીત યુવતીએ પિતાને અનોખી રીતે આપી શ્રદ્ધાંજલિ

author img

By

Published : Jun 15, 2022, 3:09 PM IST

પરિણીત યુવતીએ પિતાને અનોખી રીતે આપી શ્રદ્ધાંજલિ

મહેસાણાના વિસનગરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કેશદાનનું અભિયાન (Mehsana Hair donation campaign) ચાલી રહ્યું છે. ત્યારે આ અભિયાન હેઠળ ભુજના માધાપર ગામનાં પરિણીત મહિલાએ પોતાના માથાના વાળનું દાન (The married woman donated her hair) કરીને પિતાને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

મહેસાણાઃ વિસનગરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (A social media platform called Bald Beauty World ) પર કેશદાનનું વિશેષ અભિયાન ચાલી રહ્યું છે. તે અંતર્ગત ભુજના માધાપર ગામનાં યુવતીએ પોતાના માથાના વાળનું દાન કર્યું છે. કેન્સર પીડિયોને મદદરૂપ (Trying to help cancer patients) થવા માટે યુવતીએ કેશદાન કરી અનોખી રીતે પિતાને શ્રદ્ધાંજલિ (The woman from Bhuj paid a unique tribute to her father) અર્પણ કરી હતી.

ભૂજના મહિલાએ કેશદાન કર્યા

ભૂજના મહિલાએ કેશદાન કર્યા - ભૂજના રહેવાસી મનીષા પટેલે કેન્સરપીડિયો માટે વિગ બનાવવા માટે માથાના વાળ દાન કર્યા છે. મહત્વનું છે કે, વિસનગરના બેલ્ડ બ્યુટી વર્લ્ડ (A social media platform called Bald Beauty World) અને મુંબઈની મદદ સંસ્થાના સહયોગથી આ વાળનું દાન કેન્સરગ્રસ્તોને મદદરૂપ (Trying to help cancer patients) થશે.

આ પણ વાંચો- World No Tobacco Day 2022: કઈ રીતે જાણવું કેન્સર છે કે નહીં...

વાળનો યોગ્ય ઉપયોગ થાય તેવો પ્રયાસ - આપને જણાવી દઈએ કે, ભુજના માધાપર ગામનાં 33 વર્ષીય પરિણીત મહિલા મનીષા મેપાણીએ કોરોના કાળમાં પિતા રમણિકભાઈને ગુમાવ્યા હતા. કોરોનાના કારણે તેમણે જ તેમના પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા. જોકે, તેમના પિતાને એક વર્ષ પૂર્ણ થતાં તેમણે કેશદાન કર્યું છે. સામાન્ય રીતે કોઈકના અવસાન પછી ક્રિયાકર્મ કરતા મુંડન કરાવી વાળ કચરામાં નાખવામાં આવતા હોય છે, જેનાથી પ્રદૂષણ ફેલાય છે. ત્યારે મનીષાબેને તેમના વાળ કેન્સર પીડિતોને કામમાં આવે તે માટે વાળનું દાન કર્યું હતું. સાથે જ તેમણે પિતાને અનોખી રીતે શ્રદ્ધાંજલિ (The woman from Bhuj paid a unique tribute to her father) અર્પણ કરી હતી. હવે આ વાળ કેન્સરપીડિત દર્દીઓને મોકલવામાં આવશે. તેવું સ્થાનિક સામાજિક કાર્યકર્તા તૃપલ પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચો- sparsh Cancer Care: ભાવનગરમાં કેન્સરની સર્જરી કરેલા દર્દી માટે દરેક થેરાપી NRIના સહયોગ ફ્રી

કેન્સરપીડિતોને મોકલવામાં આવશે વાળ - કેન્સર એક એવી બીમારી રહી છે, જે બીમારી દર્દીને જાહેર થતાં જ તેમનું જીવન જીવવાનું મનોબળ ભાંગી પડે છે. ત્યારબાદ કેન્સરની સારવારમાં માથાના વાળ ખરવા સહિત થતી સાઈડ ઈફેક્ટ એ દર્દીને રોગ સામે લડતા પહેલા જ માનસિક રીતે હરાવી જાય છે. જોકે, કેન્સરના દર્દીઓની સારી સારવાર અને તેમના માનસિક મનોબળને મજબૂત કરવા કેટલીક સંસ્થાઓ અને લોકો આગળ આવી રહ્યા છે, જેમાં વિસનગરના બેલ્ડ બ્યુટી વર્લ્ડ (A social media platform called Bald Beauty World) નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા અનેક યુવતીઓને કેશદાન માટે પ્રેરણા પૂરી પાડવામાં આવતા અનેક યુવતીઓએ કેન્સર પીડિતોને મદદરૂપ (Trying to help cancer patients) થવા પોતાના વાળનું દાન કરાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.