Balasinor in Heritage Tourism : બાલાસિનોરના પૂર્વ નવાબ પરિવાર અને ગુજરાત સરકારના મહત્ત્વપૂર્ણ MOU, હેરિટેજ ટુરિઝમનો પ્રોજેક્ટ

author img

By

Published : Apr 4, 2022, 4:12 PM IST

Updated : Apr 4, 2022, 5:03 PM IST

Balasinor in Heritage Tourism : બાલાસિનોરના પૂર્વ નવાબ પરિવાર અને ગુજરાત સરકારના મહત્ત્વપૂર્ણ MOU, હેરિટેજ ટુરિઝમનો પ્રોજેક્ટ

મહીસાગર જિલ્લાના બાલાસિનોર ડાયનોસોર પાર્કને (Dinosaur Fossil Park Balasinor) કારણે તો ફેમસ જ છે. હવે અહીં પ્રવાસીઓને આકર્ષણમાં વધારો થાય તેવા કામ થશે. ગુજરાત ટુરિઝમના MOUને લઇને (Balasinor in Heritage Tourism) વધુ વાંચવા ક્લિક કરો.

મહીસાગર - બાલાસિનોરના પૂર્વ નવાબ પરિવારના સલાઉદ્દીન બાબી (Salauddin Babi of the former Nawab family of Balasinor) પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા હેરિટેજ માલિકો સાથે MOU ( MOU of Former Nawab Parivar and Gujarat Government) કરવામાં આવ્યા છે. જેમાં બાલાસિનોર ગાર્ડન પેલેસનો પણ સમાવેશ થાય છે. નવી હેરિટેજ પોલીસી પોર્ટલ (Heritage Policy Portal ) હેરિટેજ પ્રવાસન સ્થળ (Balasinor in Heritage Tourism) ઊભું કરવા માટે સુવિધા અને ડિજિટલ ઇન્ડિયાના કન્સેપ્ટને વેગ આપવા માટે આ ખૂબ ઉપયોગી બનશે. મુખ્યપ્રધાને MOUથી ( MOU of Gujarat Tourism ) ગુજરાતમાં હેરિટેજ પ્રવાસન વેગવંતું બનશે અને ગુજરાત ટુરિઝમ વર્લ્ડના નકશા પર ફેવરિટ ડેસ્ટિનેશન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત ટુરિઝમ વર્લ્ડના નકશા પર ફેવરિટ ડેસ્ટિનેશન બનશે

આ પણ વાંચોઃ દિવાળી વેકેશનમાં મહીસાગરનું ડાયનાસોર ફોસિલ પાર્ક બન્યું આકર્ષણનું કેન્દ્ર, મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ

બાલાસિનોરમાં હેરિટેજ ટુરિઝમનો વ્યાપ વધશે - તાજેતરમાં જ હેરિટેજ પોલીસી પોર્ટલ અને વિવિધ પ્રવાસન સુવિધાઓના લોકાર્પણ કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેમાં બાલાસિનોર ગાર્ડન પેલેસ અને હોટલ અને ગુજરાત ટુરિઝમના MOU થતાં બાલાસિનોરમાં હેરિટેજ પ્રવાસનની સુવિધાઓ (Balasinor in Heritage Tourism) વધવાની સાથે બાલાસિનોર ભવિષ્યમાં ટુરિઝમ પોઈન્ટ બનશે. વિશ્વવિખ્યાત ડાયનોસોર પાર્ક બાલાસિનોરથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલો છે અને બાલાસિનોર એક સમયે ઐતિહાસિક નવાબી રજવાડું હતું. જેનો વિશ્વવિખ્યાત ડાયનોસોર પાર્કનો સમન્વય આ વિસ્તારમાં થતાં બાલાસિનોરમાં પ્રવાસનની વિપુલ શક્યતાઓ છે.

બાલાસિનોરમાં હેરિટેજ ટુરિઝમ પોલીસી હેઠળ પ્રવાસન વિકસાવવાના પ્રયત્ન
બાલાસિનોરમાં હેરિટેજ ટુરિઝમ પોલીસી હેઠળ પ્રવાસન વિકસાવવાના પ્રયત્ન

આ પણ વાંચોઃ Dinosaur Fossil Park Balasinor: રૈયોલી ખાતે ડાયનાસોર પાર્કનો વિકાસ કરવા પંચમહાલના સાંસદની દિલ્હીમાં રજૂઆત

MOU આ રીતે બનશે ઉપયોગી - પૂર્વ નવાબ પરિવારના સલાઉદ્દીન બાબીએ (Salauddin Babi of the former Nawab family of Balasinor) જણાવ્યું કે ગુજરાત પ્રવાસન અને ગાર્ડન પેલેસ હોટેલ વચ્ચે MOU થતાં સપોર્ટ, સબસિડી, ટ્રેનિંગ, મેનપાવર માર્કેટિંગ વિગેરે સરળ બનતા બાલાસિનોરને (Balasinor in Heritage Tourism) ફાયદો થશે. ગાર્ડન પેલેસનો પણ વિકાસ થશે. મ્યૂઝિયમ બનશે, વધુ રુમો ઉપલબ્ધ બનશે, બેન્ક્વેટ અને બીજી ટુરિઝમ ફેસિલિટી પણ વધશે. જેથી વ્યવસાય પણ વધશે અને બાલાસિનોરને ટુરિઝમનો ફાયદો થશે.

Last Updated :Apr 4, 2022, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.