વડનગરના નવનિર્મિત રેલવે સ્ટેશન પર આવશે ડેમુ ટ્રેન, વડાપ્રધાન કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ

author img

By

Published : Jul 15, 2021, 7:47 PM IST

વડનગરના નવનિર્મિત રેલવે સ્ટેશન પર આવશે ડેમુ ટ્રેન, વડાપ્રધાન કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ

16 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલ્વે સ્ટેશન રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગરથી વરેઠા મેમુ ટ્રેનની શરૂઆત વર્ચુયઅલ માધ્યમથી કરાવશે. જેની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે મહેસાણા જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.

  • વડનગર ખાતે અદ્યતન રેલવે સ્ટેશનનું કરાયું છે નિર્માણ
  • અંદાજીત 8 કરોડના ખર્ચે નવનિર્મિત છે આ રેલવે સ્ટેશન
  • પૌરાણિક રેલવે સ્ટેશનને જમીનદોષ કરી નવુ બનાવવામાં આવ્યું

મહેસાણા: દેશના વડાપ્રધાન દ્વારા 16 જુલાઇ શુક્રવારના રોજ દિલ્લીથી રેલ્વે સ્ટેશન રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાંજે 4 કલાકે ગાંધીનગરથી વરેઠા મેમુ ટ્રેનની શરૂઆત વર્ચુયઅલ માધ્યમથી કરાવશે. જે ટ્રેન ગાંધીનગર જિલ્લાના ત્રણ સ્ટેશનો હોલ્ટ કરી મહેસાણા જિલ્લામાં ઝુલાસણ ખાતે સાંજે 17:29 કલાકે પ્રવેશ કરશે. આ ટ્રેન જિલ્લાના ઝુલાસણ ખાતે 1 મિનિટ ડાંગરવા, 1 મિનિટ આંબલીયાસણ, 2 મિનિટ જગુદણ, 2 મિનિટ મહેસાણા શહેર, 5 મિનિટ રંડાલા, 2 મિનિટ પુદગામ-ગણેશપુરા, 2 મિનિટ વિસનગર શહેર, 2 મિનિટ ગુંજા, 2 મિનિટ વડનગર શહેર, 7 મિનિટ ખેરાલું શહેર, 2 મિનિટ અને વરેઠા ખાતે ટ્રેનનો અંતિમ સ્ટોપ આપવામાં આવશે.

આ પણ વાંચો: વડનગરમાં 17 વર્ષે રેલવે સેવાનો પુનઃ પ્રારંભ થશે, વડાપ્રધાન કરશે ઉદ્ઘાટન

જિલ્લાના 12 સ્ટેશનો પર રેલગાડીનું સ્વાગત થશે

મહેસાણા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, મહેસાણા, વિસનગર, વડનગર અને વરેઠા ખાતે સન્માનનો કાર્યક્રમ યોજાવાનો છે. આ ઉપરાંત જિલ્લાના તમામ 12 સ્ટેશનો પર રેલગાડીનું સ્વાગત થશે. મહેસાણા ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી વિભાવરી દવે અને વરેઠા ખાતે વાસણ આહિર પણ ઉપસ્થિત રહેશે.

ટ્રેનમાં 8 કોચ અને દરેક કોચમાં 72 યાત્રિકોની વ્યવસ્થા

આ મેમુ ટ્રેનમાં 8 કોચ અને દરેક કોચમાં 72 યાત્રિકોની વ્યવસ્થા છે. દરેક કોચમાં યાત્રિકો પ્રવાસ કરી શકશે. આ ટ્રેનના શુભારંભ સમયે સાધુ સંતો, શિક્ષકો, બાળકો, સ્વામી વિવેકાનંદ યુવક મંડળના યુવકો, એન.સી.સી કેડેટ, એન.એસ.એસના વિધાર્થીઓ, પદાધિકારીઓ પ્રવાસ કરશે. યાત્રિકોને સમગ્ર પ્રવાસ દરમિયાન આનંદ મળી રહે તે માટે મનોરંજ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્ટેશન પર બાળકો દ્વારા લીલી ઝંડી આપશે

મહેસાણા જિલ્લાના તમામ 12 સ્ટેશનો ખાતે સ્વાગત સહિત આનુંષંગિક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક સ્ટેશન પર બાળકો દ્વારા ઝંડી આપી ટ્રેનનું અભિવાદન અને ફુલવર્ષા કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના નક્કી કરાયેલા ચાર સ્ટેશનો પર સ્વાગત કાર્યક્રમમાં, સ્કુલ બેન્ડ ઢોલ સહિત વાંજીત્રો સાથે ટ્રેનનું સ્વાગત કરવામાં આવશે. આ ઉપરાંત ટ્રેનના કોચમાં પોલીસ બેન્ડ દ્વારા પણ સુરાવલી વહેડાવવામાં આવશે.

આ પણ વાંચો: Dream Projects Of PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સ, નામના પણ અને કામના પણ ખરાં..!

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સહિત અનેક પદાધિકારીઓ રહ્યા હતા ઉપસ્થિત

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક વી.એમ.પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર આઇ.આર.વાળા, સુપરન્યુમરી આસીટન્ટ કલેકટર કંચન, પ્રોબેશન નાયબ કલેકટર ગ્રીષ્મા રાઠવા સહિત જિલ્લાના સંબધિત અધિકારીઓ, અગ્રણી જશુ પટેલ સહિત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.