મહેસાણા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ 168 ગ્રામ પંચાયતો સમરસ બની, કુલ 5.88 કરોડની ગ્રાન્ટ ચૂકવાઈ

author img

By

Published : Oct 23, 2021, 12:36 PM IST

મહેસાણા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ 168 ગ્રામ પંચાયતો સમરસ બની, કુલ 5.88 કરોડની ગ્રાન્ટ ચૂકવાઈ

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં(Local self-government elections) છેલ્લા પાંચ વર્ષમાં 570 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી.જેમાં સરકાર અને સ્થાનિકોના પ્રયાસ થી સમરસ ગ્રામ પંચાયત યોજના (Gram Panchayat Scheme)હેઠળ 10 તાલુકાની વિવિધ કુલ 168 ગ્રામ પંચાયતો સમરસ થતા જિલ્લામાં 8,00,25,000ની ગ્રાન્ટ માટે દરખાસ્ત કરવામાં આવી છે.સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ કરાયેલ દરખાસ્ત પૈકી 5,88,05,000 જેટલી રકમ ચૂકવાઈ છે. જ્યારે 2,12,20,000 જેટલી ગ્રાન્ટની રકમ ચુકવવામાં આવી નથી.

  • મહેસાણા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ 168 ગ્રામ પંચાયતો સમરસ બની
  • સમરસ ગ્રામ પંચાયત યોજનામાં 29.47 ટકા ગ્રામ પંચાયતોને લાભ મળ્યો
  • 8 કરોડની દરખાસ્ત સામે 2.12 કરોડ ગ્રાન્ટ ચૂકવવાની બાકી


મહેસાણાઃ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં 570 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી (Election of Gram Panchayats)યોજાઈ હતી. જેમાં 168 જેટલી ગ્રામ પંચાયતો સમરસ (Gram Panchayats Samaras)બનતા સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ કુલ 8 કરોડ ગ્રાન્ટની દરખાસ્ત( Grant's proposal) સામે 5.88 કરોડ ચૂકવાયા છે જ્યારે 2.12 કરોડની ગ્રાન્ટ ચૂકવાઈ નથી. જિલ્લા પંચાયત તંત્ર આંકડાકીય માહિતી આપવા મામલે અસમનજસમાં મુકાયું છે.

સ્થાનિકોના પ્રયાસ થી 10 તાલુકાની વિવિધ કુલ 168 ગ્રામ પંચાયતો સમરસ
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છેલ્લા પાંચ વર્ષમાં 570 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ (Election of Gram Panchayats)યોજાઈ હતી. જેમાં સરકાર અને સ્થાનિકોના પ્રયાસ થી સમરસ ગ્રામ પંચાયત યોજના(Samaras Gram Panchayat Yojana) હેઠળ 10 તાલુકાની વિવિધ કુલ 168 ગ્રામ પંચાયતો સમરસ થતા જિલ્લામાં 8,00,25,000ની ગ્રાન્ટ માટે દરખાસ્ત( Grant's proposal) કરવામાં આવી છે. સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ કરાયેલ દરખાસ્ત પૈકી 5,88,05,000 જેટલી રકમ ચૂકવાઈ છે. જ્યારે 2,12,20,000 જેટલી ગ્રાન્ટની રકમ ચુકવવામાં આવી નથી. તે સમયે તંત્ર દ્વારા તમામ સમરસ પંચાયતોને ગ્રાન્ટ ચૂકવાઈ ગઈ હોવાનો દાવો રહ્યો છે, જોકે સમરસ ગ્રામ પંચાયત મામલે તાલુકા દીઠ કેટલી ગ્રામ પંચાયતો મહિલા અને જનરલ કેટેગરીમાં સમરસ થઈ છે જેની સ્પષ્ટતા કરતી માહિતી જિલ્લા પંચાયત તંત્ર પાસે નથી.

સમરસ ગ્રામ પંચાયત યોજનામાં દરખાસ્ત સામે ફાળવેલ ગ્રાન્ટમાં તફાવત
મહત્વનું છે કે વર્ષ 2016ના ડિસેમ્બર માસમાં 2,57,50,000ની ગ્રાન્ટ દરખાસ્ત સામે 2,62,30,000 ગ્રાન્ટ મળી છે.વર્ષ 2017ના એપ્રિલ માસમાં 4,68,37,500ની ગ્રાન્ટ દરખાસ્ત સામે 2,51,37,500 રકમની ગ્રાન્ટ ચૂકવાઈ છે.આમ વર્ષ 2016 અને 2017માં દરખાસ્ત સામે ચૂકવાયેલ ગ્રાન્ટની રકમ અસ્પષ્ટતા જોવા મળી રહીછે.

આ પણ વાંચોઃ અમિત શાહ આજથી 3 દિવસ માટે કશ્મીરની મુલાકાતે

આ પણ વાંચોઃ સુરતની શાળાઓમાં ફરી કોરોનાનો કહેર: 2 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા તંત્ર હરકતમાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.