Tokyo Paralympic : સિલ્વર મેડલિસ્ટ ભાવિના પટેલનું વતન સુંઢિયામાં ભવ્ય સન્માન

author img

By

Published : Nov 6, 2021, 6:23 PM IST

Tokyo Paralympic : સિલ્વર મેડલિસ્ટ ભાવિના પટેલનું વતન સુંઢિયામાં ભવ્ય સન્માન

ટોક્યો પેરાઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવી દેશને ગૌરવ અપાવનાર ભાવિના પટેલનું ( Tokyo Paralympic medal winner Bhavina Patel ) તેમના જન્મ દિવસ નિમિત્તે તેમના વતનમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. ભાવિના પટેલના ગામ સુંઢિયામાં આખા ગામમાં વરઘોડો કાઢી ભવ્ય સન્માન આપવામાં આવ્યું હતું.

  • ટોક્યો પેરાઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવી ગુજરાતની ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે
  • ભાવિના પટેલ મૂળ વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે
  • ભારતમાં પ્રથમ અને વિશ્વમાં 8મું રેન્કિંગ ધરાવતી ભાવિના પટેલ આજે પોતાના વતનમાં આવી છે અને ખૂબ ખુશ છે

મહેસાણાઃ જ્યારે આખો દેશ ભાવિના પટેલની જીત માટે ગૌરવ લઈ રહ્યો છે ત્યારે ( Tokyo Paralympic medal winner Bhavina Patel ) ભાવિના પટેલનું ગામ સુંઢિયા પોતાની દીકરીની જીતનો જશ્ન મનાવી રહ્યું છે. આજે જોગાનુજોગ ભાવિના પટેલનો જન્મ દિવસ પણ છે. આજે સુંઢિયા ગામના યુવાનો તથા સોમજી પાટી પરિવાર દ્વારા તેમજ દાતાઓના સહયોગથી ક્રિશ્નાબા સંકુલ ખાતે ભાવિનાનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.

સુંઢિયા ગામના લોકો પોતાની દીકરીના સન્માનમાં ઉમટી પડ્યાં હતાં
સુંઢિયા ગામના લોકો પોતાની દીકરીના સન્માનમાં ઉમટી પડ્યાં હતાં

સમાજ અને ગામ બંને તરફથી ભવ્ય સન્માન

સુંઢિયા ગામ સોમજી પાટી પરિવાર તથા સમગ્ર ગામે ઉત્સાહથી દીકરી ભાવિના પટેલનું સન્માન કર્યુ હતું અને સન્માનપત્ર પણ અર્પણ કર્યું હતું. સમગ્ર સુંઢિયા ગામના તમામ સમાજ તથા સંસ્થાઓ દ્વારા તેમનું ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ગામના આબાલ, વૃદ્ધ અને મહિલા તથા યુવાનો ભાવિનાને સન્માન આપવા માટે મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સૂંઢિયા ગામમાં ખેતી તથા કટલરીની દુકાન ચલાવતા હસમુખ પટેલની દીકરી ભાવિનાના લગ્ન અમદાવાદમાં વેપાર કરતા નિકુલ પટેલ સાથે થયાં છે. ભાવિના પટેલ ESIC (એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ)ના કર્મચારી છે.

આજે ભાવિનાનો જન્મ દિવસ પણ છે

ભાવિના પટેલની સિદ્ધિઓ

2008થી તે ટેબલ ટેનિસ રમે છે. એ ચાર વર્ષનાં હતાં ત્યારે તેમને પગે પોલિયો થયેલો. એ પછી શરૂ થયેલો સંઘર્ષ આજે પણ ચાલે છે.
ભાવિના પટેલે, 2008થી 2020માં નેશનલ ટુર્નામેન્ટમાં 12 ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. 28 આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને એમાં પાંચ ગોલ્ડ, 12 સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ જીત્યાં છે. એશિયન ગેમ્સમાં મેડલ મેળવેલો. જાપાનમાં ટોક્યો પેરાઓલિમ્પિકમાં જ્યારે ગામની દીકરીએ ( Tokyo Paralympic medal winner Bhavina Patel ) સિલ્વર મેડલ મેળવી દેશ અને દુનિયામાં ગામનું નામ રોશન કર્યું છે ત્યારે ગામ આખું ખુશ થઈને જીતનો જશ્ન મનાવી રહ્યું છે અને મીઠાઈ વહેંચી ફટાકડા ફોડી અને ગરબે ઘૂમીને આખું ગામ જાણે દિવાળી મનાવી રહ્યું હોય એવો સુંદર માહોલ રચાયો હતો.

આ કાર્યક્રમમાં ભાવિના તથા તેના પતિ નિકુંજ પટેલ, ભાવિનાના પિતા હસમુખ પટેલ, તેના મમ્મી નિરંજનાબેન તથા ગામના સરપંચ તથા અગ્રણીઓ ઉપરાંત ભાવિનાના કોચ લાલન વગેરે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા તમારૂ બેસ્ટ પરફોર્મન્સ આપો : ભાવિના પટેલ

આ પણ વાંચોઃ Tokyo Paralympics: ગુજરાતની દીકરીનો ટોક્યોમાં ડંકો, ભાવિના પટેલે પેરાલિમ્પિક ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.