વડાપ્રધાન મોદીનો જન્મદિવસ: તેઓ જ્યાં ચા વેચતા હતા, તે દુકાન હવે બનશે પર્યટન સ્થળ

author img

By

Published : Sep 17, 2021, 3:01 PM IST

વડાપ્રધાન મોદીનો જન્મદિવસ: તેઓ જ્યાં ચા વેચતા હતા, તે દુકાન હવે બનશે પર્યટન સ્થળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના બાળપણના સંસ્મરણો આજે પણ વડનગરની ધરતી પર ઇતિહાસ બની ઉભેલા જોવા મળે છે. ત્યારે વડનગરનું પ્રાચીન રેલવે સ્ટેશન (Vadnagar railway station) કે જ્યાં નરેન્દ્ર મોદી પોતાની બાળ આયુમાં શાળાએથી રિશેષ કે શાળા છૂટ્યા બાદ આવી જતા અને તેમના પિતા રેલવે સ્ટેશન પાસે ચાની કીટલી ચલાવતા હતા. ત્યાં ચા વેચવામાં તેમને મદદ કરતા હતા. ત્યારે આજે પણ તેમનું પરિશ્રમી સ્થળ એક વિશેષ રૂપે વડનગર રેલવે સ્ટેશન પર શોભી રહ્યું છે.

  • વડાપ્રધાન મોદીના પિતા દામોદર મોદીની ચાની કીટલી જોવાલાયક સ્થળ તરીકે મુકાઈ
  • વડનગર રેલવે સ્ટેશન પર મોદીની કીટલી પર્યટકો માટેનું નજરાણું
  • વડાપ્રધાન મોદી બાળપણમાં શાળાએથી આવી પિતાને ચા વેચવામાં સહયોગ કરતા હતા

મહેસાણા: જિલ્લામાં આવેલા વડનગરમાં ઐતિહાસિક નગરી પેટાણામાં અનેક ઇતિહાસ દબાયેલો છે. ત્યારે બૌદ્ધ ધર્મ સહિતના પૌરાણિક સ્ટ્રક્ચર અને અવશેષો મળતા વડનગરની ઓળખ દેશ વિદેશમાં થઈ રહી છે. ત્યારે વડનગર હવેના માત્ર ઇતિહાસિક નગર પરંતુ હાલમાં દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના વતન તરીકે પણ નામના મેળવ્યું છે. ત્યારે વતનની મહેકમાં વધારો કરતા નરેન્દ્ર મોદીના બાળપણના સંસ્મરણો આજે પણ વડનગરની ધરતી પર ઇતિહાસ બની ઉભેલા જોવા મળે છે.

વડાપ્રધાન મોદીનો જન્મદિવસ: તેઓ જ્યાં ચા વેચતા હતા, તે દુકાન હવે બનશે પર્યટન સ્થળ
વડાપ્રધાન મોદીનો જન્મદિવસ: તેઓ જ્યાં ચા વેચતા હતા, તે દુકાન હવે બનશે પર્યટન સ્થળ

વડાપ્રધાન મોદીના પિતા દામોદર મોદીની ચાની કીટલી જોવાલાયક સ્થળ તરીકે મુકાઈ

વડનગર(Vadnagar)નું પ્રાચીન રેલવે સ્ટેશન (Railway station)કે જ્યાં નરેન્દ્ર મોદી પોતાની બાળ આયુમાં શાળાએથી રિશેષ કે શાળા છૂટ્યા બાદ આવી જતા અને તેમના પિતા રેલવે સ્ટેશન પાસે ચાની કીટલી ચલાવતા હતા. ત્યાં ચા વેચવામાં તેમને મદદ કરતા હતા. નાની ઉંમરે પરિશ્રમથી પરિવારને મદદરૂપ થવું એ બાળકના એક મહત્વના સંસ્કાર કહી શકાય ત્યારે નાનપણથી પરિશ્રમ એ જ નરેન્દ્ર મોદીના જીવનમાં વણાયેલું હતું અને આજે તેમની પ્રસિદ્ધિ પાછળ આજે પણ તેમનું પરિશ્રમી સ્થળ એક વિશેષ રૂપે વડનગર રેલવે સ્ટેશન પર શોભી રહ્યું છે.

વડનગર રેલવે સ્ટેશન પર મોદીની કીટલી પર્યટકો માટેનું નજરાણું

વડનગર ખાતે 17 વર્ષ બાદ રેલવે ટ્રેનનું પુનઃ આગમન થઈ રહ્યું છે. ત્યારે વડનગર ખાતે 8 કરોડથી વધુ ખર્ચે અદ્યતન રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં વડનગરના અન્ય જોવાલાયક સ્થળોમાં રેલવે સ્ટેશન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા જે ચાની કીટલી ચલાવતા અને નરેન્દ્ર મોદી ત્યાં ચા વેંચતા તે કીટલી તે જ જૂની ખખડધજ કન્ડિશનમાં મુકવામાં આવી છે. જો કે, આ ચાની કીટલી આજે જોવાલાયક સ્થળ તરીકે પ્રચલિત બની છે. હાલમાં આ રેલવે સ્ટેશન પર ટ્રેન શરૂ થતાં પર્યટકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે તો અહીં આવતા પર્યટકો માટે ચાની કિટલીનું નજરાણું જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.