મહેસાણા ONGCમાં ગેસ ગળતરની ઘટના, 3500 ગ્રામજનોના જીવ તાળવે ચોંટ્યાં 60 હોસ્પિટલાઇઝ્ડ

author img

By

Published : Sep 30, 2022, 7:25 PM IST

મહેસાણા ONGCમાં ગેસ ગળતરની ઘટના, 3500 ગ્રામજનોના જીવ તાળવે ચોંટ્યાં 60 હોસ્પિટલાઇઝ્ડ

મહેસાણા કસલપુર નજીક બ્લાસ્ટ થતા ગેસ લીકેજ ( Gas leak in Mehsana ONGC ) થયો હતો. જેને પગલે 3500 ગ્રામજનોના જીવ તાળવે ચોંટયાં હતાં. ગેસ ગળતરને લઇ નજીકના આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની ભીડ જામી હતી. હોસ્પિટલમાં 114 લોકોની તપાસ કરાઈ હતી જેમાં 60 દર્દીને દાખલ કરાયાં હતાં. બનાવને પગલે ONGC અને મહેસાણા અગ્નિશમન દળ દ્વારા રાહત કામગીરી કરવામાં આવી હતી.

મહેસાણા મહેસાણા નજીક આવેલ કસલપુર અને જોટાણા ગામ નજીક આવેલ ONGC ના વેલ પર ( Mehsana ONGC ) મોડી રાત્રે અચાનક બ્લાસ્ટ થતાં ગેસ લીકેજની ઘટના ( Gas leak in Mehsana ONGC ) સામે આવી હતી. જેને લઇ નજીકના વિસ્તારમાં દોડધામ મચી હતી. સમગ્ર ઘટનાને પગલે બેથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં 3500 લોકો ( 3500 Villagers Life at stake ) ભયભીત બન્યા હતાં કારણ કેે બ્લાસ્ટને પગલે ઝેરી ગેસ લીકેજ થવા ( Gas leak in Mehsana ONGC ) પામ્યો હતો. વિસ્તારની નજીકના ગામમાં 114 લોકોને શ્વાસ લેવામાં તકલીફ જણાઈ હતી જેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં હતાં.

ગેસ લીકેજિંગ થતા 40થી 50 ફૂટ ઊંચે સુધી ગેસનો ફુવારો ઉડતો જોવા મળ્યો

40થી 50 ફૂટ ઊંચે સુધી ગેસનો ફુવારો કસલપુર નજીક ઓએનજીસી વેલમાં બ્લાસ્ટ અને ગેસ લીકેજિંગ ( Mehsana ONGC ) ઘટના સામે આવતા મહેસાણા પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સહિત ONGCની ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તરત જ રાહત કામગીરી હાથ ધરી હતી. જાણવા મળતી માહિતી પ્રમાણે બ્લાસ્ટને પગલે વેલમાં ગેસ લીકેજિંગની ઘટના ( Gas leak in Mehsana ONGC ) સર્જાઈ હતી. જે ગેસ લીકેજિંગ થતા 40થી 50 ફૂટ ઊંચે સુધી ગેસનો ફુવારો ઉડતો જોવા મળ્યો હતો. જોકે હાજર ટીમો દ્વારા આ ગેસ લીકેજિંગને રોકવા માટે ભારે જહેમત ઉઠાવી રાહત કામગીરી કરવામાં આવી રહી છે.

60 લોકોને અતિ ગંભીર અસર ONGC વેલ પર સર્જાયેલ બ્લાસ્ટ અને ગેસ ગળતરની ઘટના ( Mehsana ONGC ) બાદ 114 લોકોને આરોગ્ય વિભાગની આઠ ટીમો દ્વારા સર્વેન્સ કામગીરી કરી સારવાર આપવામાં આવી હતી. જેમાંથી 60 લોકોને અતિ ગંભીર અસર થતાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતાં. સમગ્ર ઘટના ( Gas leak in Mehsana ONGC ) માં તંત્રની સઘન કામગીરીને પગલે મોટી જાનહાનિ ટળી હતી અને અસરગ્રસ્ત લોકોને યુદ્ધના ધોરણે સારવાર આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.