ધરોઈ ડેમમાં પાણીની ભરપૂર આવક, આસપાસના ગામો કર્યા એલર્ટ

author img

By

Published : Aug 17, 2022, 7:03 PM IST

ધરોઈ ડામમાં પાણીની ભરપૂર આવક, આસ પાસના ગામો કર્યા એલર્ટ

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ ધરોઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઇ રહી છે. હાલમાં ડેમમાં 82.6 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે, તે સાથે જ હાલમાં ડેમમાં પાણીની સપાટી 619 ફૂટ જેટલી થવા પામી છે. Mehsana District Dharoi Dam, Water level in Dharoi Dam, Fresh Water in Dharoi Dam

મહેસાણા મહેસાણા (Mehsana District Dharoi Dam) જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ ધરોઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઇ (Water level in Dharoi dam) રહી છે. હાલમાં ડેમમાં 82.6 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે તે સાથે ડેમમાં પાણીની સપાટી 619 ફૂટ જેટલી થવા પામી છે. ધરોઈ ડેમ 100 ટકા ભરાવવાથી ઘણો નજીક છે. આ પાણીથી કુલ 512 ગામને પીવાના પાણીની સમસ્યા નડશે નહીં.

આ પણ વાંચો પોલીસ ગ્રેડ પે ને લઇને રાજ્ય સરકારે કરી અગત્યની જાહેરાત

પાણીની મબલખ આવક ધરોઈ ડેમની પૂર્ણ સપાટી 622 ફૂટ છે અને 28716 mcft પાણીનો સંગ્રહ કરી શકે છે. હાલમાં ડેમમાં 22240 mcft જથ્થો સંગ્રહ થયો છે. ડેમના ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસતા ધરોઈ ડેમમાં પાણીની મબલખ આવક નોંધાઇ રહી છે. કુલ 17હજાર ક્યુસેક જેટલું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે.

એલર્ટ જાહેર આ ડેમના બે દરવાજા 2 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. પાણીની આવકથી ડેમ 100 ટકા ભરવાની શક્યતાઓ છે. તેથી કોઈ જોખમ ન સર્જાય તેની તકેદારી રાખતા પાણી છોડવાનો નિર્ણય લેવામાં (Decision to release water so as not to create dange) આવ્યો છે. જે માટે ધરોઈ ડેમ માટે તંત્રએ જાહેર નોટિસ બહાર પાડી છે. સાબરમતી નદીના પટ પર આવેલા ગામો અને પટ વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો પણ જોખમ હજી પણ યથાવત્

ધરોઈ જળાશય યોજના ધરોઈ જળાશય યોજના થકી 512 ગામો અને વિવિધ નગરપાલિકા વિસ્તારોને પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જશે. આ સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ખેતીના વિસ્તારને સિંચાઇનું પાણી પહોંચાડવામાં આવે છે. ડેમ ભરાવાથી એ સરળતાથી મળી રહેશે. આમ ઉત્તર ગુજરાતના ખેડૂતોની જીવા દોરી સમાન ધરોઈ જળાશય યોજના ચાલુ સીઝનમાં પણ જીવાદોરી સમાન સાબિત થશે. નગરપાલિકાઓ પૂરતા પ્રમાણમાં આગામી સીઝન સુધી પીવાના પાણીનું યોગ્ય રીતે આયોજન કરી શકશે.

Dharoi Dam recorded abundant water income, Decision to release water so as not to create dange, Satlasana Taluk, Mehsana District, Water resources

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.