મહેસાણા ખાતે જનઆશીર્વાદ યાત્રા, ભાજપ એ અઢારે આલમના આશીર્વાદવાળી પાર્ટી છે : રૂપાલા

author img

By

Published : Aug 19, 2021, 9:03 PM IST

મહેસાણા ખાતે જનઆશીર્વાદ યાત્રા, ભાજપ એ અઢારે આલમના આશીર્વાદવાળી પાર્ટી છે : રૂપાલા

મહેસાણા જિલ્લામાં કેન્દ્રીય કૃષિપ્રધાન પરસોત્તમ રૂપાલાની ઉપસ્થતિમાં ઊંઝાના ઉનાવા APMC થી બેચરાજી સુધી જનઆશીર્વાદ યાત્રાના આયોજન સાથે આ યાત્રા મહેસાણા આવી પહોંચી હતી. જેમાં માનવ આશ્રમ થી ટ્રેકટર અને બાઇક રેલી યોજી યાત્રાને આર્કિટ હાઉસ સુધી લઈ જવાઈ હતી. જ્યાં પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં મળેલ પત્રકાર પરિષદ યોજાઈ હતી.

  • મહેસાણા ટાઉનહોલ ખાતે રૂપાલાએ જન આશીર્વાદ યાત્રામાં માસ્ક પહેરીને ભાષણ કર્યું
  • ઉનાવાથી બેચરાજી સુધી યાત્રામાં ઠેરઠેર સ્વાગત અને સંમેલન સાથે ટ્રેકટર- બાઇક રેલી યોજાઈ
  • મહેસાણા ખાતે યાત્રામાં નાયબ મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ જોડાયા

    મહેસાણાઃ આજે મહેસાણા જિલ્લામાં કેન્દ્રીય કૃષિપ્રધાન પરસોત્તમ રૂપાલાની ઉપસ્થતિમાં ઊંઝાના ઉનાવા APMCથી બેચરાજી સુધી જન આશીર્વાદ યાત્રાના આયોજન સાથે આ યાત્રા મહેસાણા આવી પહોંચી હતી. જેમાં માનવ આશ્રમથી ટ્રેકટર અને બાઇક રેલી યોજી યાત્રાને આર્કિટ હાઉસ સુધી લઈ જવાઈ હતી. જ્યાં પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં મળેલ પત્રકાર પરિષદ યોજાઈ હતી. બાદમાં મહેસાણા શહેર ટાઉન હોલ ખાતે સંમેલન યોજાયું હતું. જે બાદ આ યાત્રાનું બેચરાજી તરફ પ્રસ્થાન કરાયું હતું જ્યાં બેચરાજી ખાતે બહુચર માતાજીના દર્શન અને એક સંમેલન યોજી યાત્રા આગળ મોરબી તરફ આગળ વધશે.

    મહેસાણા સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય કૃષિપ્રધાન પરસોતમ રૂપાલા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદમાં રૂપાલાએ મહેસાણા જિલ્લાને ઉત્તર ગુજરાતનું પાટનગર ગણાવી પશુપાલન અને ખેતીમાં અગ્રેસર ઉત્તર ગુજરાતનું ગૌરવ ગણાવ્યું હતું. જન આશીર્વાદ યાત્રા થકી પ્રજા વચ્ચે આવી રૂપાલાએ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસ રાજમાં પ્રજાને પડતી મુશ્કેલીઓને લઈ કટાક્ષ કર્યા



પરસોત્તમ રૂપાલાએ ભાજપ સરકારના રસ્તા પાણી અને કૃષિ વિકાસ અંગે કરેલ વિકાસ કામોને બિરદાવી કોંગ્રેસ રાજમાં પ્રજાને પડતી મુશ્કેલીઓને લઈ કટાક્ષ કર્યા હતાં. તો હાલમાં કોંગ્રેસ જન આશીર્વાદ યાત્રાને જન આક્રોશ યાત્રા કહી રહી છે તેમની પાસે આક્રોશ કરવા પાંચ માણસો પણ નથી તેવું નિવેદન કર્યું હતું.


નીતિન પટેલના તીખાં નિવેદનો

નાયબ સીએમ નીતિન પટેલે કહ્યું કે જેમ કોઈ ગુનેગારને કલેકટરના આદેશથી તડીપાર કરાય છે તેમ 25 વર્ષ થી ગુજરાતમાં કોંગ્રેસ તડીપાર છે. તો કોંગ્રેસને આવો આવો કરી ચૂંટણી માટે ઉમેદવાર શોધવા કેમ્પ કરવા પડશે તેવું નિવેદન આપી કોંગ્રેસ સામે તીખા નિવેદનો આપ્યા હતા.

કોંગ્રેસને આવો આવો કરી ચૂંટણી માટે ઉમેદવાર શોધવા કેમ્પ કરવા પડશે

ભાજપના કાર્યકર્તાઓને પાટીલની ટકોર : એક લાખ મતદારો છે પણ 7 કે 8 હજાર જ ફોલોવર છે

ભાજપ પાસે લાખો કાર્યકર્તાઓ છે જેમને હોદ્દો નથી છતાં ઉત્સાહથી કાર્ય કરી રહ્યા છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 2 લાખ લોકોએ ટિકિટ માંગી જેમાં 10 હજારને ટિકિટ છતાં તેમાં બાકીના 1.90 લોકોએ સમર્થન કર્યું , 17 મીએ વડાપ્રધાનનો જન્મ દિવસ છે સાથે જ 6 ઓક્ટો્બરે શરૂ થયેલ નરેન્દ્ર મોદીની ગુજરાતના સીએમથી લઈ ભારતના પીએમ સુધીની સફળતાના 20 વર્ષ પૂરા થાય છે. જેની ખુશીમાં ઉજવણીનું એક આગવું આયોજન કરવામાં આવશે. કાર્યકર્તાઓને સોશિયલ મીડિયામાં એક્ટિવ થવું જોઈએ. તમારા એક લાખ મતદારો છે પણ 7 કે 8 હજાર જ ફોલોવર છે.

રૂપાલાનું માસ્ક પહેરીને ભાષણ, યાત્રાઓ એ ભાજપની પરંપરા રહી છે

મહેસાણા ટાઉન હોલ ખાતે પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે યાત્રાઓ એ ભાજપની પરંપરા રહી છે , કેન્દ્રમાં ગુજરાતના પાંચ પ્રધાન બનતા આ પરિવર્તનને વધાવવાનું આયોજન ભાજપે કર્યું છે, ઊંઝા ઉમિયા માતાજી દર્શન કર્યા છે અને 900 વર્ષ જૂની પરંપરા જ્યાં રહેલી છે તેવા વાળીનાથ ધામના પણ મેં દર્શન કર્યા અને જ્યારે ભારતમાં એક સમયે ભાજપના 2 જ વાવટા ફરકેલા એમાં એક મહેસાણાની ધરતી પર હતો. જેનું ગૌરવ છે. તો અમે રાજકીય પાર્ટીના માણસ છીએ એટલે રાજકીય કાર્યો કરવાના છે. પહેલા ભારત ખેતીપ્રધાન કહેવાતો હતો આજે નરેન્દ્ર મોદી pm છે ત્યારે ખરા અર્થમાં ભારતની તિજોરીમાંથી ખેડૂતોના ખાતામાં પૈસા જાય છે. કોંગ્રેસ હતી ત્યારે આવું ન હતું અને એ વખતે નર્મદાના દરવાજા માટે મેં મનમોહનસિંહને ચીસો પાડી રજૂઆતો કરેલી છતાં નરેન્દ્ર મોદી pm બન્યાં ત્યારે આ કામ થયું હતું.

આ પણ વાંચોઃ મનસુખ માંડવિયાની જન આશીર્વાદ યાત્રા, પાટીદારો સાથે યોજી બેઠક

આ પણ વાંચોઃ મનસુખ માંડવિયાના નિવેદનથી પાટીદાર સમાજને ઉશ્કેરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે: કોંગ્રેસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.