ઈલેક્ટ્રિક વ્હીકલનું હબ બની રહેશે ઉત્તર ગુજરાતઃ વડાપ્રધાન મોદી

author img

By

Published : Nov 23, 2022, 1:18 PM IST

Updated : Nov 23, 2022, 1:50 PM IST

કોંગ્રેસના મોડેલે દેશ આખાને બરબાદ કરી નાખ્યો, હવે આપણી જવાબદારીઃ મોદી

ગુજરાત વિધાનસભાની (Gujarat Legislative Assembly election 2022) ચૂંટણી હેતું બીજી વખત પ્રચાર હેતું આવેલા વડાપ્રધાન મોદીએ મહેસાણામાં સભા સંબોધી હતી. જેમાં તેમણે યુવાનો અપીલ કરી હતી. પોતાના આગવા અંદાજમાં મહેસાણાની અગાઉની સ્થિતિ અને હાલની સ્થિતિની તુલના કરી હતી. જોકે, હળવીશૈલીમાં તેમણે વિપક્ષ ઉપર પણ ચાબખા માર્યા હતા.

મહેસાણાઃ ગુજરાતમાં મહેસાણા રાજકીય રીતે સમૃદ્ધ જિલ્લો છે. યુવાનો (PM Modi Mehsana Election Campaign) સત્યના પારખા કરી રહ્યા છે. તેમણે દેશના ભાવિ માટે એક નવો વિશ્વાસ પેદા કર્યો છે. દેશની યુવાપેઢિ ભાજપ બાજુ આગળ વધી (Gujarat Election 2022) રહી છે. જે આંખે પાટા બાંધીને આગળ વધી (Gujarat BJP) નથી રહી. દરેક વાતનું મુલ્યાંકન કરીને પછી એ નિર્ણય કરે છે કે ક્યા રસ્તે જવાનું છે. કોંગ્રેસ પાર્ટીએ ભૂતકાળમાં સરકાર ચલાવતી એનો વ્યવહાર કેવો હતો. એનું મોડેલ કેવું હતું.

મહેસાણામાં સૈનિક સ્કૂલ ખૂલશેઃ મહેસાણા જિલ્લો ભૂતકાળનું શિક્ષણ કેવું હતું એ બધાને ખબર છે. કચ્છમાં જાવ તો શિક્ષક ક્યાંનો હોય એ મહેસાણાનો હોય. આપણે વીસ વર્ષમાં મહેસાણામાં શિક્ષણની વ્યવસ્થા બદલી છે. ઔદ્યોગિક વિકાસને અનુરૂપ મેડિકલ અને સાયન્સ ટેકનોલોજીની કૉલેજ માટે વ્યવસ્થા ઊભી કરી છે. વીસ વર્ષમાં એન્જિનિયીરિંગની સીટ ઓછી હતી. આજે વધારે છે. મહેસાણા પોતાની સૈનિક સ્કૂલ ખૂલવાની છે. જેમાં મહિલાઓને પણ સ્થાન મળશે. એડમિશન પણ મળશે. દુનિયામાં યુદ્ધ થાય એટલે તમામ વ્યવસ્થા તૂટી પડે. એટલે મહેસાણા જિલ્લામાં હવે છેક વીરમગામથી મહેસાણાથી કારખાનાની શ્રેણી તૈયાર છે. ઈલેક્ટ્રિક બેટરી મહેસાણામાંથી બની રહી છે. આ માટે યુવાનોનો પસીનો એમાં હોમાશે. ઓટોહબ બની રહ્યું છે. આ ઉત્તર ગુજરાતની ધરતીની તાકાત છે. ઈલે. વાહનો આવશે તો દુનિયાનું બજાર મહેસાણા કવર કરશે.

કોંગ્રેસ પર પ્રહારઃ એ પાર્ટીનું મોડેલ કેવું હતું. એની બરોબર ખબર છે. યુવાનોને લાગે છે કે, આવનારા 25 વર્ષમાં બનાવવો હશે તો ભાજપની નીતિ, રીતિ અને રણનીતિ જ કામ આવશે. કારણ કે, કોંગ્રેસનું મોડેલ એટલે અરબો ખરબોનો ભ્રષ્ટાચાર, ભાઈ ભત્રીજાવાદ, વંશવાદ, પરિવારવાદ, જાતિવાદ, સંપ્રદાયવાદ, વોટબોંક પોલિટિકસ. કોંગ્રેસે સત્તામાં રહેવા ભાગલા પાડો, ગામડાં શહેરને લડાવો, જ્ઞાતિઓ વચ્ચે લડાવો એવું જ કામ કર્યું છે. બીજી કરામત એવી છે કે, લોકોને પછાત જ રાખવાના. દલ મહાન અને દલ કરતા દેશ મહાન એ અમારા સંસ્કાર છે. સૌનો સાથ અને સૌનો વિકાસ એ ગળથૂથીમાં છે. એટલે જ દેશના યુવાનને આ નીતિ, રીતિના કારણે મને અવસર મળશે.

વીજળીમાં સિદ્ધિઃ જ્યોતિગ્રામ યોજના લાવ્યા, ખેડૂતો માટે ખાસ વ્યવસ્થા વીજળી લાવ્યા, એના ફીડર સેપરેટ કરી દીધા. ઘરમાં પાણી પહોંચ્યું, વીજળી પહોંચ્યું. જેથી ઘરમાં વીજળી પહોંચી હતી. આ કામ કરવા માટે યુવાનો આંકડા સાંભળે. 80,000 કિમી લાઈન નાંખી છે. વીજળી માટે. ભાજપ સરકાર હજારો નવા ટ્રાંસફોર્મર નાંખ્યા. સબસ્ટેશન ઊભા કર્યા. વોલ્ટ ઉપર નીચે થાય તો નુકસાન થાય. જેને સ્થિર કરવા માટે 20 લાખ જેટલા થાંભલા નાંખ્યા.

ક્નેક્શનના આંકડાઃ જે દેશમાં કર્યું એના કરતા વધારે ગુજરાતમાં સિદ્ધિના આકડા છે. ગુજરાતમાં 2 કરોડથી વધારે વીજ ક્નેક્શન છે. ખેડૂતોને 20 લાખથી વધારે વીજ ક્નેક્શન મળ્યું છે. વીજળી પેદા કરવા અભિયાન ચલાવ્યું. કોલસાની વીજળી 55 મેગાવોટ આપતી, આજે 17000 મેગાવોટ વીજળી પેદા થાય છે. અંધકાર યુગમાંથી પ્રકાશ યુગમાં લાવવા મોટું કામ કર્યું છે. વીસ વર્ષ પહેલા સૂર્યશક્તિથી જે વીજળી પેદા થાય એ દેખાતી નથી. 8000 મેગાવોટ વીજળી સૂર્યશક્તિથી પેદા થાય છે. વીન્ડપાવર અંગે કોઈને ખબર ન હતી. 10,000 મેગાવોટ વીજળી પવનચક્કીથી મળે છે. હાઈડ્રોથી વીજળી પેદા થાય એ માત્ર 500 મેગાવોટ હતી. 800 મેગાવોટ સુધી આપણે પહોંચાડી છે. વીજળી પેદા કરીને વીજળી વેચી શકો એટલું કામ કર્યું છે. મોઢેરાની દિશા બદલી ગઈ છે. મોઢેરાના લોકો કહે છે કે, વીજળીનું બિલ નથી આવતું એટલે એસી લાવ્યા છે. આ કામ કર્યું છે.

પશુની ચિંતા કરીઃ પશુ વોટ ન આપે એના આરોગ્યની ચિંતા કરતા હતા. પશુના આંખ અને દાંતની ચિંતા કરતો. એ સમયે લોકોને આશ્ચર્ય થતું હતું. હાલમાં કોવિડની રસી આપી છે. એ પણ મફતમાં. એક પણ રૂપિયો લીધા વગર. 14000 કરોડનું બજેટ ખર્ચીને પશુઓને રસી આપવાનું અભિયાન ચાલી રહ્યું છે. કારણ કે પશુને પણ કોઈ બીમારી ન આવવી જોઈએ. હવે પશુપાલકોને ક્રેડિટકાર્ડ આપવાનું ચાલું કર્યું. બેંકલોનની ચિંતા કરી છે. ઊંઝામાં મેં ખૂબ જ ઠપકો આપ્યો હતો. રાજકારણમાં કોઈ આવું સાચું બોલતું નથી. અહીં માતાના ગર્ભમાં દીકરીને મારવાનું કૌભાંડ બંધ કરવું જોઈએ. આ વાત ઊંઝાએ માની આખા ગુજરાતે માની. હવે દીકરીની તમામ ચિંતા સરકાર કરે છે. 12 લાખથી વધારે મહિલા પશુપાલન સાથે જોડાયેલી છે. ડેરીમાંથી ચૂકવાતા બિલ સીધા મહિલાના ખાતામાં ચૂકવાય છે. જેથી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે.

વડીલોને પ્રણામ કહેજોઃ 1930માં અંગ્રેજોએ જે પ્રોજેક્ટ વિચાર્યો હતો. એ આ દીકરાએ મહેસાણાથી તારંગાની ટ્રેન લાઈન શરૂ કરી. કલ્પના ન કરી શકો એટલી પ્રગતિ થશે. ધરોઈ ડેમથી લઈને અંબાજી સુધી પ્રવાસન ક્ષેત્ર વિકસી રહ્યું છે. મારા ગામમાં આવ્યો છું. એવા સમયે એક જ અપીલ છે કે, ચૂંટણી જીતવાનું તો તમે નક્કી કરી જ દીધું છે. પણ મારે જૂના બધા જ રેકોર્ડ તોડવા છે. વધુ મતદાન થાય એની ચિંતા કરશો? દરેક પોલિંગ બુથમાંથી રેકોર્ડ તૂટવા જોઈએ. ગામે ગામેથી કમળ ખીલવું જોઈએ. એક દીકરા તરીકે માંગી રહ્યો છું. બીજું અંગત કામ પાંચમીએ મતદાન છે. દસ દિવસ બાકી છે. ઘરે ઘરે જવાનું છે. દરેક ઘરમાં વડીલોને મળવાનું અને સંદેશો આપજો. બધાને કહેજો કે, નરેન્દ્રભાઈ મહેસાણા આવ્યા હતા. પ્રણામ પાઠવ્યા છે. વડીલોને પ્રણામ પહોંચે એટલે મારી તાકાત વધશે. આટલું ઘરે ઘરે જઈને કહેજો.

Last Updated :Nov 23, 2022, 1:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.