પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસનો સિલ્વર મેડલ જીતી ગુજરાતની દિકરી ભાવિનાએ રચ્યો ઈતિહાસ, માતા-પિતાનો પરિશ્રમ અને આશીર્વાદથી મહેનત ફળી

author img

By

Published : Aug 29, 2021, 10:57 AM IST

Updated : Aug 29, 2021, 12:42 PM IST

bhavina

ગામની દિકરી ભાવિના ગોલ્ડ મેડલ જીતશે તેવી આશા સાથે તેની મેચ જોવા માટે સુંઢીયા ગામ આખું એલઇડિસ્ક્રીન લગાવી બેઠું હતું પણ ખેલાડી સિલ્વર મેડલ જીતી શકી હતી. આ જીતને પણ ગામવાસીઓએ સહર્ષ સ્વીકારી હતી.

  • ભાવિના પટેલે રાજ્યની સાથે સાથે દેશનુ નામ રોશન કર્યું
  • પેરાઓલ્પિકમાં જીત્યું સિલ્વર મેડલ
  • ઘરમાં ખૂશીનુુ વાતાવરણ


મહેસાણા: વડનગર તાલુકાના સુંઢીયા ગામની દિવ્યાંગ દીકરી ભાવિના પટેલએ પેરા ઓલમ્પિકના સિમી ફાઇનલ જીત્યા બાદ અંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ટેબલ ટેનિસ ગેમમાં સિલ્વર મેડલ અપાવતા વતન સુંઢીયામાં જશ્ન જેવો માહોલ પથરાયો છે જોકે ફાઇનલ ગેમમાં આ દીમરીની હર થતા ભારત ગોલ્ડ મેડલ જીતશે તે આશા અધૂરી રહી છે.

ચીન સાથે ટક્કર

pera
ભાવિના પટેલ સિલ્વર મેડલ જીતનાર દેશની પહેલી ટેબલ ટેનિસ ખેલાડી બની

ટોક્યો પેરાલિમ્પિકમાં ભાવિનાબેન પટેલે ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ-4 કેટેગરીમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે. ફાઇનલમાં વિશ્વની નંબર 1 ચીનની ખેલાડી ઝોઉ યિંગ સામે ભાવિનાનો મુકાબલો હતો. યિંગે ભાવિનાને 11-7, 11-5 અને 11-6થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો તો ભાવિનાએ આ રમતમાં ભારતની પહેલી ફિમેલ ખેલાડી તરીકે સિલ્વર મેડલ જીત્યો છે.

pera
ભાવિના પટેલ સિલ્વર મેડલ જીતનાર દેશની પહેલી ટેબલ ટેનિસ ખેલાડી બની

આ પણ વાંચો : આઝાદીની લડાઈમાં આદિવાસીઓના હથિયારોએ બંદૂકધારી અંગેજોને હંફાવ્યાં હતાં

ખેડૂતીની દિકરી લઈ આવી સિલ્વર

pera
ભાવિના પટેલ સિલ્વર મેડલ જીતનાર દેશની પહેલી ટેબલ ટેનિસ ખેલાડી બની

ભાવિનાની અર્થાત મહેનતને પગલે તેને સેમી ફાઈનવમાં ચીનની ઝાંગ મિયાઓને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી હરાવી હતી. આ પહેલા તે ક્વાર્ટર ફાઈનલમાં સર્બિયાની બોરિસ્લાવા રેંકોવિચ પેરિચને 11-5, 11-6, 11-7થી હરાવીને સેમી ફાઈનલમા પહોંચી હતી. આજે (રવીવારે) ભારતને સિલ્વર અપાવી ગૌરવ વધારનાર આ દિવ્યાંગ દીકરી ભાવિના પટેલ ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ વડનગર તાલુકાના સુંઢીયા ગામની દીકરી છે જેના પિતા એક ખેડૂત અને નાના વેપારી છે.

ભાવિના પટેલ સિલ્વર મેડલ જીતનાર દેશની પહેલી ટેબલ ટેનિસ ખેલાડી બની

આ પણ વાંચો : 24-36 કલાકમાં કાબુલ એરપોર્ટ પર બીજો હુમલો થવાની શક્યતા, બાઈડેન ચેતવણી આપી

ગોલ્ડની આશા તૂટી

આજે ટેબલ ટેનિશની આખરી રમતમાં દિકરીનું પ્રદર્શન જોવા અમે તે ગોલ્ડ મેડલ જીતશે તેવી આશા સાથે સમગ્ર ગામ લોકો ગામમાં મોટી સ્ક્રીન લગાવી બેઠા હતા ત્યારે રમત અંતે પરિણામ જોતા ભાવિના ફાઇનલમાં પરાજિત થતા ક્યાંક ખુશી ક્યાંક ગમનો માહોલ છવાયો હતો.જોકે ભાવિનાના માતાપિતા અને ગામ લોકોએ તેની આ પ્રસિદ્ધિ બદલ ખુશી વ્યક્ત કરી આગામી દિવસોમાં તે વધુ મહેનત કરી વધુ પ્રગતિ કરે તેવી આશા વ્યક્ત કરી છે.

Last Updated :Aug 29, 2021, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.