જાણો ક્યાં વડાપ્રધાનના જન્મદિવસે 71 ફૂટનું કટઆઉટ તૈયાર કરવામાં આવ્યું

author img

By

Published : Sep 17, 2021, 7:55 PM IST

જાણો ક્યાં વડાપ્રધાનના જન્મદિવસે 71 ફૂટનું કટઆઉટ તૈયાર કરવામાં આવ્યું

આજે શુક્રવારે દેશભરમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે મહેસાણામાં વડાપ્રધાન મોદીના 71 ફૂટ ઉંચા કટઆઉટનું ભાજપ પ્રદેશ અધ્યક્ષના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

  • વડાપ્રધાન મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી
  • 71 ફૂટ ઊંચા અને 28 ફૂટ પહોળા કટઆઉટનું અનાવરણ
  • ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે અનાવરણ કરાયું

મહેસાણા: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. ત્યારે મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલી રાજધાની ટાઉનશીપમાં પણ કાર્યક્રમના ભાગરૂપે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા વડાપ્રધાન મોદીના 71 ફૂટ ઉંચા કટઆઉટનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

અન્ય યોજાયેલા કાર્યક્રમો

મહેસાણામાં 71 ફૂટ ઉંચા કટઆઉટની સાથે સાથે 71 જેટલા બાળકોને સહાય અપાઈ હતી. આ ઉપરાંત રાજ્યમાં 71 લાખ વૃક્ષો સહકારી સંસ્થાઓ દ્વારા રોપવામાં આવ્યા હતા. 71 લાખ નોટબુક ગરીબ બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય ઠેરઠેર લોકડાયરો અને કલાકારો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા છે, આજે ગરીબ લોકોને લાભ મળે તે રીતે આજનો દિવસ મનાવવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.